નાના હતા ત્યારે વતનના રામજી મંદિરમાં પૂજાપાઠ કરતાં હિન્દી ભાષી પૂજારી જેમને આખું ગામ “ બાવજી” કહેતું. તે વારે તહેવારે અમને ભેગા કરીને રામકથાનું રસપાન કરાવતા. રાવણ સીતાને હરી ગયોને અશોક વાટિકામાં કેદ કરેલા સીતાજીને છોડાવવા પવનપુત્ર હનુમાનજી લંકામાં પહોંચ્યા અને પોતાની પૂંછડેથી લંકાનગરીમાં આગ લગાવી એનું રસમય વર્ણન કરતાં બાવજી એક ભજન અચૂકગાતા…. “ એક દિન લંકામેં આગ લગી થી Â
નાના હતા ત્યારે વતનના રામજી મંદિરમાં પૂજાપાઠ કરતાં હિન્દી ભાષી પૂજારી જેમને આખું ગામ “ બાવજી” કહેતું. તે વારે તહેવારે અમને ભેગા કરીને રામકથાનું રસપાન કરાવતા. રાવણ સીતાને હરી ગયોને અશોક વાટિકામાં કેદ કરેલા સીતાજીને છોડાવવા પવનપુત્ર હનુમાનજી લંકામાં પહોંચ્યા અને પોતાની પૂંછડેથી લંકાનગરીમાં આગ લગાવી એનું રસમય વર્ણન કરતાં બાવજી એક ભજન અચૂકગાતા….
“ એક દિન લંકામેં આગ લગી થી
તો વિભીષણ કી કુટિયા કૈસે બચી થી ?
એસે બચી થી; કે કુટિયા પે લીખા થા
હરિ ૐ તત્સત , હરિ ૐ તત્સત ! “
આજે આ વિશ્વમંત્રનું ઉચ્ચારણ કરવાનો પ્રત્યેક ભારતવાસીને મળેલો એક અલૌકિક અધિકાર છે. કારણકે આજે મહાવદ ચૌદસ એટલે મહાશિવરાત્રીનું મહાપર્વ છે. આમ તો પ્રત્યેક મહિનાની ચૌદસ (એટલે કે અમાસ પહેલાનો દિવસ ) શિવરાત્રી કહેવાય છે. જ્યારે મહાવદચૌદસને મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે.
ભારત વર્ષની પ્રત્યેક મંદિર અને પ્રત્યેક ઘરોમાં “ બમ બમ ભોલે”ના ઉચ્ચારણોથી શિવજીના પ્રસાદ તરીકે ઘુંટાયેલી ભાંગ પીવાનું પસંદ કરે છે. શિવજી એકમાત્ર આપણા સ્મશાનવાસી દેવ છે. એટલે તેમને રૌદ્રસ્વરૂપ કેહવાયા છે. કદાચ તેમની પૂજા સાધના માટે રાત્રિને પસંદકરાઇ છે. મહાશિવરાત્રીના ચારેચાર પ્રહરની પૂજાથી માત્ર બહારનું અંધારુ નહીં પણ ભીતરની દુનિયામાં પણ ઝળહળ અજવાળું થાય છે.
ૐ એ સમષ્ટિનો પહેલો ઉચ્ચરિત નાદ છે જે નાદબ્રહ્મ તરીકે ઓળખાય છે અને દેવાધિદેવ મહાદેવને આદિને અંતના, માપની બહારના “અનંત દેવ” કહેવાય છે. તેથી જ કવિઓએ કહ્યું છે કે “ હરિ અનંત હરિકથા અનંતા.”
શિવરાત્રીના મહાપર્વના પ્રારંભ વિષે શિવપુરાણમાં અધ્યાય પાંચથી નવમાં એક રોચક કથા વર્ણવાઇ છે. એ અનુસાર બ્રહ્મા અને વિષ્ણુમાંથયેલા અહમના સંઘર્ષને ટાળવા મહાદેવે અગ્નિસ્તંભનું નિર્માણ કર્યું. બન્ને આ અગ્નિસ્તંભ - લીંગ - ના આદિ અને અંત વચ્ચે કશું જ સમજ્યા નહીં અને એ રીતે એમના ગર્વનું ખંડન થયું. કથાને કથાની રીતે ના જોતા અગ્નિસ્તંભના વિસ્ફોટની પ્રાચીન કથા જોડી દઇએ તોપશ્ચિમના દેશોએ બ્રહ્માંડના જન્મ માટે આપેલી “ બીગ બેંગ “ની થિયરી સાથે પણ એનો મેળ ખાય છે. મહાશિવરાત્રી અનેક અર્થમાંપ્રત્યેક પ્રાણી અને માનવને તેની મૂળ ઉર્જા સાથે અનુબંધિત કરતી દૈવી રાત્રિ છે. આજે આપણા સહુના મનમાં ને મંદિરોમાં શંખધ્વનિનાનાદ સાથે સહુ કોઇનો શ્રધ્ધાપૂર્વકનો એકજ મંત્રોચ્ચાર હશે.