Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ankleshwar News: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરથી સ્મશાનોના ભારે નુકસાન

Ankleshwar News: Bharuch જિલ્લાની ભાગોળમાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યુ હતું. આ અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર ઉપર રહેલા સ્મશાનોને પણ નુકસાન થતાં...
ankleshwar news  ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરથી સ્મશાનોના ભારે નુકસાન

Ankleshwar News: Bharuch જિલ્લાની ભાગોળમાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યુ હતું. આ અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર ઉપર રહેલા સ્મશાનોને પણ નુકસાન થતાં અંતિમ સંસ્કાર માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. સાથે ઘણી વખત નદીના કાંઠા ઉપર ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી ગઈ છે.

Advertisement

કાંઠાના વિસ્તારોમાં સંખ્યાબંધ સ્મશાનો આવેલા

Ankleshwar News

Ankleshwar News

આ પરિસ્થિતિમાં 3 જિલ્લાના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. સૌથી વધારે Ankleshwar પંથકમાં રહેણાંક વિસ્તારોમાં પૂર સ્થિતિ ઊભી થઈ હતી. તો બીજી તરફ કાંઠા વિસ્તારો ઉપર સંખ્યાબંધ સ્મશાનો આવેલા છે.

Advertisement

સ્મશાનોમાં અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોષ થયો

ભરૂચ Ankleshwar સહિત અનેક જિલ્લાઓમાં કાંઠા વિસ્તાર ઉપર આવેલા સ્મશાનો પાણીમાં નષ્ટ થઈ ગયા છે. જેના કારણે અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. Ankleshwar ના જુના બોરભાઠા બેટ વિસ્તારના નર્મદા નદીના કાંઠા ઉપર પૂરના પાણીના કારણે સ્મશાને મોટું નુકસાન થયું છે. આ સ્મશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોષ થઈ ગયો છે.

Ankleshwar News

Ankleshwar News

Advertisement

Ankleshwar ના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી

તેના કારણે બે ચિતા પૈકી એક જ ચીતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે. તેમ છતાં જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. Ankleshwar તાલુકા માટે નર્મદા નદીનો કાંઠો જુના બોરભાઠા બેટ પાસે સ્મશાન આવેલું છે. તો રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે. જેની સામે સ્મશાનમાં બે ચિતા કાર્યરત હતી પરંતુ પાણીમાં સ્મશાનને નુકસાન થતા માત્ર એક જ ચીતા કાર્યરત છે.

આ પણ વાંચો: Chhota Udepur: છોટાઉદેપુરમાં 250 જેટલા સાધુ સંતોએ યોજ્યો ભવ્ય સમારોહ

Tags :
Advertisement

.