Weather Report : કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન ?
- રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ આગાહી (Weather Report)
- 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધી શકે છે
- ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી પહોંચી શકે છે
- 14 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના
Weather Report : રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે, આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતાઓ છે. આ સાથે 14 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો -Jamnagar : દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે તજજ્ઞો આપશે માહિતી
4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધી શકે
રાજ્યમાં અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હળવી રાહત થઈ છે. પરંતુ, આગામી દિવસોમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આગાહી અનુસાર, રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
Weather_Gujarat_first
આ પણ વાંચો -Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ
14 જાન્યુઆરીથી કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતનાં કચ્છનાં (Kutch) કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન વધુ ગગડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા (Weather Report) સેવાઈ છે. આગાહી અનુસાર, 14 જાન્યુઆરીથી રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. જણાવી દઈએ કે, ઠંડીની ઋતુમાં (Cold in Gujarat) લોકો પોતાનાં સ્વાસ્થ્યને લઈને સજાગ બન્યા છે. મોનિગ વોક કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. મેદાનમાં વહેલી સવારે લોકો વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરતાં જોવા મળે છે. હવામાન વિભાગે પણ ઠંડીની ઋતુમાં લોકોને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો - અમદાવાદીઓ આનંદો! આજથી શરૂ થશે Flower Show, જાણો આ વર્ષે શું છે ખાસ ?