ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : આંગડિયા પેઢીની 1 મહિના સુધી આરોપીઓએ કરી રેકી, પછી ઘડ્યો લૂંટનો માસ્ટર પ્લાન!

અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં લૉ-ગાર્ડન (Law-Garden) પાસે થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. રિક્ષામાં જઈ રહેલા કર્મચારીને બાઇસવાર કેટલાક અજાણ્યા શખ્સોએ આંતરી કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નાંખી લાખો રૂપિયાથી ભરેલ બેગ લૂંટી ઇસમો ફરાર થયા હતા. આ કેસમાં...
04:28 PM Jul 17, 2024 IST | Vipul Sen

અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં લૉ-ગાર્ડન (Law-Garden) પાસે થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. રિક્ષામાં જઈ રહેલા કર્મચારીને બાઇસવાર કેટલાક અજાણ્યા શખ્સોએ આંતરી કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નાંખી લાખો રૂપિયાથી ભરેલ બેગ લૂંટી ઇસમો ફરાર થયા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) 2 આરોપીને રાઉન્ડઅપ કર્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં મસમોટા ખુલાસા થયા છે.

લૉ-ગાર્ડન પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો

અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં લૉ-ગાર્ડન પાસે 10 જુલાઈના રોજ રિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બાઇકસવાર અજાણ્યા ઇસમોએ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા (Danilimda) નજીકથી 2 આરોપીને રાઉન્ડઅપ કર્યા હતા અને પૂછપરછ કરી હતી. આ કેસની વિગત આપતા ACP ભરત પટેલે (ACP Bharat Patel) જણાવ્યું હતું કે, 10 જુલાઈના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં (Ellisbridge Police Station) ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા 1 મહિનાથી આર. કાંતિલાલ આંગડિયા પેઢીની રેકી કરતા હતા.

આરોપીઓ પાસેથી કુલ 36.50 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓ પાસેથી કુલ 36.50 લાખનો મુદ્દામાલ જપ્ત

ACP ભરત પટેલે આગળ જણાવ્યું કે, આ કેસમાં જબ્બર ઇકબાલ અને મહંમદ જાવેદ બંને આરોપીની (ઉંમર 38 વર્ષ) ધરપકડ છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને દાણીલીમડાથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ આંગડિયા પેઢીનાં કર્મચારીઓની રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ પાસેથી કુલ 36.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ જાન્યુઆરી, 2023 દરમિયાન આરોપી મહંમદ જાવેદે જમાલપુર (Jamalpur) વિસ્તારમાં આંગડિયા પેઢીનાં કર્મચારીને માર મારી લૂંટી આંચરી હોવાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ હતી. આરોપીએ પૂછપરછમાં એક્ટિવા ચોરી, 2 લૂંટ સહિત કુલ 3 ગુનાની કબૂલાત કરી છે. આરોપીઓએ કુલ 40 લાખની લૂંટ કરી હતી, જે પૈકી રૂ. 4 લાખથી પોતાનાં દેવાની ચૂકવણી કરી હતી.

 

આ પણ વાંચો - Ahmedabad : મેટ્રો સિટીમાં ધોળા દિવસે એક પછી એક લૂંટની ઘટના, કયાંક ફાયરિંગ તો ક્યાંક આંખમાં મરચું નાંખ્યું

આ પણ વાંચો - Porbandar : કુછડીવાડીમાંથી 630 પેટી દારૂ-બિયર મોટો જથ્થો ઝડપાયો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો - Kutch : ફરાર અને ફરજ મોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ

Tags :
ACP Bharat PatelAhmedabadAngadia firmCrime BranchCrime NewDanilimdaEllisbridge AreaEllisbridge Police StationGujarat FirstGujarati NewsLaw GardenRobbed
Next Article