Nirlipt Rai ની જાળમાં ફસાયેલા કરોડપતિ આરોપીઓએ લાખો ખર્ચ્યા, જામીન નથી મળતા
Nirlipt Rai : ગુજરાત પોલીસમાં મહત્વની ગણાતી એજન્સીઓ પૈકીની એક સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, CID Crime પણ અલગ કારણોથી ખાનગી ચર્ચાઓમાં છે. નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની સ્ટેટ મોનિટરિંગ સેલમાં અનેક મહત્વના કેસોની તપાસ ચાલી રહી છે અને ઢગલાબંધ આરોપીઓ પણ પકડાઈ ચૂક્યાં છે. આવા જ બે ચકચારી કેસના 5 કરોડપતિ આરોપીઓ પૈકી કોઈ 22 મહિનાથી તો કોઈ બે મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં છે. લાખો રૂપિયા ખર્ચી સેશન્સ કોર્ટ (Sessions Court) થી લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના દરવાજા ખખડાવી ચૂકેલા આ આરોપીઓ કોણ છે અને કયા કેસમાં સામેલ છે. વાંચો આ અહેવાલ...
કબૂતરબાજીના કેસમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ
લાખો રૂપિયા લઈને બોગસ પાસપોર્ટ (Fake Passport) તેમજ મેક્સિકો બોર્ડરથી પટેલ સહિતના ગુજરાતીઓને લાખો રૂપિયા લઈને અમેરિકામાં ઘૂસાડતી ટોળકી સામે અમદાવાદમાં ડિસેમ્બર-2022ના કેસ નોંધાયો હતો. સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) ખાતે 28 ડિસેમ્બર 2022ના રોજ નોંધાયેલા કેસમાં ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ (Bharat Patel alias Bobby Patel) ની ધરપકડ બાદ એક પછી એક એમ 8 આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ કરી રહેલી Nirlipt Rai ની ટીમે પકડેલા 8 આરોપીઓ પૈકી મહિનાઓથી 6 જેલવાસ ભોગવી રહ્યાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કનેકશન ધરાવતા કેસની અદાલતમાં ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે.
બોબી સહિતના 4 આરોપી હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા
માનવ તસ્કરીનું મોટું નેટવર્ક (Human Trafficking Network) ચલાવતા સૂત્રધારોને મહિનાઓ અગાઉ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. Team SMC એ ભરત પટેલ ઉર્ફે બોબીની વર્ષ 2023ની 2 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. ભરત ઉર્ફે બોબીના ભાગીદાર પ્રવિણ પટેલની વર્ષ 2023ની 20 મેના રોજ, અન્ય ભાગીદાર કલ્પેશ પટેલ ઉર્ફે DI ની ગત 27 જૂન 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભરત ઉર્ફે બોબી સહિતના એજન્ટોનો ગુરૂ કહેવાતા કેપી ઉર્ફે મનિષ ઉર્ફે કેયૂર ઉર્ફે કેતન બાબુલાલ પટેલની ગત 13 ડિસેમ્બર 2023ના ધરપકડ કરાઈ હતી. જામીન મુક્ત થવા માટે ભરત ઉર્ફે બોબી સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ (High Court Gujarat) અને સુપ્રીમ કોર્ટ તેમજ ફરી સેશન્સ કોર્ટમાં નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યો છે. પ્રવિણ અને કેતન પટેલ ઉર્ફે કેપી (Ketan Patel alias KP) સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન માટે ધા નાંખી ચૂક્યાં છે. જ્યારે કલ્પેશ પટેલ ઉર્ફે ડીઆઈ (Kalpesh Patel alias DI) એ જામીન માટે સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ફરી વખત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છતાં મેળ પડ્યો નથી.
આ પણ વાંચો: Diwali ની અનોખી ઉજવણી, પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા-મજા
ડબ્બા ટ્રેડિંગના આરોપી ડીલક્ષના જામીન માટે હવાતીયા
વર્ષ 2023ની 25 માર્ચના રોજ તત્કાલિન અમદાવાદ PCB પીઆઈ તરલ ભટ્ટે (Taral Bhatt PI) બદઈરાદાથી કરેલા માધવપુરા સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગના કેસની તપાસમાં ગણતરીની દિવસોમાં SMC ને સોંપાઈ હતી. કેસની તપાસમાં તરલ ભટ્ટ એન્ડ કંપનીએ તોડ કર્યા હોવાની હકિકત સામે આવતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay)સમગ્ર મામલો SMC ના તત્કાલિન એસપી Nirlipt Rai ને સોંપ્યો હતો. આ વિવાદસ્પદ કેસમાં અત્યારસુધીમાં 36 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જે પૈકી 35 આરોપી જામીન મુક્ત થઈ ગયા છે. જ્યારે Red Corner Notice થકી દુબઈ થી ભારત લવાયેલા ડબ્બા રેકેટના આરોપી દિપક ઠક્કર ઉર્ફે ડીલક્ષ (Dipak Thakkar alais Deluxe) બે મહિનાથી જેલમાં બંધ છે. જેલમાંથી બહાર નીકળવા માટે દિપક ડીલક્ષે (Deepak Deluxe) જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં પ્રયાસ કર્યા હતા, પરંતુ અદાલતે રાહત આપી નથી. અત્રે નોંધનીય છે કે, બંને ચકચારી કેસના તપાસ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર આર. જી. ખાંટ (R G Khant PI) છે.