Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હજારો-લાખો કરોડ દેશની બહાર ગયા પછી Money Mule નો પ્રચાર કરતી RBI

Money Mule : દેશના અર્થતંત્રને સ્થિર રાખવામાં અહમ જવાબદારી કોઈની હોય તો તે છે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની. જો કે, Reserve Bank of India અનેક વખત આવા મામલે ચર્ચાઓમાં આવી ચૂકી છે. દેશભરમાં છેલ્લાં સાતેક વર્ષથી ચાલતા ભાડાના બેંક ખાતાઓના...
હજારો લાખો કરોડ દેશની બહાર ગયા પછી money mule નો પ્રચાર કરતી rbi

Money Mule : દેશના અર્થતંત્રને સ્થિર રાખવામાં અહમ જવાબદારી કોઈની હોય તો તે છે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની. જો કે, Reserve Bank of India અનેક વખત આવા મામલે ચર્ચાઓમાં આવી ચૂકી છે. દેશભરમાં છેલ્લાં સાતેક વર્ષથી ચાલતા ભાડાના બેંક ખાતાઓના કૌભાંડ (Mule Accounts Scam) થી રાજ્ય અને કેન્દ્ર સરકાર સારી રીતે વાકેફ છે. ત્યારે RBI અખબારો અને ટીવી માધ્યમમાં જાહેરાતો થકી રૂપિયાના ખચ્ચર (Money Mule) ના નામે વર્ષો બાદ કહેવાતા ભોળા નાગરિકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ કરે છે કે, માત્ર દેખાડો તે એક યક્ષ પ્રશ્ન છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા મહાનાયકને રોકી ભાડેથી બેંક એકાઉન્ટ આપનારા શખસોને ચેતવવા RBI કેમ લાખો રૂપિયાની જાહેરાત આપે છે. આરબીઆઈની ચેતવણી થતાં Money Mule કેમ રોકાવાના નથી ? વાંચો આ અહેવાલમાં...

Advertisement

Money Mule બનશો તો જેલ થશે : RBI

નાણાકીય વ્યવહારો સલંગ્ન તમામ જાણકારી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા ભારતીય નાગરિકોને આપવાની સાથે ઠગાઈથી સાવચેત રહેવા ચેતવી રહી છે. RBI એ છેલ્લાં ત્રણેક મહિનાથી Money Mule ના નામથી જનહિતમાં પ્રચાર-પ્રસાર કરી રહી છે. આર્થિક લાભ માટે બેંક એકાઉન્ટ અન્ય કોઈને વાપરવા આપનારને જેલમાં જવાનો વારો આવી શકે છે તેમ કહીને ચેતવણી પણ આપી છે. બેંક એકાઉન્ટનો દુરઉપયોગ થતો હોય તો આવા મામલાની જાણકારી જે-તે બેંકને આપવા, સાયબર અપરાધની જાણ (National Cyber Crime Reporting) કરવા અથવા સાયબર અપરાધ હેલ્પલાઈન 1930 પર જાણ કરવા RBI એ કહ્યું છે. અત્રે નોંધનીય છે કે, લોક જાગૃક્તા માટે રિઝર્વ બેંકે છેલ્લાં ત્રણેક મહિનાથી મની મ્યુલની જાહેરાત (Money Mules Advert) શરૂ કરી છે.

બેંક અધિકારીઓની સંડોવણી, RBI અજાણ ?

એક સામાન્ય નાગરિકના બેંક ખાતામાં ગણતરીના દિવસોમાં કરોડો રૂપિયાની લેવડ-દેવડ થાય છે. ચોક્કસ બેંક ખાતાઓમાંથી મોટી રોકડ રકમ સમયાંતરે ઉપાડવામાં આવતી હોય તેમજ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન થતા હોય. આ તમામ ઘટના ગઠીયાઓ સાથે બેંક અધિકારીની મીલીભગત વિના સંભવ જ નથી. ખાનગી બેંકો (Private Banks) તેમજ સરકારી બેંકોમાં એક જ સરનામા પર ખોલવામાં આવેલા સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ભ્રષ્ટ અધિકારીની સંડોવણી વિના શક્ય જ નથી. તેવા કિસ્સાઓમાં ક્યારેય અધિકારીએ કાર્યવાહી કરી હોય તેવ સર્વ સત્તાધીશ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ગોલમાલ કરતી આવી બેંકો કે તેના અધિકારીઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી કરી હોવાના નોંધપાત્ર દાખલા પણ સામે આવ્યા નથી.

Advertisement

રૂપિયાના ખચ્ચરોનો કેવાં કૌભાંડોમાં ઉપયોગ

ભાડાના એકાઉન્ટનો સૌ પ્રથમ ઉપયોગ બે દસકા અગાઉ શેરબજાર (Stock Market) માં શરૂ થયો હતો. 1 જુલાઈ 2017માં જીએસટી (Goods and ServiceTax) લાગુ થતાં ગરીબ-શ્રમિકોના નામે અનેક પેઢીઓ તથા બેંક એકાઉન્ટ ખોલાવીને હજારો કરોડના કૌભાંડ આચરવામાં આવ્યા અને હાલ પણ યથાવત છે. ઑનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ચલાવતા બુકીઓ પણ છેલ્લાં એકાદ દસકથી આવા ભાડાના ખાતાઓ (Mule Accounts) નો ઉપયોગ કરી હજારો-લાખો કરોડની હેરફેર કરી ચૂક્યાં છે. ઑનલાઈન બેટિંગ (Online Betting) ની જેમ શેરબજારના ડબ્બા ટ્રેડિંગ (Dabba Trading) માં પણ આવા જ ખાતા થકી બેનંબરી વ્યવહારો થાય છે. આ ઉપરાંત કટિંગના વાહનો છોડાવવા માટે પણ કેટલીક ટોળકીઓ આર્થિક લાલચ આપી નાના માણસોના નામે લાખોની બેંક લોન (Bank Loan) મેળવીને કૌભાંડ આચરી રહ્યાં છે.

Advertisement

સાયબર ગઠીયાઓ પણ વાપરે છે ભાડાના ખાતા

શેરબજારમાં રોકાણ, લલચામણી જાહેરાત અને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) જેવા કાંડના કૌભાંડીઓ ધરપકડથી બચવા Money Mule ના બેંક ખાતાઓ વાપરે છે. ભાડાના ખાતાઓના બેનંબરી ધંધામાં 3 થી 4 લેયર હોય છે. અડધા ટકાથી લઈને બે ટકા સુધીના કમિશન પર ટોળકી કામ કરતી હોય છે. બેંક ખાતામાં જમા થયેલા નાણા ઉપાડીને ફૂટી નીકળેલી આંગડીયા પેઢીઓ (Angadia) થકી તેના હવાલા કરવામાં આવે છે. કેટલીક આંગડીયા પેઢીઓ મોટી ટકાવારી લઈને લાખો-કરોડો રૂપિયા ક્રિપ્ટોમાં તબદિલ કરી આપે છે. અત્રે નોંધનીય છે કે, લાખો-કરોડોના બેનંબરી વ્યવહારોમાં કેટલીક બેંકના મેનેજરો (Bank Manager) ની સીધી સંડોવણી છે.

GST અને Police કેમ મની મ્યુલને આરોપી નથી બનાવતી ?

ગુજરાત રાજ્યના GST વિભાગમાં છેલ્લાં 7 વર્ષમાં હજારો બોગસ પેઢીઓ અને બેંક એકાઉન્ટ તપાસમાં સામે આવ્યાં છે. આ ઉપરાંત ઑનલાઈન ગેમ્બલિંગ, ડબ્બા ટ્રેડિંગ, સાયબર ફ્રોડ (Cyber Fraud) અને ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં ગુજરાત પોલીસ (Gujarat Police) લાખો કરોડના બેનંબરી વ્યવહારો પકડી ચૂકી છે. રાજ્ય પોલીસની બહાદુર એજન્સીઓ કૌભાંડોના પર્દાફાશની અનેક પ્રેસ કોન્ફરન્સ પણ કરી વાહવાહી અને માલ મેળવી ચૂકી છે. ભાડાના સેંકડો બેંક એકાઉન્ટનો પર્દાફાશ (Rental Bank Accounts Exposed) થયા બાદ બેંક ખાતુ ભાડે આપનાર સામે કાનૂની કાર્યવાહી કરવાના બદલે તેને સાક્ષી બનાવી દેવાની રમત ભ્રષ્ટ અધિકારીઓ રમી રહ્યાં હોવાની વાતથી રાજ્ય તથા કેન્દ્ર સરકાર સારી રીતે વાકેફ છે. એક સિનિયર IPS અધિકારીએ Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખસ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવા જ નથી માંગતા. જો, Money Mule સામે કાર્યવાહી થાય તો આવનારા દિવસોમાં આવા શખસોમાં કાયદાનો ડર બેસે અને બ્લેક મનીની ચેઈન (Chain of Black Money) તૂટી જાય. જેથી ભ્રષ્ટાચારીઓની લાખો-કરોડોની આવક ધરાવતી દુકાનના પાટિયા પડી જાય.

આ પણ વાંચો:  ACB એ લાંચીયા આરટીઓ કર્મચારીની કરી ધરપકડ

Tags :
Advertisement

.