Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : સાવરકુંડલામાં 1 હજાર ફૂટની ધ્વજા સાથે ભવ્ય રામ રથયાત્રા નીકળી, 3 હજાર દીવડાંથી લખ્યું 'શ્રી રામ', જુઓ Video

અયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીના (Amreli) સાવરકુંડલા ખાતે રામભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ, આચાર્યો, સાધુ-સંતો, મહંતો, ધારાસભ્ય અને રામભક્તોની હાજરીમાં...
amreli   સાવરકુંડલામાં 1 હજાર ફૂટની ધ્વજા સાથે ભવ્ય રામ રથયાત્રા નીકળી  3 હજાર દીવડાંથી લખ્યું  શ્રી રામ   જુઓ video

અયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીના (Amreli) સાવરકુંડલા ખાતે રામભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ, આચાર્યો, સાધુ-સંતો, મહંતો, ધારાસભ્ય અને રામભક્તોની હાજરીમાં 3 હજાર દીવડાંથી 'શ્રી રામ' લખી ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું.

Advertisement

અયોધ્યામાં ઐતિસાહિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમરેલીના (Amreli) સાવરકુંડલા (Savarkundla) ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજે સ્વામિનારાયણ ગુરુકુળમાંથી ભગવાન શ્રીરામની 1 હજાર ફૂટની ધ્વજા સાથે ભવ્ય રામ રથયાત્રા (Ram Rath Yatra) નીકળી હતી, જેમાં ધારાસભ્ય મહેશ કસવાલા (Mahesh Kaswala), Dysp હરેશ વોરા, ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સાથે દિલીપ સંઘાણીના નાનાભાઈ મુકેશ સંઘાણી સહિત સંતો, મહંતો, વિદ્યાર્થીઓ, આચાર્યોએ અને રામભક્તોએ ભાગ લીધો હતો. જ્યારે આ ભવ્ય રામ રથયાત્રા નીકળતી હતી ત્યારે સાવરકુંડલા શહેર રામમય બન્યું હતું અને જ્યાંથી આ રામ રથયાત્રા નીકળતી હતી ત્યાં લોકોએ પુષ્પવર્ષા કરીને રથયાત્રને વધાવી હતી. આ રામ રથયાત્રા શહેરભરમાં ફરીને જે.વી. મોદી હાઈસ્કૂલના પટાંગણમાં સમાપ્ત થઇ હતી.

Advertisement

સાવરકુંડલાને ભવ્ય રોશનીથી શણગારાયું

દરમિયાન નાના ભૂલકાંઓ રામ, લક્ષમણ, જાનકી અને પવન પુત્ર હનુમાનની વેશભૂષામાં અદભૂત લાગી રહ્યાં હતાં. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા સાવરકુંડલાને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે, સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે 3 હજાર દીવડાંઓથી 'શ્રી રામ' લખી ભવ્ય આરતી કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશ કસવાળા, Dysp હરેશ વોરા સહિતના રામ ભક્તોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો. સંધ્યા ટાણે દીવાઓથી લખાયેલા 'શ્રી રામ' ના અકલ્પનીય દ્રશ્યો સામે આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ કોઈએ વડોદરામાં સર્જાયેલ હોનારતમાં મૃતકોની આત્માની શાંતિ માટે મૌન રાખ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેયરે પત્ર લખી કલેક્ટર-કમિશનરને કરી આ ખાસ અપીલ

Tags :
Advertisement

.