Rajkot: ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના આવા કામ? વિદ્યાર્થીઓને ભણાવે છે ચોરીના પાઠ!
- ધો. 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાને લઈ વિવાદ
- માઇક્રો કોપી આપી ચોરી કરાવતા હોવાનો કરાયો આક્ષેપ
- શિક્ષણ બોર્ડને ઇ- મેઈલ મારફતે ફરિયાદ કરવામાં આવી
Rajkot: શાળામાં વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવામાં આવતું હોય એવી દરેક લોકોને ધારણા હોય છે. પરંતુ જો શાળામાં ચોરી કરવાનું શિખવાડવામાં આવતું હોય તો? આ પ્રશ્ન થતાં જ વાલીઓને ચિંતા થવાની જ છે, અને થવી પણ જોઈએ! કારણ કે વાલીઓ પોતાના બાળકોને શાળામાં સારા ગુણ માટે મોકલતા હોય છે. પરંતુ રાજકોટના ત્રંબા ગામની પોપ્યુલર શાળામાં વિદ્યાર્થીઓને ચોરીના પાઠ ભણાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે.
શાળામાં માસ કોપી કેસનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના ધોરણ 12ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહીં છે, જેમાં ચોરી કરવાનું શિખવાડમાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કેટલાક ફોટા અને ચેટ વાયરલ થઈ છે. બોર્ડની પરીક્ષામાં માઇક્રો કોપી આપી ચોરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈકે શિક્ષણ બોર્ડને ઇ- મેઈલ મારફતે ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. આખરે શાળા દ્વારા કેમ આવું કરવામાં આવ્યું છે? શું વિદ્યાર્થીઓને સરખી રીતે ભણાવવામાં નથી આવ્યા હોય? કે જેથી પરીક્ષામાં ચોરી કરવાના પાઠ શિખવાડવા પડે? આવા સવાલો થાય તે વ્યાજબી પણ છે.
આ પણ વાંચો: Sirohi: વહેલી સવારે નેશનલ હાઇવે 27 પર આબુરોડ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, 6 લોકોના મોત
માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમ જવા દેતા
ત્રંબા ગામની શાળામાં માસ કોપી કેસનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે બોર્ડ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. આખરે જે લોકો તૈયારી કરીને પરીક્ષા આપી રહ્યાં હોય તેમની સાથે આ અન્યાય જ કહેવાય! ફરિયાદ એવી પણ કરવામાં આવી છે કે, બોર્ડની પરીક્ષામાં માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમ જવા દેતા હતાં અન્ય કોઈ પરીક્ષાર્થીને જવા દેવામાં નહોતા આવતાં હોવાનું સામે આવ્યું છે.
એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકી આવે અને...
એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકી આવે અને બાદમાં બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે અને પેપર લખતો હતો. નોંધનીય છે કે, અત્યારે આ મામલાને ગંભીરતાથી લેતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપી દીધી છે. એવું પણ સામે આવ્યું છે કે, જો CCTVની તપાસમાં ગેરરીતિ જણાશે તો સ્કૂલ પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. સ્વાભાવિક છે કે, જો ગેરરીતિ થઈ હોવાનું સામે આવે છે તો શાળા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
આ પણ વાંચો: Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના
આચાર્યે શિક્ષણ અધિકારીને ગોળ-ગોળ જવાબ આપ્યો
સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખની શાળા હવે વિવાદમાં આવી ગઈ છે. આ શાળાના મહિલા પ્રમુખ શર્મિલાબેન બાંભણિયા છે, જેમણે પોપ્યુલર સ્કૂલના આચાર્ય તરીકે પણ જવાબદારી સંભાળી છે. સ્કૂલના આચાર્યએ શિક્ષણ અધિકારીને ગોળ-ગોળ જવાબ આપ્યા છે, જેના બાદ આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ અધિકારી દ્વારા online ફરિયાદ પછી સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. આચાર્યનો દાવો છે કે, જો CCTV ચકાસણી કરવામાં આવે, તો સાચી હકીકત બહાર આવશે.