Ahmedabad : શહેરનાં પોશ વિસ્તારમાં લૂંટારુઓ બેફામ, પોલીસની કામગીરી સામે સવાલ!
અમદાવાદ (Ahmedabad) શહેરનાં ઝોન 1 વિસ્તારમાં આવતો પોશ વિસ્તારની અંદર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પોશ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ ( Police Patrolling) અને તેમની કામગીરી સામે એટલે સવાલો ઊભા થઈ રહ્યા છે કે એ વિસ્તારોમાંથી હાલમાં જ ઘરફોડ ચોરી અને રસ્તે જતો વેપારી લૂંટાયો હતો.
શહેરનાં પોશ વિસ્તારમાં આવેલા ઘાટલોડિયામાં (Ghatlodia) રહેતા એક વાસણની દુકાન ધરાવતા વેપારી શનિવારે પોતાના ધંધાનાં વકરાની કુલ રકમ 1.75 લાખ રૂપિયા એક થેલામાં લઈને જતા હતા. દરમિયાન, સન એન્ડ સ્ટેપ ક્લબ નજીક બાઇક પર આવેલા બે શખ્સોએ રૂપિયા ભરેલો થયેલો લૂંટીને ફરાર થઈ ચૂક્યા હતા, જ્યારે વેપારી દિનેશભાઈ થેલો ખેંચતા રૂપિયા નીચે પડી ગયા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
CG રોડ પર કપડાંના શોરૂમમાંથી રૂ. 2.8 લાખની ચોરી
શહેરનાં પોશ વિસ્તારમાં બીજા એક બનાવમાં CG રોડ (CG Raod) પર આવેલી કપડાંના શોરૂમમાંથી 2.8 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. અડાલજમાં રહેતા કનુભાઈ જેઠવાણી કે જેમની સીજી રોડ પર બડી નામની કપડાંની દુકાન છે અને જે દુકાનમાં ગત 6 જુલાઈનાં રોજ તાળુ તૂટેલું હતું. દુકાનમાંથી લૂંટારુંએ 5 લેપટોપ અને રોકડ મળીને કુલ 2.8 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે (Navarangpura Police) ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોશ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો!
અમદાવાદના (Ahmedabad) પોશ વિસ્તાર ગણાતા CG રોડ, વસ્ત્રાપુર (Vastrapur) અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બનતી ઘટનાઓમાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે, જોવાનું રહેશે કે નિષ્ક્રિય થયેલા ઝોન-1નાં પોલીસ કર્મચારીઓ અને LCB ની ટીમ કેટલા સમયમાં ગુનાનો ભેદ ઉકેલ શકે છે. જો કે, CCTV ના આધારે તપાસ તો શરૂ કરી છે પરંતુ અમુક વિસ્તાર સુધી CCTV કાર્યરત હોવાને લઈને હવે આગામી સમયમાં કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે જોવાનું મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો - Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, શહેરીજનોની આતુરતાનો આવ્યો અંત!
આ પણ વાંચો - Mehsana : ‘નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા…’ : નીતિન પટેલ
આ પણ વાંચો - Rajkot Gamezone fire : TPO સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની થશે તપાસ, બિલ્ડર લોબીમાં ફફડાટ!