ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્વારકા સિરપકાંડ : આલ્કોહોલ માફિયાઓ સાથે નશાબંધી અધિકારીની ભાગીદારી

ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં બેસતા તેમજ પાડોશી રાજ્યની સરહદ સંભાળતા ભ્રષ્ટ IPS અધિકારીઓના આર્શીવાદથી ભારતીય બનાવટનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠલવાય છે. બીજી તરફ કેટલાંક વર્ષોથી...
05:24 PM Dec 07, 2023 IST | Bankim Patel

ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં બેસતા તેમજ પાડોશી રાજ્યની સરહદ સંભાળતા ભ્રષ્ટ IPS અધિકારીઓના આર્શીવાદથી ભારતીય બનાવટનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠલવાય છે. બીજી તરફ કેટલાંક વર્ષોથી આયુર્વેદ સિરપ તેમજ કફ સિરપના નામે આલ્કોહોલ માફિયાઓ તેમજ ફાર્મા કંપનીઓએ અબજો રૂપિયા ઘર ભેગા કરી લીધા છે અને ભ્રષ્ટ તંત્ર તેની કઠપૂતળી બની ગયું છે. નશાના કરોડો રૂપિયાના કારોબાર સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોલીસ, ફૂડ એન્ડ ડ્ર્ગ્સ અને નશાબંધી વિભાગ જોડાયેલા છે. દ્વારકા પોલીસે છેલ્લાં 4 મહિનાથી શરૂ કરેલી નશાકારક સિરપ (Intoxicating Syrup) વિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મેળવી છે. રાજ્યભરમાં ફેલાયેલા સસ્તા નશાના કારોબારમાં કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલું છે ? તેનો ઘટસ્ફોટ SP નિતેશ પાંડેયે (Nitesh Pandey IPS) કર્યો છે.

કેવી રીતે ચાલતું હતું રેકેટ ?  : ગુજરાત સરકાર (Government of Gujarat) ની ઠોસ નીતિ ના અભાવે તેમજ તંત્રમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારના કારણે વર્ષો રાજ્યમાં નશાયુક્ત સિરપનો વેપલો ચાલતો હતો. સેલવાસામાં આવેલી હરબોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપની (Herboglobal Pharmaceutical) ના માલિક સંજય શાહ છે. નશાકારક સિરપ બનાવતી કંપનીમાં લાયકાત ન હોવા છતાં આયુર્વેદ નિષ્ણાત તરીકે અમિત વસાવડા (Amit Vasavda) ફરજ બજાવતો. જ્યારે રાજેશ ડોડકે (Rajesh Dodke) નશાયુક્ત સિરપનો માર્કેટિંગ મેનેજર છે. માલિક સંજય શાહ (Sanjay Shah) સાથે 700 કરોડના છેતરપિંડી કેસનો આરોપી સુનિલ કક્કડ (Sunil Kakkad) વર્ષ 2021માં સંપર્કમાં આવ્યો અને બંનેએ ભેગા મળીને કરોડો રૂપિયાનો નશાનો કારોબાર શરૂ કર્યો. સુનિલ કક્કડે હરબોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપનીની નીચે AMB ફાર્મા નામની એક પેટા કંપની બનાવી અને તેના નામે ગુજરાતમાં મોટાપાયે ધંધો શરૂ કર્યો. આયુર્વેદિક તેમજ કરંટ આપતી સિરપનું સૌરાષ્ટ્રમાં મોટાપાયે માર્કેટિંગ શરૂ કર્યું. પાનના ગલ્લા પર વેચી શકાય તેવી સિરપની બોટલો જુદાજુદા નામ અને કલરમાં માર્કેટમાં મુકી. પોલીસ તપાસમાં આવેલી જાણકારી અનુસાર 22 મહિનામાં 45 કરોડની સિરપ બજારમાં ઠાલવી છે. નજર સામે ચાલતા કૌભાંડને લઈને ગુજરાત સરકાર અને દાદરા નગર હવેલીના સરકારી વિભાગના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ આંખ મીચામણા કર્યા.

નશાબંધીના અધિકારીએ કેવી રીતે કરી ભાગીદારી : થોડાક મહિનાઓ અગાઉ નશાબંધી વિભાગના ઈન્સ્પેક્ટર (Prohibition Inspector) મેહુલ ડોડીયા (Mehul Dodiya) એ ચાંગોદર સ્થિત શિવમ એન્ટરપ્રાઈઝ (Shivam Enterprise) પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઠોસ કાર્યવાહી કરવાના બદલે ભીનું સંકેલી લઈને મેહુલ ડોડીયાએ શિવમ એન્ટરપ્રાઈઝના ભાગીદાર પંકજ વાઘેલા સાથે ગોઠવણ કરી લીધી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મેહુલ ડોડીયાએ ડીસ્ટ્રીબ્યુશન એજન્સીમાં પરદા પાછળનો ભાગીદાર બની ગયો અને સરકારી વિભાગોમાં ગોઠવણ કરવાની જવાબદારી પણ લઈ લીધી. નફો અને સરકારમાં ગોઠવણ કરી આપવા પેટે મેહુલ ડોડીયાને વર્ષે દહાડે એકાદ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવતી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે.

અધિકારીએ VRS મૂકી દીધું  : નશાબંધી વિભાગના વિવાદિત ઈન્સ્પેક્ટર મેહુલ ડોડીયાને નશાના ધંધામાં મોટો લાભ દેખાતો હોવાથી તેણે રાજીનામું (VRS) ધરી દીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મેહુલ ડોડીયાએ રાજીનામું આપતા તેની મંજૂરી માટે કરેલી કાર્યવાહીમાં એક અન્ય વિવાદિત અધિકારીએ પણ મોટી ભૂમિકા ભજવી છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર મેહુલ ડોડીયાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.

કોણ-કોણ ફરાર ? : દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતિશ પાંડેયના જણાવ્યાનુસાર હરબોગ્લોબલ ફાર્માસ્યુટિકલના માલિક સંજય શાહ, માર્કેટિંગ મેનેજર રાજેશ ડોડકે અને મેહુલ ડોડીયા ફરાર છે. પોલીસે અત્યારસુધીમાં સુનિલ કક્કડ, અમિત વસાવડા સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં પોલીસને મહત્વના પૂરાવાઓ પણ હાથ લાગ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : હર્ષભાઇ સંઘવીએ ST ડેપોની કરી ઓચિંતી મુલાકાત, નાગરિકોને કરી આ અપીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad DistrictAhmedabad RuralAhmedabad Rural PoliceAmit VasavdaBankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterChangodarDepartment of Food and DrugsDwarka LCBDwarka PoliceDwarka SPethanolEthanol LicenseFood and Drugs Department GujaratGovernment Of GujaratGujarat FirstGujarat PoliceGujarati NewsHealth Minister of GujaratHome Minister of Gujaratintoxicating syrupKheda districtMehul DodiyaNitesh PandeyNitesh Pandey IPSOkha Marin Police StationPI N H Joshiprohibition and excise department gujaratProhibition InspectorPSI B M DevmurariRajesh DodkeSanjay ShahShivam EnterpriseSISSunil Kakkadકેમિકલકાંડલઠ્ઠાકાંડસિરપકાંડ
Next Article