Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટના બાહોશ પત્રકાર Anand Patani અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વને જીવ્યા

ગુજરાતી પત્રકારત્વ (Gujarati journalism) નું હીર.. ગુજરાતી પત્રકારત્વનું ખમીર... એટલે આનંદ પટ્ટણી (Anand Patani). પરંતુ આ આનંદ પટણી એક કારમો આઘાત આપીને આપણી વચ્ચેથી હવે ચાલ્યા ગયા છે. છેક છેલ્લા શ્વાસ સુધી તેઓ પત્રકારત્વ (Journalism) ને જીવ્યા. છેલ્લા કેટલાક સમયથી...
ગુજરાત ફર્સ્ટના બાહોશ પત્રકાર anand patani અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વને જીવ્યા

ગુજરાતી પત્રકારત્વ (Gujarati journalism) નું હીર.. ગુજરાતી પત્રકારત્વનું ખમીર... એટલે આનંદ પટ્ટણી (Anand Patani). પરંતુ આ આનંદ પટણી એક કારમો આઘાત આપીને આપણી વચ્ચેથી હવે ચાલ્યા ગયા છે. છેક છેલ્લા શ્વાસ સુધી તેઓ પત્રકારત્વ (Journalism) ને જીવ્યા. છેલ્લા કેટલાક સમયથી આનંદભાઈ સુરત (Surat) માં પોતાની સેવા આપી રહ્યા હતા. સોમવારની સાંજ સુધી તો આનંદભાઈ ફિલ્ડમાં રહીને કામ કરી રહ્યા હતા અને અચાનક જ છાતીમાં દુખાવો (Chest Pain) ચાલુ થયો. તત્કાલ તેમને હોસ્પિટલ લઈ જવાયા. જ્યારે હોસ્પિટલ (Hospital) પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને સિવિયર હાર્ટ એટેક (Heart Attack) આવ્યો છે. ફરજ પરના તબીબોએ અથાગ પ્રયાસ કર્યા પરંતુ આનંદભાઈને બચાવી ન શક્યા. અને ગુજરાતી પત્રકારત્વએ એક બાહોશ પત્રકાર (Brilliant Journalist) ને ગુમાવ્યા.

Advertisement

ગુજરાતી પત્રકારત્વને મોટી ખોટ

બાહોશ પત્રકાર આનંદભાઈની વસમી વિદાયથી ગુજરાત ફર્સ્ટ પરિવાર (Gujarat First family) ને કારમો આઘાત લાગ્યો છે. દુઃખની આ ઘડીમાં ગુજરાત ફર્સ્ટ પરિવાર આનંદભાઈના પરિવાર (Anandbhai's family) સાથે છે. તેમની આ વિદાયથી ન માત્ર ગુજરાત ફર્સ્ટ પરિવાર (Gujarat First family) પરંતુ સમગ્ર ગુજરાતી પત્રકારત્વ (Gujarati journalism) ને તેમની મોટી ખોટ પડી છે. સુરતના બ્યુરો હેડ અને બાહોશ પત્રકાર આનંદ પટણી (Anand Patani) ના પરિવારમાં તેમના પત્ની અને બે દીકરા છે. મોટો દીકરો બી.ટેકનો અભ્યાસ કરે છે અને નાનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. 16 ફેબ્રુઆરીએ એટલે કે 10 દિવસ અગાઉ તો 22મી વર્ષગાંઠ તેમણે પરિવાર સાથે ખુશીથી ઉજવી હતી. 45 વર્ષની નાની ઉંમરે થયેલી આનંદભાઈના વસમી વિદાયની વેળાએ ગુજરાત ફર્સ્ટ તેમના પરિવારની પડખે ઉભું છે. આનંદ પટણી (Anand Patani) ને ગુજરાત ફર્સ્ટ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ..

Advertisement

જનતાના મુદ્દાઓ ઉઠાવ્યા

આનંદ પટણી હર હંમેશા હસતો ચહેરો, જ્યારે પણ ઓફિસમાં આવે એટલે પોતાની સાથે ઘણી વાતોના ખજાનાઓ લઇને આવે. આ હસમુખ ચહેરાએ ક્યારે કોઇને રડાવ્યા હોય તેવું બન્યું નથી, પણ આજે આ પત્રકારે સૌ કોઇને એવા રડાવ્યા છે કે આસુ બંધ નથી થઇ રહ્યા. પોતાના અંતિમ શ્વાસ સુધી તેમણે પોતાના પ્રોફેશનને ન્યાય આપ્યો હતો. તેમણે હર હંમેશા જનતાના મુદ્દાઓ ઉઠાવ્યા. જનતાને સીધી અસર કરતા એવા ઘણા મુદ્દાઓ હશે જેના પર આનંદ પટણીએ પ્રકાશ નાખવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election પહેલા Congress ને મોટો ફટકો, દિગ્ગજ આદિવાસી નેતા BJP માં જોડાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.