Ahmedabad : ભારે ઉકળાટથી શહેરીજનોને મળી રાહત, વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ (Gujarat Monsoon) શરૂ કરી છે. વિવિધ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. માહિતી મુજબ, શહેરનાં જુહાપુરા (Juhapura), સરખેજ, વેજલપુર, ગોતા, રાણીપ, નવરંગપુરા, એસ.જી. હાઇવે (SG Highway) સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી, તીવ્ર બફારાથી શહેરીજનોએ રાહત અનુભવી છે.
શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ
જણાવી દઈએ કે, છેલ્લા ઘણાં દિવસથી અમદાવાદમાં (Ahmedabad) તીવ્ર બફારાથી લોકો ખૂબ જ ત્રસ્ત હતા અને વરસાદ પડે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ (Rain) નોંધાયો છે. માહિતી મુજબ, જુહાપુરા, સરખેજ, વેજલપુર, ગોતા (Gota), રાણીપ, નવરંગપુરા (Navarangpura), એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં
ભારે ઉકળાટનો સામનો કરી રહેલા અમદાવાદીઓને રાહત
વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી ભારે ઉકળાટનો સામનો કરી રહેલા અમદાવાદીઓને રાહત મળી છે. જો કે, ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાયાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો - Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ
આ પણ વાંચો - Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના
આ પણ વાંચો - Gondal : 100 વર્ષ જૂની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી, કોન્ટ્રાક્ટરને ફટકારાઈ નોટિસ