Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : IIM વિસ્તારમાં 90 ઘટાદાર વૃક્ષોનું નિકંદન! સ્થાનિકોમાં ભારે વિરોધ

Ahmedabad : એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તાપમાન પણ 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે સૂરજના તાપથી પૃથ્વી અને માનવજીવનનું અસ્તિત્વ સાચવતા એવા વૃક્ષોનું (trees) નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, IIM વિસ્તારમાં...
ahmedabad   iim વિસ્તારમાં 90 ઘટાદાર વૃક્ષોનું નિકંદન  સ્થાનિકોમાં ભારે વિરોધ

Ahmedabad : એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તાપમાન પણ 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે સૂરજના તાપથી પૃથ્વી અને માનવજીવનનું અસ્તિત્વ સાચવતા એવા વૃક્ષોનું (trees) નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, IIM વિસ્તારમાં 90 જેટલા વૃક્ષો પર ચોકડી મારવામાં આવી છે અને આ ચોકડી જ્યાં મારી છે એ તમામ ઝાડ કાપી નાખવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે.

Advertisement

IIM વિસ્તારમાં 90 વૃક્ષો પર ચોકડી મારવામાં આવી

એક તરફ સરકાર દ્વારા 'વૃક્ષો વાવો અને ઑક્સિજન મેળવો' નું સૂત્ર આપવામાં આવે છે ત્યારે બીજી તરફ માનવ વસ્તી વધી રહી છે અને વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ખાસ અમદાવાદના (Ahmedabad) IIM વિસ્તારમાં આવેલ 90 જેટલા વૃક્ષો પર ચોકડી મારવામાં આવી છે અને આ ચોકડી જ્યાં મારી છે એ તમામ ઝાડ કાપી નાખવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે.

સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ

રાત્રિ દરમિયાન IIM ખાતે વૃક્ષો કાપવાનો સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરતા આખરે AMC તંત્રે ઝાડ (trees) કાપવાની કામગીરી અટકાવી હતી. પરંતુ, એ વાત ચોક્કસ છે કે આ જ વિસ્તારમાં AMC એ બોર્ડ લગાવાયા હતા કે 'લાખો વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ અને ઑક્સિજન મેળવવીએ' પરંતુ IIM વિસ્તારમાં આવેલા ઘટાદાર વૃક્ષોને કાપવા માટે થડ પર તંત્ર દ્વારા ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે. એક વાત ચોક્કસ છે જો આમને આમ વૃક્ષો કપાશે તો તે દિવસ દૂર નથી કે જ્યારે ગરમી તેના ચરમસીમાએ પહોંચશે અને માનવજીવન સંકટમાં મૂકાઈ જશે.

Advertisement

અહેવાલ : સચિન કડિયા

આ પણ વાંચો - Gujarat High Court : ગુનાઓમાં પોલીસની સંડોવણીથી HC લાલઘૂમ, કહ્યું – વર્દીનું સન્માન કરો..!

Advertisement

આ પણ વાંચો - CM : આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

આ પણ વાંચો - PGVCL Scam : વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં PGVCL એક્શન મોડમાં, કરી આ મોટી કાર્યવાહી

Tags :
Advertisement

.