Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર
દેવાધિદેવ મહાદેવની (Lord Shiva) આરાધનાનો વિશેષ દિવસ એટલે મહાશિવરાત્રિનો (Mahashivratri) પર્વ. આજે દેશભરમાં શિવભક્તો દ્વારા મહાશિવરાત્રિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિરે (Somnath Temple) મહાશિવરાત્રિ પર્વને લઈને શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જણાવી દઈએ કે, મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર ભક્તો માટે 42 કલાક ખુલ્લું રહેશે.
સોમનાથ મંદિરને રંગબેરંગી લાઇટોથી વિશેષ શણગાર
સોમનાથ મંદિરમાં (Somnath Temple) મહાશિવરાત્રિ પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઊમટી રહ્યા છે. મંદિરની બહાર વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. સોમનાથમાં ઠેર-ઠેર 'હર હર મહાદેવ' (Har Har Mahadev), 'જય સોમનાથ', 'બમ બમ ભોલે' ના નાદ સંભળાઈ રહ્યા છે. મહાશિવરાત્રિના (Mahashivratri) દિવસે ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર 42 કલાક ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર પ્રભાસ ક્ષેત્ર 'જય સોમનાથ' (Jai Somnath), 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગુંજી ઊઠ્યું હતું. મહાશિવરાત્રીના પર્વને લઈ સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું. ત્યારે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ શિવ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દર્શન, પ્રસાદ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહિતની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાઆરતીની તૈયારી
ગુજરાતભરના શિવમંદિરોમાં ઉજવણી
આજે મહાશિવરાત્રીનો પાવન પર્વને લઈ ગુજરાતભરના (Gujarat) શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મંદિર (Rameshwar temple) ખાતે ભક્તો વહેલી સવારથી મહાદેવની ભક્તિમાં લીન થયા છે. ભક્તો વહેલી સવારે ભગવાન શિવને જળ, દૂધ અર્પણ કરવા માટે ઊમટી રહ્યાં છે. આજના દિવસે લોકો ઉપવાસ કરીને ભગવાન શિવની ભક્તી સાથે તેમને રિઝાવવાનો પ્રયાસ કરતા હોય છે.
આ પણ વાંચો - પંચમહાલ : 1000 થી વધુ રામભક્તો અયોધ્યા રામ મંદિર દર્શનાર્થે ડેરોલ સ્ટેશનથી રવાના થયા