ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં 'નો ફ્લાય ઝોન' જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) આવતીકાલે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) જાહેરનામું બહાર પાડીને મહત્ત્વની માહિતી આપી છે. જે મુજબ, આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ...
10:38 PM Feb 25, 2024 IST | Vipul Sen
સૌજન્ય: Google

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) આવતીકાલે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) જાહેરનામું બહાર પાડીને મહત્ત્વની માહિતી આપી છે. જે મુજબ, આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરમાં સાંજે 4 વાગ્યાથી 'નો ફ્લાય ઝોન' (No Fly Zone) જાહેર કરવામાં આવ્યો છે. આ નો ફ્લાય ઝોન 27 ફેબ્રુઆરીના રોજ રાતે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) ગુજરાતની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે 26 અને 27 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા માનવ રહિત રિમોટ કંટ્રોલ વિમાન, ડ્રોન જેવા સાધનોનો ગેરલાભ લઈ નેતાઓ, જનતાની સુરક્ષાને હાનિ ન પહોંચાડાય તે ઉદ્દેશ્ય સાથે અમદાવાદના તમામ વિસ્તારોમાં 'નો ફ્લાય ઝોન' (No Fly Zone) જાહેર કરવામાં આવ્યો છે.

આ સમયમાં 'નો ફ્લાય ઝોન' અમલી

અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ, 26 ફેબ્રુઆરી, 2024ના સાંજે 4 વાગ્યાથી લઈને 27 ફેબ્રુઆરી, 2024ના રાતના 12 વાગ્યા સુધી તમામ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, પેરા મોટર, હોટ એન્ડ બલુન અને પેરા જમ્પીંગ ચલાવવાની કે ઉપયોગ કરવાની મનાઈ ફરવાવવામાં આવી છે.

દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ સુધી સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે છે. આજે અમિત શાહના આગમન બાદ દમણના રસ્તા પરથી પસાર થયા તે વખતે તેમને આવકારવા દમણના લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે પ્રદેશમાં આગમન બાદ રાત્રિ રોકાણ પર દમણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ રોકાણ પણ દમણમાં છે.

આવતીકાલે દમણમાં વિવિધ સંગઠનો અને અગ્રણીઓ સાથે મુલાકાત અને બેઠક પણ કરશે .સાથે જ દાદરાનગર હવેલીના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમિત શાહ લાભાર્થી સંમેલનમાં પણ હાજરી આપીને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણીની ઘડીઓ વાગી રહી છે. ત્યારે ગૃહમંત્રીની આ મુલાકાતથી લોકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો -PM Modi in Gujarat : આવતીકાલે શિલાન્યાસ કાર્યક્રમ, રૂ.2400 કરોડ ખર્ચે કાલુપુર, મણિનગર સહિતના રેલવે સ્ટેશનની કાયાપલટ થશે 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad City PoliceGujaratGujarat FirstGujrati NewsNo Fly ZonePrime Minister Narendra ModiUnion Home Minister Amit Shah
Next Article