Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : 11 જિલ્લામાં કુલ 59 ગુનાઓ પૈકી 18 માં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ

અમરેલી પોલીસને (Amreli Police,) મોટી સફળતા મળી છે. રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઊજ્જૈનથી વોન્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારિયાની ધરપકડ કરવામાં...
amreli   11 જિલ્લામાં કુલ 59 ગુનાઓ પૈકી 18 માં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ

અમરેલી પોલીસને (Amreli Police,) મોટી સફળતા મળી છે. રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઊજ્જૈનથી વોન્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમરેલીની (Amreli) LCB ના એસ.પી. હિમકરસિંહની ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને હંફાવતો આરોપી મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા કાર્યવાહી કરી ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂના સપ્લાયર અને રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ધીરેન અમૃતલાલ કારિયાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બાતમીના આધારે અમરેલી પોલીસે કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી લિસ્ટેડ આરોપી ધીરેન કારિયાની ધરપકડ કરી છે. ધીરેન મૂળ જુનાગઢ છે.

Advertisement

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપી સામે રાજ્યના અમરેલી, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને નર્મદા જિલ્લામાં અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. અમરેલી એસ.પી. હિમકરસિંહે સમગ્ર ગુન્હાની વિગત આપી હતી.  આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : થરાદમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંન્દનું ભવ્ય સ્વાગત, કર્યું આ આહ્વાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.