Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા

અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના ઇન્ટર્ન તબીબો શનિવારે હડતાળ પર ઉતરી ગયા હતા. સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દે ડોક્ટરો હડતાળ પર ગયા હતા.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ડોક્ટરોને મળતા સ્ટાઇપેન્ડના  મુદ્દે સરકાર દ્વારા કોઇપણ નિર્ણય ન લેવાતા હડતાલ પર તબીબો ઉતરી ગયા છે. તબીબોનું  કહેવુ છે કે NMCના નિયમ મુજબ એક સમાન સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી તથા વિદà«
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના ઇન્ટર્ન તબીબો શનિવારે હડતાળ પર ઉતરી ગયા હતા. સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દે ડોક્ટરો હડતાળ પર ગયા હતા. 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ડોક્ટરોને મળતા સ્ટાઇપેન્ડના  મુદ્દે સરકાર દ્વારા કોઇપણ નિર્ણય ન લેવાતા હડતાલ પર તબીબો ઉતરી ગયા છે. 
તબીબોનું  કહેવુ છે કે NMCના નિયમ મુજબ એક સમાન સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી તથા વિદેશથી અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓને  સ્ટાઈપેન્ડ અપાતું નથી.ઇન્ટર્નશીપ માટે 1 લાખ રુપીયાની ફી પણ લેવામાં આવે છે, જે ફી ગેરકાયદેસર છે. 
7.5 ટકા એટલે કે 18 બેઠકોને બદલે 135 FMG  એટલે કે ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ આપવામાં આવે છે અને તેમની પાસેથી 1 લાખ ફી લેવામાં આવે છે. તેમ છતા બી. જે મેડીકલ કોલેજમાં સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી. 
તેમનુ કહેવુ છે કે રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સહિતના અન્ય રાજ્યોમાં NMCના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવાની શરૂઆત કરાઈ છે જેમાં રાજસ્થાન 21000 રુપીયા, જમ્મુ કાશ્મીર 20000 રુપીયા સ્ટાઈપેન્ડ ચુકવે છે. પરંતુ ગુજરાતના વિધાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમે સ્થાનીક કક્ષાએ અને ગાંધીનગર સુધી રજુઆત કરી આવ્યા પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી ન છૂટકે અમારે હડતાળ કરવાની ફરજ પડી છે.
તબીબોનું કહેવું છે કે અમારી આ હડતાળ ચાલુ રહેશે અને જ્યાં સુધી અમને સ્ટાઈપેન્ડ નહી મળે અમે લડત આપીશુ. આ મુદ્દે ડો વલય પટેલનું કહેવું છે કે અમે ભણી ગણીને પગભર થયા છીએ. અમારો હક્ક હોવા છતા અમને સ્ટાઈપેન્ડ ન મળતા અમારે અમારા ઘરમાંથી પોકેટ મની અને અન્ય ખર્ચ માટે રુપિયા માગવા પડે છે જેથી  અમારા હક્કનું સ્ટાઈપેન્ડ અમને મળી રહે તો અમને મોટી રાહત મળશે.
Advertisement
Tags :
Advertisement

.