Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના, લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો!

Ahmedabad : શહેરનાં નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા ભાવી બનેવીનાં ઘરે સાળો અને મંગેતર રહેવા આવ્યા હતા. સાળો ધોરણ 11 માં અવલ્લ નંબરે પાસ થયો હોવાથી બનેવી સહિતના લોકોએ પાર્ટીની માગણી કરી હતી, જેથી બનેવી અને તેનો ભાઇ સહિત ચાર લોકો...
ahmedabad   નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના  લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો

Ahmedabad : શહેરનાં નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા ભાવી બનેવીનાં ઘરે સાળો અને મંગેતર રહેવા આવ્યા હતા. સાળો ધોરણ 11 માં અવલ્લ નંબરે પાસ થયો હોવાથી બનેવી સહિતના લોકોએ પાર્ટીની માગણી કરી હતી, જેથી બનેવી અને તેનો ભાઇ સહિત ચાર લોકો માણેકચોક જમવા ગયા હતા, જ્યાં સાળો પર્સ ભૂલી ગયો હોવાથી બનેવીને રૂ. 590 આપવા કહ્યું હતું. આ મામલે તકરાર થતાં મંગેતરને ભાવી પતિ, સસરા, દીયર, સાસુ સહિતનાં લોકોએ ફટકારી હતી. મારથી બચવા મંગેતર ભાગી હતી અને છઠ્ઠા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાવી પતિ સહિતનાં સાસરિયાં સામે આત્મહત્યા (suicide) માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

Advertisement

મૃતક યુવતી ભાઈ સાથે સાસરીએ ગઈ હતી

કચ્છ-ભૂજ ખાતે પારૂલબેન મુકેશભાઇ સોની પોતાના પતિ, દીકરી પલક (ઉં.વ.19) અને દીકરા દિવ્ય સાથે રહે છે. દીકરો દિવ્ય ધો-12માં વિસનગર (Visnagar) સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે, દીકરી પલક કોલેજનાં બીજા વર્ષમાં વિવેકાનંદ કોલેજ, અમદાવાદ (Ahmedabad) ખાતે અભ્યાસ કરતી હતી. દોઢ વર્ષ પહેલાં જ પલકની સગાઇ પાર્થ સંજયભાઇ સોની (રહે.નરોડા) સાથે થઇ હતી, જેથી પલક અવારનવાર સાસરીમાં આવતી જતી હતી. 24 એપ્રિલ 2024 ના રોજ પલક તથા તેનો ભાઇ દિવ્ય નરોડા ખાતે રહેવા આવ્યા હતા. ત્યાંથી જ પલક કોલેજની પરીક્ષા આપતી હતી.

સાળાએ જીજાજીને રૂ. 590નું બિલ ચુકવવાનું કહેતા ઝઘડો થયો

દિવ્યનો 4 મેના રોજ સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો હોવાથી જીજાજી પાર્થ અને તેના માતા-પિતા પાર્ટી માંગતા હતા. તેથી દિવ્ય, પાર્થ, પલક અને દેવાંગ (પાર્થનો ભાઇ) માણેકચોક (Manekchowk) ખાતે જમવા ગયા હતા. તે સમયે દિવ્ય પાસે પૈસા ન હોવાથી બનેવી પાર્થને બિલનાં રૂ. 590 આપવા જણાવ્યું હતું. ત્યારે પાર્થે પલકને સંભળાવવા લાગ્યો હતો. પલકે ભાઇ વતી બિલ ચુકવી દીધું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી નિકળ્યા હતા. ત્યારે બાઇક પર પણ પાર્થ પલક સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, તમે ભીખારી છો. ઘરે પરત આવ્યા બાદ પલકે તેના ભાઇને કપડાં પેક કરી મામાનાં ઘરે વિસનગર (Visnagar) જવા માટે કહ્યું હતું. તેથી પાર્થ તેનો ભાઇ દેવાંગ રૂમમાં આવી ગયા હતા અને ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યા હતા. આ સમયે સંજયભાઇ (પાર્થના પિતા) અને માતા ભાવનાબહેને ઘરનો દરવાજો બંધ કરી ટીવીનો અવાજ વધારી દીધો હતો.

Advertisement

જીવ બચવવા યુવતી છઠ્ઠા માળે પહોંચી અને નીચે પટકાઈ

સંજયભાઇએ જણાવ્યું હતું કે, તમારી હિંમત કેવી રીતે થઇ અમને પૂછ્યા વગર ઘરમાંથી જવાની અને મામા સાથે ફોન પર વાત કરવાની. ઉપરાંત, પલકનાં માતા-પિતા વિશે જેમ ફાવે તેમ તેઓ બોલવા લાગ્યા હતા. આ સમયે પલકે ફોન શરૂ કરતા મામાએ બધુ સાંભળ્યું હતું. ફોન અંગે સંજયભાઇને ખબર પડતા તેમણે પલકનાં વાળ પકડી ફટકારી હતી. ઉપરાંત, દિવ્યને પણ માર માર્યો હતો, જેથી પલક મારથી બચવા માટે ભાગી હતી અને ત્યારે તેની પાછળ સંજયભાઇ, પાર્થ સહિતનાં લોકો દોડ્યા હતા. ત્યારે પલક છઠ્ઠા માળની ગેલેરીમાં પહોંચી હતી અને નીચે પટકાઇ હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. ત્યારે પાર્થનાં પરિવારે દિવ્યને ધમકાવ્યો હતો અને પલક (Palak Soni Case) જાતે પડી ગઇ તેમ કહેવા દબાણ કર્યું હતું. જો કે, આ મામલે દિવ્યએ પોતાનાં માતાને જાણ કરી હતી. પારુલબેને આ મામલે પાર્થ સંજયભાઇ સોની, સંજયભાઇ લવજીભાઇ સોની, ભાવનાબેન સંજયભાઇ સોની અને દેવાંગ સંજયભાઇ સોની સામે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે (Naroda Police) તપાસ આદરી છે.

અહેવાલ - પ્રદીપ કચિયા, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો - E-bike blast : સુરતમાં ચાર્જિંગ વખતે લાગી આગ, નજીક પડેલો LPG સિલિન્ડર પણ ફાટ્યો, 1 યુવતીનું મોત

આ પણ વાંચો - VADODARA : ધમકી સાચી પડી, જાહેરમાં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા

આ પણ વાંચો - CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

Tags :
Advertisement

.