Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : હાથમાં બેનર, મોઢા પર માસ્ક...ઇન્ટર્ન ડોક્ટરોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, જાણો શું છે મામલો?

અમરેલીની (Amreli) શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરોએ (Intern Doctors) કલેક્ટર કચેરી બહાર અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાઇફંડ મુદ્દે ઇન્ટર્ન ડોક્ટરોએ હાથમાં બેનર લઈને મોઢા પર માસ્ક પહેરી મૌન રહી વિરોધ કર્યો હતો. ઇન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈફંડની (stipend) રકમ રૂ.10...
07:32 PM Jun 03, 2024 IST | Vipul Sen

અમરેલીની (Amreli) શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરોએ (Intern Doctors) કલેક્ટર કચેરી બહાર અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાઇફંડ મુદ્દે ઇન્ટર્ન ડોક્ટરોએ હાથમાં બેનર લઈને મોઢા પર માસ્ક પહેરી મૌન રહી વિરોધ કર્યો હતો. ઇન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈફંડની (stipend) રકમ રૂ.10 હજાર મળતી હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટર્સે સરકારી ધારાધોરણ મુજબ રૂ.18,200 સ્ટાઈફંડ આપવાની માંગણી કરી છે.

હાથમાં બેનર સાથે ઇન્ટર્ન ડૉક્ટરોએ વિરોધ કર્યો

ઓછું સ્ટાઇફંડ મળતું હોવાનો આરોપ

અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજના (Shantaba Medical College) ઇન્ટર્ન ડૉક્ટરોમાં સ્ટાઇફંડ (Intern Doctors) મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા કલેકટર કચેરી (collector's office) બહાર અનોખી રીતે ધરણાં પ્રદર્શન કર્યા હતા. ઇન્ટર્ન ડોક્ટરોએ હાથમાં બેનરો લઈ અને મોઢાં પર માસ્ક પહેરીને કોઈ પણ સૂત્રોચ્ચાર વગર મૌન ધારણ કરીને ધરણાં કર્યા હતા. માહિતી મુજબ, ઈન્ટર ડોક્ટરોને સ્ટાઈફંડની રકમ તરીકે રૂ10 હજાર મળતા હોવાથી નારાજગી છે.

કલેકટરને રૂબરૂ રજૂઆત કરતા ઈન્ટર ડોકટરો

કલેક્ટર કચેરીએ વિરોધ સાથે રજૂઆત કરી

ઇન્ટર્સ ડોક્ટરોનો આરોપ છે કે સરકારી ધારાધોરણની વિપરીત તેમને ઓછું સ્ટાઇફંડ આપવામાં આવશે. તેમની માગ છે કે સરકારી ધારાધોરણ મુજબ રૂ.18,200 આપવામાં આવે. આ માગની સાથે આજે અમરેલી (Amreli) કચેરી ખાતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ઇન્ટર ડોક્ટર્સનું કહેવું છે કે જ્યાં સુધી માગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ થયાવત રહેશે.

 

આ પણ વાંચો - VADODARA : “એક કિલો RDX લઇને ઉભો છું”, કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ આનંદો… હવે રિવરફ્રન્ટ પર મળશે આ ખાસ સુવિધા

આ પણ વાંચો - Amreli જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Tags :
AmreliBannerscollector's office AmreliGujarat FirstGujarati Newsintern doctorslower stipendShantaba Medical College
Next Article