Amreli : 2 ઇન્ટર ડોક્ટરની તબિયત લથડતાં દાખલ, મેનેજમેન્ટ સામે લડી લેવાના મૂડમાં ઇન્ટર્ન ડૉક્ટર્સ!
અમરેલીની (Amreli) શાંતાબા મેડિકલ કોલેજનાં ઇન્ટર્ન ડૉક્ટરોનાં (Intern Doctors) ધરણાં હાલ પણ યથાવત છે. ડોક્ટરોનાં ધરણાં પ્રદર્શનને આજે છઠ્ઠો દિવસ છે. કાળઝાળ ગરમીમાં પણ ડોક્ટરો પોતાની માગ સાથે અડીખમ છે. એક હાથમાં છત્રીઓ અને બીજા હાથમાં પ્લે કાર્ડ સાથે ડોકટરો ધરણાં કરી રહ્યા છે. જો કે, અતિશય ગરમીમાં 2 ઇન્ટર ડોક્ટરોની (intern doctors) તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. ઓછા સ્ટાઈફંડના મુદ્દે છેલ્લા છ દિવસથી મેનેજમેન્ટ સામે ઇન્ટર્ન ડોકટરો લડત લડી રહ્યા છે.
આકરી ગરમીમાં ડોક્ટરોના ધરણાં
ચામડી દઝાડે એવી ગરમીમાં ડોક્ટરોના ધરણાં પ્રદર્શન
જણાવી દઈએ કે, અમરેલીમાં આવેલ શાંતાબા મેડિકલ કોલેજના (Shantaba Medical College) ઇન્ટર્ન ડૉક્ટરોને ઓછું સ્ટાઇફંડ (stipend) મળતું હોવાથી સ્ટાઇફંડ વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં ઇન્ટર્ન ડોક્ટરો ધરણાં પ્રદર્શન પણ ઉતર્યા છે. છેલ્લા 6 દિવસથી ઇન્ટર્ન ડોક્ટરો હોસ્પિટલની બહાર ધરણાં પર બેઠા છે. ચામડીને દઝાડે એવી આકરી ગરમી પડતી હોવા છતાં ડોક્ટરો અડીખમ છે અને જ્યાં સુધી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી ધરણાં યથાવત રહેશે તેવું જણાવી રહ્યા છે. છેલ્લા છ દિવસથી એક હાથમાં છત્રીઓ અને બીજા હાથમાં પ્લે કાર્ડ લઈ ડોકટરો મેનેજમેન્ટ સામે ધરણાં કરી રહ્યા છે.
2 ઇન્ટર ડોક્ટરોની તબિયત લથડી
માહિતી મળી છે કે, ધરણાં દરમિયાન 2 ઇન્ટર ડોક્ટરોને આકરી ગરમીને કારણે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, ઇન્ટર્ન ડોક્ટરની સમસ્યા અને માગ અંગે મેનેજમેન્ટ શું નિર્ણય લેશે તે આગામી સમયમાં જાણી શકાશે. પરંતુ, હાલ ઇન્ટર્ન ડોક્ટરોના ધરણાં પ્રદર્શનથી મેનેજમેન્ટમાં દોડધામ મચી છે.
કલેક્ટર કચેરીએ વિરોધ સાથે રજૂઆત કરી
ઇન્ટર્સ ડોક્ટરોનો આરોપ છે કે સરકારી ધારાધોરણની વિપરીત તેમને ઓછું સ્ટાઇફંડ આપવામાં આવશે. તેમની માગ છે કે સરકારી ધારાધોરણ મુજબ રૂ.18,200 આપવામાં આવે. આ માગની સાથે અગાઉ ડોક્ટરો દ્વારા અમરેલી (Amreli) કચેરી ખાતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ઇન્ટર ડોક્ટર્સનું કહેવું છે કે જ્યાં સુધી માગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ થયાવત રહેશે.
આ પણ વાંચો - Amreli : હાથમાં બેનર, મોઢા પર માસ્ક…ઇન્ટર્ન ડોક્ટરોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, જાણો શું છે મામલો?
આ પણ વાંચો - Ganesh Gondal : ફરિયાદી યુવકને બોલાવી 10 શખ્સોની ઓળખ પરેડ, રિમાન્ડ નામંજૂર થતા HC જશે પોલીસ!
આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : અગ્નિકાંડે વધુ એક જીવ લીધો! મૃતક પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત