Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા જવા રવાના, પ્રથમ વખત કરશે શ્રી રામલ્લાનાં દર્શન

Ahmedabad : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) સત્ર પૂર્ણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ આજે અયોધ્યાનાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર (Ram Temple) જવા માટે રવાના થયા છે. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ આજે રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન...
08:54 AM Mar 02, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

Ahmedabad : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) સત્ર પૂર્ણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ આજે અયોધ્યાનાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર (Ram Temple) જવા માટે રવાના થયા છે. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ આજે રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન કરશે અને આશીર્વાદ મેળવશે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા તમામ મંત્રીઓ રામલ્લાનાં (Lord Ramalla) દર્શન કરશે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર અયોધ્યા પહોચ્યું છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ મંત્રીમંડળ સાથે અયોધ્યા ધામ પહોંચશે અને ત્યાંથી એક્સક્લુઝિવ માહિતી દર્શકો સુધી પહોંચાડશે.

ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થતા રાજ્યનું મંત્રીમંડળ આજે અયોધ્યા (Ayodhya) જશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary), ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત તમામ મંત્રીઓ, દંડક આજે અયોધ્યા જવા રવાના થશે. અયોધ્યા પહોંચીને તમામ મંત્રીમંડળ ભગવાન રામલ્લાનાં (Lord Ramalla) દર્શન કરી આશીર્વાદ મેળવશે. માહિતી મુજબ, નેતા ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar), વિજય સોલંકી, રમણ પટેલ, કુબેર ડીંડોર (Kuber Dindor), ભાનુબેન બાબરિયા, જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) સહિતના કેટલાક નેતાઓ હાલ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. સવારે 9.10 વાગ્યાની ફ્લાઇટમાં મંત્રીઓ અયોધ્યા જવા માટે રવાના થશે. અયોધ્યા બાદ મંત્રીમંડલ લખનૌ જવા રવાના થશે.

અયોધ્યા બાદ લખનૌ જશે મંત્રીમંડળ

લખનૌથી (Lucknow) સાંજે તમામ મંત્રીઓ ગુજરાત (Gujarat) પરત આવશે. માહિતી મુજબ, સાંજે 6.20 ની ફલાઈટમાં તમામ મંત્રીઓ અમદાવાદ (Ahmedabad) આવવા રવાના થશે. જ્યારે રાત્રીના 8 વાગ્યે તમામ મંત્રીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમવાર ગુજરાતનું સમગ્ર મંત્રીમંડળ ભગવાન રામલ્લાના દર્શને જઈ રહ્યું છે. સૂત્રો મુજબ, અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યાં બાદ મંદિરના નિર્માણકાર્યને નિહાળશે. સાથે ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે. વિધાનસભાનું બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ ફરી અયોધ્યા ધામ પહોંચશે. મંત્રીમંડળ સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ અયોધ્યા ધામ જશે અને ત્યાંથી દરેક પળની એક્સક્લુઝિવ માહિતી દર્શકો સુધી પહોંચાડશે.

અગાઉ મંત્રીમંડળે મા અંબાના કર્યા હતા દર્શન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીમંડળ અંબાજી ધામ (Ambaji Dham) પહોંચ્યું હતું અને મા અંબાના દર્શન કરી ગબ્બર પર માતાજીનાં આશીર્વાદ મેળવ્યાં હતાં. અંબાજીમાં (Ambaji) 51 શક્તિપીઠ પરિક્રમાંના ચોથા દિવસે સમગ્ર મંત્રીમંડળ મા અંબાનાં ધામ પહોંચ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) સહિતના નેતાઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ પણ વાંચો - Gondal: તબીબ દંપતીના કજીયામાં નવો વળાંક, પતિએ લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ

Tags :
Ahmedabad AirportAmbaji DhamAssembly Speaker Shankar ChaudharyAyodhyaChief Minister Bhupendra PatelGujarat FirstGujarat Legislative AssemblyGujarat State Council of MinistersGujarati NewsHome Minister Harsh SanghviJagdish VishwakarmaLok Sabha ElectionsLord RamallaLucknowRam temple
Next Article