Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાણીલીમડા બેઠકની તસવીર અને તાસીર, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
દાણીલીમડા બેઠકની તસવીર અને તાસીર  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022)ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે અને તેના પડઘા ચોતરફ સંભળાઇ રહ્યા છે. પ્રચારથી લઇને સભા-સંબોધનોથી રાજ્યમાં ઠેરઠેર નેતાઓના જમાવડાઓ લાગી રહ્યા છે. ત્યારે રાજ્યની દરેક બેઠકનું પરીણામ અને મહત્વ રાજકીય રીતે અલગ અલગ છે. આજે અમે તમને અમદાવાદની તે બેઠક વિશે વાત કરવા જઇ રહ્યા છીએ, જ્યાં ભાજપનો પરચમ હજુ સુધી નથી લહેરાયો. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદની દાણીલીમડા બેઠકની (Danilimda assembly constituency)તો ચાલો જાણીએ આ બેઠકના રાજકીય સમીકરણો, વોટબેંક અને વિવાદો વિશે જુઓ  અહેવાલ .
દાણીલીમડા વિધાનસભા બેઠક

વર્ષ 2010ની વસ્તી ગણતરી પ્રમાણે નવું સિમાંકન થયુ હતું. જેમાં જમાલપુર શહેર કોટડા અને મણિનગર વિધાનસભાના કેટલાક ભાગને જોડીને દાણીલીમડા વિધાનસભા બેઠકની રચના કરવામાં આવી હતી. વર્ષ 2012માં અહીંથી કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના ગિરીશ પરમારને 14301 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં શૈલેષ પરમારને 73573 મત મળ્યા હતા, જ્યારે ગિરીશ પરમારને 59,272 મત મળ્યા હતા. વર્ષ 2017માં ફરી કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ ભાઇ વાઘેલાને હરાવ્યા હતા. આ વખતે શૈલેષ પરમારે 32510 મતોના માર્જીનથી ભાજપના જીતુભાઇ વાઘેલાને હાર આપી હતી. શૈલેષ પરમારે આ વખતે 90691 મતોની સરસાઇ મેળવી હતી, જ્યારે જીતુભાઇને માત્ર 58,181 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

દાણીલિમડાનો  ઇતિહાસ 
દાણીલિમડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલા શહેર કોટડા બેઠક પર 1975થી કોંગ્રેસનો પ્રભુત્વ રહ્યુ છે. વર્ષ 1975માં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિંહ મકવાણાએ રાષ્ટ્રીય મજદુર પક્ષના નારાણભાઇ પરમારને હરાવ્યા હતા. વર્ષ 1980માં કોંગ્રેસના મનુભાઇ પરમારે જનતા પાર્ટીના મોહનલાલ મકવાણાને હરાવ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ગિરીશ ચંદ્ર પરમાર માત્ર 1782 મત સાથે ચોથા ક્રમે રહ્યા હતા. વર્ષ 1985માં કોગ્રેસના મનુભાઇ પરમાર જનતા પાર્ટીના કાલિદાસ યાદવને હરાવ્યા હતા. જ્યારે જી કે પરમાર સીપીએમમાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને 2603 મત મળ્યા હતા. વર્ષ 1990માં કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના ગોપાલ દાસ સોલંકીને હરાવ્યા હતા. એ સમયે જનતા પાર્ટીના જંયતિ લાલ બેચરદાસ પરમારને 1124 મત મળ્યા હતા.વર્ષ 1995માં ભાજપના ગિરીશ પરમારે કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુભાઇ પરમારને હરાવ્યા હતા. જેની સાથે ભાજપ પ્રથમ વખત શહેર કોટડા બેઠક પર કમળ ખીલ્યું હતું અને ભાજપની સરકાર બની હતી.જો કે થોડાક સમય બાદ જ ગુજરાત ભાજપના પુર્વ અધ્યક્ષ શંકર સિહ વાધેલાએ બળવો કરતા ગિરીશ પરમાર પણ શંકર સિંહ સાથે વફાદારી નિભાવી અને તેઓ તેમની સાથે બળવામાં જોડાયા હતા અને કેશુભાઇની સરકારનું પતન થયું હતું.
વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના અશ્વિન બેંકરને હરાવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે ભાજપ સરકાર સામે બળવો પોકારીને રાજપા સરકારમાં પ્રધાન બનેલા ગિરીશ ભાઇ પરમાર ઓલ ઇન્ડિયા રાષ્ટ્રિય જનતા પાર્ટીમાંથી ટણી લડ્યા અને તેમને 10631 મત મળ્યા અને તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી રાજપાની સરકાર બનતા ગિરીશભાઇ પરમાર શ્રમ રોજગાર પ્રધાન બન્યા હતા.
હિન્દુત્વની લહેર

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ હતી. હિન્દુત્વની લહેરને કારણે ભાજપના પૂર્વ કોર્પોરેટર જીતુ વાધેલાએ કોંગ્રેસના શશાંક મનહર કુમાર દેશભક્ત (શૈલેષ પરમાર)ને હરાવ્યા હતા અને વર્ષ 2007માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ વાધેલાને હરાવ્યા હતા.આમ શૈલેષ પરમારને પોતાના પિતાનો રાજકીય વારસો મળ્યો હતો. તેઓ પોતાના પિતાની જેમ મતદારોમાં લોકપ્રિય બન્યા. તેઓ શહેર કોટડા પછી દાણીલીમડા વિધાનસભામાં 2012 અને 2017માં જીત હાસંલ કરી અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપ નેતા બન્યા હતા.
દાણીલીમડા બેઠક પર જાતિગત સમીકરણો
અહીની વસ્તીની તાસીર પ્રમાણે 60 ટકા લધુમતિ જ્યારે 40 ટકા હિન્દુઓની વસ્તી છે, જે કોંગ્રેસ માટે વરદાન સાબીત થાય છે. કારણ લઘુમતિના મતોનો ઝૂકાવ અહીં મોટે ભાગે કોંગ્રેસ તરફ રહ્યો છે. આ બેઠક માટે કહેવાય છે કે જે એસસી નેતાને ક્યાંય ટિકિટ ભાજપ ન આપે તેઓ આ સીટ ઉપર આવે છે. એટલે કે આ બેઠકને લાસ્ટ લોકલ તરીકે પણ ઓળખાય છે.
2022માં આ સીટનો રોલ
દાણીલીમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. અહીં ભાજપના ઉમેદવારો જલ્દી ચૂંટણી લડવા તૈયાર થતા નથી. સમગ્ર રાજ્યમાં 13 અનુસુચિત જાતીની સીટો પૈકી સાત બેઠક ભાજપ પાસે છે, જ્યારે છ બેઠકો કોંગ્રેસ પાસે છે.સ્થાનિક કાર્યકરોની માનીએ તો અહીં ઉત્તર ગુજરાતના એસસીની વસ્તી વધુ છે, જેથી ભાજપ ઉત્તર ગુજરાતના સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપે તો સ્થિતિ બદલાઇ શકે છે. ભાજપ સાથે ઉમેદવાર સંકડાયેલો તો હોય સાથે પ્રખર આબેંડકરવાદી પણ હોય, જે કોંગ્રેસના નેતાઓને જવાબ આપી શકે. તો ભાજપ માટે કામ સરળ બની શકે છે.
દાણીલીમડા બેઠક પર રાજકીય ઉથલપાથલો
અમદાવાદના મેમનગમાં થયેલા હિટ એન્ડ રન કેસને લઇને ધારાસભ્ય શૈલેષ પરમાર પર લોકોને રોષ ઠલવાયો હતો. શૈલેષ પરમારના ડ્રાઇવરે MLA ગુજરાત’ લખેલી કાર દ્વારા એક જ્યુપીટર ચાલકને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. નેતાજીએ મૃતકના પરીવારની મુલાકાત ન લેતા માહોલ ગરમાયો હતો.
દાણીલીમડાના ઉમેદવાર 
દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે આપ (આમ આદમી પાર્ટી)ના ઉમેદવારના ટેકેદારની સહી બાબતે વિવાદ ઊભો કરી તેમનું નોમિનેશન રદ કરવાના મામલે હાઇકોર્ટમાં થયેલી રિટમાં ચૂંટણીપંચે શૈલેષ પરમાર સહિત અન્યોને નોટિસ પાઠવી હતી. ટેકેદાર દ્વારા ચૂંટણી અધિકારીની હાજરીમાં સહી કરી હોવા છતાં તેને માન્ય રાખ્યું ન હતું. તેમની રજૂઆતોને ધ્યાને ન લઇ અન્યાય કરાયો હોવાની પિટિશનમાં રજૂઆત કરાઇ હતી.
ચૂંટણી વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2017 શૈલેષ પરમાર કોંગ્રેસ
2012 શૈલેષ પરમાર કોંગ્રેસ

ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પાર્ટીથી નારાજ છે  જેથી બની શકે છે કે તેઓ BJPમાં જોડાઈ શકે. જો આમ થશે તો ભાજપને લોટરી લાગવા જેવું થશે. કારણ શૈલેષ પરમાર આ વિસ્તારના દિગ્ગજ દલિત નેતા છે. અને ભાજપની નજર આ બેઠક પર પહેલાથી છે.
Advertisement
Tags :
Advertisement

.