Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્વારકા પોલીસને નશાયુક્ત સિરપકાંડની અગાઉથી જ શંકા હતી ?

ઉડતા Gujarat માં નશાનો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેફામ બની ગયો છે. ડ્રગ્સ હોય, દારૂ હોય કે નશાયુક્ત સિરપ (Intoxicating Syrup) જે માગો અને જેટલો જોઈએ તેટલો જથ્થો મળી જાય છે. ખેડા જિલ્લા (Kheda District) માં નશાયુક્ત સિરપના કારણે 6...
02:24 PM Dec 04, 2023 IST | Bankim Patel

ઉડતા Gujarat માં નશાનો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેફામ બની ગયો છે. ડ્રગ્સ હોય, દારૂ હોય કે નશાયુક્ત સિરપ (Intoxicating Syrup) જે માગો અને જેટલો જોઈએ તેટલો જથ્થો મળી જાય છે. ખેડા જિલ્લા (Kheda District) માં નશાયુક્ત સિરપના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આયુર્વેદના નામે નશો વેચતા દુકાનદારો, સપ્લાયરો અને ઉત્પાદકોને પોલીસ પકડી પકડીને જેલ ભેગા કરી રહી છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ (Dwarka Police) છેલ્લાં 4 મહિનાથી નશાયુક્ત સિરપ પર રોક લગાવવા પ્રયત્નશીલ છે. ચાર મહિનામાં 6 કેસ કરીને અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગેરકાયેદસર કંપની-યુનિટ બંધ કરાવી દીધા. રાજ્યના ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Department of Food and Drugs) અને નશાબંધી અને આબકારી વિભાગે (Prohibition and Excise Department) કરવાની કામગીરી દ્ધારકા પોલીસ કરી રહી છે.

ત્રણ કેસમાં સૂત્રધારો સહિત 14ની ધરપકડ : ગત જુલાઈ મહિનાના અંતમાં દ્વારકા એલસીબી (Dwarka LCB) પીએસઆઈ બી. એમ. દેવમુરારી (PSI B M Devmurari) અને તેમની ટીમે ખંભાળિયા શહેરમાંથી 'કાલ મેઘાસવ' નામની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત દવાની 4 હજાર બોટલ (કિંમત 5.96 લાખ)નો જથ્થો ભરેલી આઈસર પકડી. તપાસમાં નશાબંધી વિભાગનું પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું તેમજ GST નંબર ખોટા હોવાની માહિતી સામે આવી હતી. આ ઉપરાંત દવામાં ઈથેનોલ (આલ્કોહોલ) ભેળવતા હતા. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં દ્ધારકા એલસીબીએ રેડ કરતા ફેકટરીમાંથી 840 લિટર ઈથેનોલ (Ethanol) સીટ્રીક એસિડ સહિતના પદાર્થો મળી આવતા સૂત્રધાર ભરત નકુમ સહિત ત્રણની ધરપકડ કરી. બીજા કિસ્સામાં ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ એન. એચ. જોષી (PI N H Joshi) એ 15,624 બોટલો પકડી અકરમ બાનવા, તેના ભાગીદાર ચિરાગ થોભાણી અને પંજાબના સપ્લાયર પંકજ ખોસલાની ધરપકડ કરી. પંજાબમાં નારાયણી હર્બલના નામે નશાયુક્ત સિરપ બનાવતા પંકજ ખોસલાના યુનિટમાંથી પોલીસને 6500 લિટર ઈથેનોલ મળી આવ્યું હતું. જ્યારે સેલવાસામાં નશાયુક્ત સિરપ બનાવી રાજ્યભરમાં નશાનો કારોબાર કરતી ટોળકીને દ્વારકા પોલીસે તાજેતરમાં ઝડપી છે. ઓખા મરીન પોલીસ સ્ટેશન (Okha Marin Police Station) માં નોંધાયેલા કેસમાં નામચીન સુનિલ કક્કડ, HGP કંપનીના ફેકટરી ઈન્ચાર્જ, AMB ફાર્માના મુખ્ય વહીવટકર્તા સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે. 700 કરોડની છેતરપિંડીના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા સાંઈ ઈન્ફો સિસ્ટમ (SIS) ના સુનિલ કક્કડ (Sunil Kakkad) કેસનો સૂત્રધાર છે.

દવાના નામે ઈથેનોલ-દારૂ વેચાતો : દ્વારકા જિલ્લા પોલીસે છેલ્લાં 3 મહિનામાં નશાયુક્ત સિરપ સામે શરૂ કરેલી ઝુંબેશમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય (Nitesh Pandey IPS) ના જણાવ્યાનુસાર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત દવાના નામે સસ્તો નશો વેચતા માફિયાઓ ઈથેનોલ કેમિકલનો ઉપયોગ કરતા હતા. પાણીમાં ફ્રુટની ફ્લેવર તેમજ સ્વીટનરની સાથે ઈથેનોલ-આલ્કોહોલ મિક્સ કરીને ભેળવી દેવાતો અને તેને દવાના નામે વેચવામાં આવતો હતો. જેના પૂરાવા અમદાવાદની ચાંગોદર (Changodar) સ્થિત તેમજ પંજાબ (Punjab) ની ફેક્ટરીમાં પોલીસને દરોડા સમયે મળી આવ્યા છે.

અમદાવાદનું ચાંગોદર AP સેન્ટર : અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) એક સમયે નશાયુક્ત સિરપ સામે ઝુંબેશ ઉપાડી હતી. ઝુંબેશ બાદ ગ્રામ્ય પોલીસની હદમાં જ નશાયુક્ત સિરપનું ઉત્પાદન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર બની ગયું છે. એક નહીં બબ્બે કેસના તાર ચાંગોદર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કાલ મેઘાસવ સિરપનું ઉત્પાદન કરતી ગેરકાયદે ફેકટરી તેમજ શિવમ એન્ટરપ્રાઈઝ નામની ડિસ્ટ્રીબ્યુશન એજન્સી-ગોડાઉન ચાંગોદરમાં હોવાનું સામે આવ્યું છે. ચાંગોદરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ અને સાહેબોની રહેમનજર હેઠળ અનેક ગેરકાનૂની કામો થઈ રહ્યાં છે.

અન્ય વિભાગોને માત્ર હપ્તા-લાંચમાં જ રસ : નશાયુક્ત સિરપના મામલામાં ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ અને નશાબંધી અને આબકારી વિભાગની મુખ્ય જવાબદારી છે. બેવરેજીસ, ફૂડ પ્રોડક્ટ અને મસાલાના નામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી મંજૂરી મેળવીને નશાયુક્ત સિરપ બનાવતી એક પણ ફેક્ટરીમાં ક્યારેય તપાસ થઈ નથી. આ બંને વિભાગોના લાંચીય અધિકારીઓને માત્રને માત્ર તેમના હપ્તામાં રસ હોવાથી લોકો આજે મોતને ભેટી રહ્યાં છે. નશાયુક્ત સિરપ બનાવતી ટોળકી પાસે ઈથેનોલ ક્યાંથી આવતું હતું તેની માહિતી મેળવવા નશાબંધી વિભાગે આજદીન સુધી પ્રયાસ કર્યો નથી.

આ પણ વાંચો - Gujarat First Impact : વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આખરે જાગ્યું તંત્ર, તપાસના આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad DistrictAhmedabad RuralAhmedabad Rural PoliceAhmedabad Rural SPBankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterChangodarDepartment of Food and DrugsDwarka LCBDwarka PoliceethanolEthanol LicenseFood and Drugs Department GujaratGovernment Of GujaratGujarat FirstGujarat PoliceGujarati NewsHealth Minister of Gujaratintoxicating syrupKheda districtNitesh Pandey IPSOkha Marin Police StationPI N H Joshiprohibition and excise department gujaratPSI B M DevmurariRushikesh PatelSISSunil KakkadVirendra Yadav IPSકેમિકલકાંડલઠ્ઠાકાંડસિરપકાંડ
Next Article