Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji Parikrama : આજે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ, અત્યાર સુધી 4.25 લાખ માઈભક્તોએ દર્શન કર્યાં

ગુજરાત (Gujarat) અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલા અને શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji TirthDham). પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024' નો પ્રારંભ થયો છે. આ પરિક્રમા મહોત્સવ (Ambaji Parikrama)...
ambaji parikrama   આજે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ  અત્યાર સુધી 4 25 લાખ માઈભક્તોએ દર્શન કર્યાં

ગુજરાત (Gujarat) અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલા અને શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji TirthDham). પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024' નો પ્રારંભ થયો છે. આ પરિક્રમા મહોત્સવ (Ambaji Parikrama) દરમિયાન લાખો ભક્તો જગતજનની આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને ધન્ય થાય છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ પણ મળી રહ્યો છે. આજે અંબાજી ગબ્બર પરિક્રમાનો ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં 4.25 લાખથી વધુ ભકતોએ માતાજીના દર્શન કર્યા છે.

Advertisement

બનાસકાંઠાના (Banaskantha) અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવમાં (Ambaji Parikrama) દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે. ત્યારે પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે. આજે ચામર યાત્રા અને ધ્વજા યાત્રા યોજાશે. ઉપરાંત, આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) હાજર રહેશે. છેલ્લા બે દિવસ દરમિયાન લાખો ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. માહિતી મુજબ,બે દિવસમાં 4.25 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. માઈભક્તો માટે સરકાર દ્વારા પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. માઈભક્તો માટે વિના મૂલ્યે એસટી સવારી અને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

Advertisement

તંત્ર દ્વારા માઈભક્તો માટે ઉત્તમ વ્યવસ્થા કરાઈ

અંબાજી પરિક્રમાના (Ambaji Parikrama) પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જાણીતી મહિલા સિંગર સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) હાજર રહ્યા. સાથે જ અન્ય કલાકારોએ પણ હાજર આપી હતી. તંત્ર દ્વારા આ વખતે પણ માઈભક્તોને કોઈ અસુવિધા ના થાય તે માટે પરિવહન, ભોજન, રોકાવવાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. સાથે સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માહિતી મુજબ, પ્રથમ દિવસે 750 બસોમાં મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Food Poisoning : નિકોલની ફૂડ પોઇઝનિંગની ઘટનામાં રેસ્ટોરન્ટને ફટકારાયો આટલો દંડ

Tags :
Advertisement

.