ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Gandhinagar : રાજ્યમાં કાયદા-વ્યવસ્થા અંગે કોંગ્રેસને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ

તેમણે કહ્યું કે, NCRB નાં ડેટા મુજબ સુરતમાં માત્ર 215 કેસ નોંધાયા છે, જ્યારે કેરળ, કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
05:34 PM Mar 17, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Harsh S_Gujarat_first
  1. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અંગે કોંગ્રેસને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ (Gandhinagar)
  2. કોંગ્રેસ વારંવાર સુરતને બદનામ કરે છે : હર્ષ સંઘવી
  3. ગુજરાતને બદનામ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે : હર્ષ સંઘવી
  4. સુરતમાં દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે : ગૃહ રાજ્યમંત્રી

Gandhinagar : રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિને લઈ આજે વિપક્ષ દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યા હતા, જેનો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ (Congress) ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ વારંવાર સુરતને બદનામ કરે છે. સુરતમાં દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. NCRB નાં ડેટા મુજબ, સુરતમાં માત્ર 215 કેસ નોંધાયા છે, જ્યારે કેરળ, કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાત દેશમાં ઝડપી ન્યાય અપાવવામાં પ્રથમ છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુનેગારનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી, કાયદો વ્યવસ્થા ખોરવાશે તો કાર્યવાહી થશે જ.

ગુજરાતને બદનામ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે: હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યમાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઊભા કરતા કોંગ્રેસ નેતાઓને જવાબ આપતા કહ્યું કે, 'રાજ્યમાં નાગરિકોને હેરાન કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો વાંધો ઉઠાવાય છે.' ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, 'કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ વારંવાર સુરતને (Surat) બદનામ કરે છે. NCRB નાં ડેટા મુજબ, સુરતમાં 1 લાખની જનસંખ્યા સામે 215 કેસ છે. જ્યારે કેરળ (Kerala), કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.'

આ પણ વાંચો - શહેરમાં લુખ્ખા રાજ માટે જવાબદાર છે Ahmedabad Police ની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર

'ગુજરાત દેશમાં ઝડપી ન્યાય અપાવવામાં પણ પ્રથમ છે'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, 'મેટ્રો પોલિટિન સિટીમાં બનતી ઘટનાઓમાં ન્યાય આપવામાં ગુજરાત અવ્વલ છે. ગુજરાત દેશમાં ઝડપી ન્યાય અપાવવામાં પણ પ્રથમ છે. રાજ્યનાં નાગરિકોને તકલીફ ન થાય અને ગુનેગારો સામે કડક એક્શન લેવામાં આવે તે પ્રકારના કામ ગુજરાત રાજ્યમાં થયા છે. આજે રાજ્યનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરવામાં આવશે (Gandhinagar). પ્રિવેન્શન એક્શન પોલીસ કરશે. કોઈપણ ગુનેગારને કાબૂમાં રાખવા જે તે વિસ્તારનાં પોલીસ મથકની જવાબદારી છે.'

આ પણ વાંચો - Gujarat : વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન

ગુનેગારનાં કોઈ ધર્મ કે જાતિ નથી હોતી : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, 'ગુનેગારનાં કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. જે કોઈ પોલીસ કર્મીનો ગુંડાઓ સાથે સહકાર નીકળશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે.' ગૃહમંત્રીએ કહ્યું કે, 'ગંભીર ગુનાઓ કરનારા આરોપીઓનાં ઘર તોડવા સામે કોંગ્રેસે દુઃખ વ્યક્ત કર્યું, આ પ્રકારનાં નિવેદનથી કોંગ્રેસ પોલીસને ગુનેગારો સામે પગલાં લેતા અટકાવવા માગે છે તે ફલિત થાય છે.'

આ પણ વાંચો - Bhuj : આકાશમાં અજાણ્યો ઝબકારો, એલિયન્સ આવ્યા હતા કે શું?

Tags :
BJPCongressCrime Rate In GujaratGandhinagarGujaratGUJARAT FIRST NEWSGujarat PoliceGujarat-AssemblyKarnatakaKeralaNCRBState Home Minister Harsh SanghviSuratTop Gujarati News