Amreli : એક એવા ડોક્ટર જેમની બદલીનો આદેશ રદ કરવા માટે આખે આખું શહેર સ્વંયભૂ બંધ
Amreli : જિલ્લામાંથી એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે. વડીયા સિવિલ હોસ્પિટલમાંથી (Vadia Civil Hospital) એક ડોક્ટરની બદલી થતાં શહેરીજનોએ આખે આખું શહેર સ્વયંભૂ બંધ પાડ્યું છે.આ સાથે વડીયાના (Vadia) દુકાનદારોએ ધંધા-રોજગાર બંધ રાખીને ડોક્ટરની બદલી રદ કરવાની માગ કરી છે. ગરીબો અને જરૂરિયાત માટે આશીર્વાદરૂપ ગણાતા એવા ડો.ગજેરાની બદલી થતા વડીયાના (Dr.Gajera) સ્થાનિકોએ ધંધા રોજગાર બંધ રાખીને સ્વયંભૂ બંધ પડ્યું છે.
અમરેલી (Amreli) જિલ્લાની વડીયા સિવિલ હોસ્પિટલમાં (Vadia Civil Hospital) ડોક્ટર ગજેરા છેલ્લા ઘણા સમયથી સેવા આપી રહ્યા છે. ત્યારે સરકારી પ્રક્રિયા પ્રમાણે ડૉ.ગજેરાની સાવરકુંડલાના (Savarkundla) વંડા ખાતે બદલી કરવામાં આવી છે. જો કે, ડૉ.ગજેરાની બદલીથી વડીયા શહેરના લોકોએ સ્વંમભૂ બંધ પાડ્યું છે. સ્થાનિકોની માગ છે કે ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ ગણાતા એવા ડૉ.ગજેરાની બદલીને રોકવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે ડૉ.ગજેરા (Dr.Gajera) છેલ્લા ઘણા સમયથી વડીયા સિવિલ હોસ્પિટલમાં રહી ગરીબો અને જરૂરિયામંદો માટે સેવાકાર્યો કર્યાં છે અને પોતાની ફરજ નીભાવી છે. ડૉ.ગજેરા રાત દિવસ 24 કલાક ગામજનોની સેવા માટે હાજર રહે છે.
સ્થાનિકોએ કહ્યું કે,સિવિલ હોસ્પિટલ વડીયા અને નજીકના ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે અને ડૉ.ગજેરી છેલ્લા ઘણા સમયથી ગરીબોને સારી સારવાર આપી રહ્યા છે.ત્યારે તેમની બદલીના સમાચારથી સમગ્ર વડીયાના લોકો ખૂબ જ આઘાતમાં છે અને દુકાનદારોએ ધંધા-રોજગાર બંધ રાખીને સ્વંયભૂ બંધ પાડી ડૉ.ગજેરાની બદલીને રોકવા માટે સરકારને અપીલ કરી છે. માહિતી મુજબ, ડોક્ટરની બદલી રદ કરવા માટે વેપારીઓ દ્વારા મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Sabarmati Jail : મહિલા જેલમાંથી સીમકાર્ડ મળ્યું, આરોપી કોણ બનશે ?
આ પણ વાંચો - VNSGU : ઉત્તરવહીમાં ચલણી નોટ, કાપલી, અભદ્ર લખાણ હશે તો ભરવો પડશે આટલો મસમોટો દંડ
આ પણ વાંચો - Ganiben Thakor : કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા થરાદમાં મોડી રાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી