Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય,100 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે રહેશે બંધ

TRAFFIC SIGNALS : ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે (Traffic Department) સારો નિર્ણય કર્યો છે. અમદાવાદના 100 જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે ચાર રસ્તા પર...
ahmedabad  ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય 100 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે  રહેશે બંધ

TRAFFIC SIGNALS : ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે (Traffic Department) સારો નિર્ણય કર્યો છે. અમદાવાદના 100 જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે ચાર રસ્તા પર માત્ર યલો લાઈટ બ્લિંક કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ (TRAFFIC SIGNALS)હાલતમાં છે.તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12-4 વાગ્યા સુધી બ્લિકર મુકવામાં આવશે.આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે જેથી ટ્રાફિકનુ નિયમન પણ થઈ શકે.આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.

Advertisement

અગામી સમયમાં ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે

અમદાવાદ (AHMEDABAD )શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે. જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે. પેટ્રોલ પણ બચશે અને ગરમી વચ્ચે કે કોઈ પણ સમયે વધુ સમય વાહનચાલકોએ ઉભા રહેવુ નહી પડે.

Advertisement

ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ

અમદાવાદ (AHMEDABAD )શહેરનો વિસ્તાર અને વસ્તી બને સતત વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે જટિલ બનતી જઈ રહી છે. તેવામાં આ સિસ્ટમ લોકોને મદદરૂપ બની રહેશે, કોર્પોરેશનના ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેના ભાગ રૂપે શહેરમાં 30 ટ્રાફિક જંકશનના સર્વે અને ડિઝાઈન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. તેમજ 19 જંકશનની ડિઝાઈન તૈયાર પણ થઈ ગઈ છે. અને તેમા પણ 9 જંકશન પર ડિમાર્કેશનની કામગીરી થઈ ગઈ છે. તો આ સાથે જ આર્ટિફીસલ ઈન્ટેલિજન્ટ સિસ્ટમની મદદથી લોકોને ગંદકી કરવા, ટ્રાફિક સિગ્નલ ભંગ કરવા. જેવા અનેક કારણોસર દંડ કરવામાં આવશે. ત્યારે તે સિસ્ટમ સાથે આ સિસ્ટમ આવવાને લઈને લોકો પણ આ નવી સિસ્ટમને આવકારી રહ્યા છે.

Advertisement

આ  પણ  વાંચો  - IDAR : માથાસુર ગામના શિક્ષકે દારૂડિયાઓના ત્રાસથી લીધું પોલીસનુ શરણ

આ  પણ  વાંચો  - દિવસે અંગ દઝાડતી ગરમી, રાત્રે પણ વધ્યો ગરમીનો કહેર

આ  પણ  વાંચો  - Bharuch : ઉનાળામાં અજાણ્યા શખ્સની તરસ બુજાવી વૃદ્ધાને ભારે પડી

Tags :
Advertisement

.