ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકી મોતની છલાંગ લગાવી

અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં એક હચમચાવે એવી ઘટના બની છે. 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ (Ramol police) ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ, યુવકે આર્થિક તંગીના કારણે કંટાળીને આ...
12:35 PM Jun 15, 2024 IST | Vipul Sen

અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં એક હચમચાવે એવી ઘટના બની છે. 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ (Ramol police) ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ, યુવકે આર્થિક તંગીના કારણે કંટાળીને આ પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે.

મેટ્રો સ્ટેશન પરથી મોતની છલાંગ

અમરાઈવાડીના યુવકે મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવી

અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં (Vastral) એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. માહિતી મુજબ, 20 વર્ષીય યુવકે મહાદેવનગર મેટ્રો સ્ટેશન ( Mahadevnagar Metro Station) નજીક મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય ધ્રુવ પરમાર (Dhruv Parmar) તરીકે થઈ છે. ધ્રુવ પરમાર અમરાઈવાડીનાં (Amraiwadi) કાદરી વકીલની ચાલીનો રહેવાસી હતો.

રામોલ પોલીસે તપાસ હાથ ધરી

આર્થિક તંગીથી કંટાળી પગલું ભર્યું હોવાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ધ્રુવ પરમાર છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીથી પરેશાન હતો. આથી, કંટાળીને યુવકે મેટ્રો સ્ટેશન પરથી મોતની છલાંગ લગાવી હોવાનું હાલ સામે આવ્યું છે. રામોલ પોલીસે (Ramol police) મૃતકના શવને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. પોલીસે યુવકનાં મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસ આદરી છે.

 

આ પણ વાંચો - Surat : સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

આ પણ વાંચો - AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ

આ પણ વાંચો - Amreli : બોરવેલમાં ફસાયેલ બાળકી જિંદગીની જંગ હારી, આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Tags :
AhmedabadAmraiwadi's Kadri Vakil ChaliDhruv Parmarfinancial crunchGujarat FirstGujarati NewsMahadevnagar Metro Stationpreliminary investigationRamol policesuicideVastral
Next Article