Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : કોંગ્રેસના નિલેશ કુંભાણીને ટાંકી BJP નેતાનો કટાક્ષ, લખ્યું- દેશને જરૂર છે..!

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના ખાતામાં સુરતની (Surat) બેઠક આવી છે. અપક્ષ ઉમેદવારોનાં રાજીનામા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા...
11:07 PM Apr 24, 2024 IST | Vipul Sen

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના ખાતામાં સુરતની (Surat) બેઠક આવી છે. અપક્ષ ઉમેદવારોનાં રાજીનામા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા છે. જો કે, આ ઘટના બાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં જતા રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે નિલેશ કુંભાણીને ટાંકી અમરેલી (Amreli) ભાજપના નેતા ડો. ભરત કાનાબારનું (Dr. Bharat Kanabar) એક ટ્વીટ ખૂબ ચર્ચામાં છે.

ડો. ભરત કાનાબારનું ટ્વીટ

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપના ખાતામાં આવી છે. નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) પર કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ (Congress High Command) દ્વારા આ મામલે રિપોર્ટ મગાવ્યો હોવાના પણ અહેવાલ છે. આ વચ્ચે હવે અમરેલી (Amreli) ભાજપના નેતા ડો. ભરત કાનાબારનું ટ્વીટ ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. ડો. ભરત કાનાબારે નીલેશ કુંભાણીને ટાંકી ટ્ટીવ કર્યું અને લખ્યું કે, નીલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચિંધ્યો છે...! ચૂંટણીમાં અંદરોઅંદર લડવાનો ફાયદો શું.....?

અમરેલી BJP ના નેતા ડો. ભરત કાનાબારનું ટ્વીટ વાઇરલ

'દેશને જરૂર છે 543 કુંભાણીઓની.....!!'

ડો. ભરત કાનાબારે (Dr. Bharat Kanabar) ટ્વીટ કરી લખ્યું કે, ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે 543 કુંભાણીઓની.....!! ચૂંટણી ખર્ચ બચાવવા ડો. કાનાબારે ટ્વીટ કરીને 543 નિલેશ કુંભાણી તરફ ઈશારો કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા (Dinesh Kachdia) પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દિનેશ કાછડિયાએ આરોપ લગાવતા કહ્યું કે, નિલેશ કુંભાણીએ લોકો પાસેથી મતનો અધિકારી છીનવી લીધો છે. તેમણે કહ્યું કે, વરાછા પોલીસ મથકમાં (Varachha police station) ફરિયાદ નહીં લેવામાં આવે તો આ મામલે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે.

 

આ પણ વાંચો - ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા

આ પણ વાંચો - Nilesh Kumbhani વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!

આ પણ વાંચો - Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!

Tags :
AMRELI BJPBharatiya Janata PartyBJPCongressCongress high commandDinesh KachdiaDr. Bharat KanabarGujarat FirstGujarat PoliticsGujarati NewsLok Sabha ElectionsMUKESH DALALNilesh KumbhaniVarachha Police Station
Next Article