Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amit Shah : સાબરકાંઠામાં આંતરિક જૂથવાદને નાથવા ગાંધીનગરમાં મંથન, અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલકાતે છે. અમિત શાહ...
09:18 PM Apr 30, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલકાતે છે. અમિત શાહ તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) નરોડા ખાતે વિશાળ જનસભાને સંબોધશે, જ્યારે આ પહેલા ગાંધીનગરમાં સાબરકાંઠા (Sabarkantha) લોકસભાના હોદ્દેદારો સાથે તેમણે મહત્ત્વની બેઠક કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં નરોડા (Naroda) ખાતે થોડી જ વારમાં અમિત શાહ જનસભાને સંબોધિત કરશે. અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના (Hasmukh Patel) સમર્થનમાં આ સભા યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, પાર્ટી નેતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા છે. આ પહેલા ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે હિંમતનગર લોકસભા બેઠક માટે મેરેથોન બેઠક કરી હતી. ગાંધીનગરની (Gandhinagar) પથિકાશ્રમ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

PM મોદીની સભા પહેલા મહત્ત્વની બેઠક

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ બેઠકમાં અમિત શાહે સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે સતત 3 કલાક સુધી ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા સીટ પર આવતી વિધાનસભાના તમામ ધારાસભ્યો પણ રહ્યા હાજર. બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના આંતરિક જૂથવાદને નાથવા માટેના પ્રયાસો અંગે ચર્ચા થઈ હોવાની માહિતી છે. એવા પણ અહેવાલ છે કે, ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) લોકસભાની તમામ વિધાનસભાના હોદ્દેદારો સાથે બેઠકો કરી હતી. ધારાસભ્યો અને મુખ્ય હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરી હોવાની માહિતી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે જનસભા સંબોધવાના છે. ત્યારે તેમની જનસભા પહેલા આ બેઠકને મહત્ત્વની માનવામાં આવી રહી છે.

વેજલપુર વોર્ડની મહિલાઓએ અનોખી રીતે સમર્થન કર્યું

ગાંધીનગર (Gandhinagar) બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહને મહિલાઓએ અનોખી રીતે સમર્થન કર્યું. વેજલપુર (Vejalpur) વોર્ડની મહિલાઓએ હાથમાં મહેંદી મૂકીને અનોખી રીતે પ્રચાર કર્યો. 70 મહિલાઓએ હાથમાં 'જય શ્રી રામ' સાથે કમળના નિશાનની મહેંદી મૂકાવીને અમિત શાહ માટે સમર્થન દર્શાવ્યું હતું. મહેંદી મૂકી મહિલાઓએ 'અબ કી બાર 400 પાર' ના નારા લગાવ્યાં હતાં. મહિલાઓએ જણાવ્યું કે, મતદાન દિવસે સવારે 8 વાગે તેઓ મતદાન કરશે અને મતદાન કર્યા પછી જ જમશે તેવી ટેક લીધી છે. આ સાથે મહિલાઓએ ગૃહમંત્રી અમિત શાહનો 10 લાખથી વધુ મતોથી ભવ્ય વિજય થશે તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

આ પણ વાંચો - AMIT SHAH IN GUJARAT: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

આ પણ વાંચો - Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

Tags :
AhmedabadAmit Shah in GujaratBhupendra PatelBJPGandhinagarGujarat FirstGujarat PoliticsGujarati NewsHarsh SanghviHasmukh Pateljai shri ramNarodapm narendra modiSabarkanthaUnion Home Minister Amit ShahVejalpur ward
Next Article