Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું

આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે જો તમે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Ambaji) જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, ચૈત્રી નવરાત્રિ દરમિયાન...
ambaji   ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર  સંતોનું સામૈયું કરાયું

આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે જો તમે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Ambaji) જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, ચૈત્રી નવરાત્રિ દરમિયાન આદ્યશક્તિ મા અંબાજીના દર્શન કરવા માટે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટી પડે છે, જેથી સ્થાનિક તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિનાં ભાગરૂપે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં (Darshan timings in Ambaji Temple) ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) મંદિરે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રીના ભાગરૂપે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પહેલા દિવસે સવારે 9:15 થી 9:45 સુધી અંબાજી મંદિરમાં ઘટસ્થાપના વિધિ કરાશે. અંબાજી મંદિરમાં કોટેશ્વર નદીનું (Koteshwar River) જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ઘટસ્થાપના કરાશે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન 16 એપ્રિલે ચૈત્રી આઠમની સવારે 6 કલાકે અંબાજી મંદિરમાં મંગળા આરતી (Mangala Aarti) કરવામાં આવશે. જ્યારે, 23 એપ્રિલે ચૈત્રી પૂનમે સવારે 6 કલાકે મંગળા આરતી અને અન્ય ધાર્મિક વિધિ યોજાશે.

9 એપ્રિલથી અંબાજી મંદિરમાં દર્શનનો સમય :-

. સવારે મંગળા આરતી :- 7 થી 7:30
. સવારે દર્શન :- 7:30 થી 11:30
. રાજભોગ :- 12 વાગે
. બપોરે દર્શન:- 12:30 થી 4:30
. સાંજની આરતી:- 7 થી 7:30
. સાંજના દર્શન :- 7:30 થી રાત્રે 9 સુઘી
. 16 એપ્રિલે ચૈત્રી આઠમે સવારે 6 વાગે મંગળા આરતી
. 23 એપ્રિલે ચૈત્રી પૂનમે સવારે 6 વાગે મંગળા આરતી

Advertisement

અંબાજીમાં સંતોનું સામૈયું કરાયું

અંબાજીના 2 પૂજનીય સંતોની નિર્વાણ તિથિએ (Nirvana Tithi) ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી યાત્રાધામ અંબાજીમાં ભવ્ય સંતોનો મેળાવડો જોવા મળ્યો હતો. મગનરામ મહારાજની (Maganram Maharaj) 44 મી તિથિ અને ખેમીબા મહારાજની (Khemiba Maharaj) 13 મી તિથિએ અંબાજી ધામ ભક્તિમય બન્યું હતું. બાલાજીનગરથી અંબાજી શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ઘોડા, ઊંટ, બગી, ડીજે, ઢોલ અને નગારા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દરમિયાન, સંતોનું સામૈયું કરાયું હતું. ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. ભજન-કીર્તન અને ભોજન-ભંડારોનું આયોજન પણ કરાયું હતું.

આ પણ વાંચો - Shaktipeeth Bahucharaji : 9 મીથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ, માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે

Advertisement

આ પણ વાંચો - CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

આ પણ વાંચો - Chaturgrahi Yoga : 50 વર્ષ પછી સર્જાનારા યોગથી આ રાશિઓને થશે અઢળક લાભ

Tags :
Advertisement

.