Gujarat: શક્તિપીઠ અંબાજીને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અપાયું નિમંત્રણ
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શરું તૈયારીઓ
ભારત દેશમાં ભગવાન રામની ઓળખ સૌથી વધુ અને સૌથી મહત્વની રહી છે. ભારત જેવા દેશમાં ભગવાન રામના નામે સૌથી વધુ યાત્રાઓ દરેક રાજ્યમાં નીકળી હશે, ત્યારે હવે 2024 માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવાનું છે. તેથી અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામા ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિરમા ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને જેમ લગ્ન માં કંકુ ચોખાની પત્રિકા અનેક મંદિરો માં પહોચાડાતી હોય છે.
અંબાજીને આપવામાં આવ્યું નિમંત્રણ
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માંઅંબેને નિમંત્રણ અર્થે પહોંચાડવામાં આવી અને મંદિરમાં તેમજ માતાજીની ગાદી ઉપર અક્ષત કળશ પૂજન પણ કરવામાં આવ્યું હતું. આગામી 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી અનેક રામ ભક્તો અયોધ્યા પહોંચે તે માટે તમામ હિંદુઓના ઘરે અક્ષત એટલે કે ચોખા ઘરે-ઘરે પહોંચાડવાનું મહાઅભિયાન પણ શરુ થશે.
અંબાજી મંદિરનું ખાસ મહત્વ દેશમાં
શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં સતયુગના સમયમાં ભગવાન રામે રાવણનો વધ કરવા માટે માં અંબા પાસે અજય બાણ માગ્યું હતું અને ત્યારબાદ રાવણનો વધ થયો હતો. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. અંબાજી ખાતે પણ પેટ્રોલ પંપની બાજુમાં રામ મંદિર બની રહ્યું છે.
અહેવાલ શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો: રેલવેમાં લાખો પોસ્ટ માટે ભરતી થશે, જાણો… ક્યારે અને કેવી રીતે અપલાઈ કરાશે ?