ATS-DRI Raid : દાણચોરીનું સોનું મળ્યું ત્યારે આરોપી મહેન્દ્ર શાહે કહ્યું, સાહેબ આપણા જ છે
ATS-DRI Raid : તારીખ 17 માર્ચના રોજ અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એપાર્ટમેન્ટમાં થયેલી ATS-DRI Raid ની આજે પણ શેરબજારીયાઓમાં ચર્ચા છે. 107.58 કિલો Gold, 1.37 કરોડ રોકડા અને 11 લકઝુરિયસ વૉચ દરોડામાં જપ્ત થઈ અને તે પણ બિનવારસી હાલતમાં. જો કે, દાણચોરી કરી ભારતમાં લવાયેલા સોનાથી લઈને તમામ મતા શેર ઑપરેટર મહેન્દ્ર શાહ (Mahendra Shah) અને તેના પુત્ર મેઘ શાહ (Megh Shah) ની છે. અનેક લોકોનું કરી નાંખીને બાપ-બેટા મહેન્દ્ર અને મેઘ શાહે મુંબઈ-અમદાવાદમાં અનેક સંપત્તિઓ વસાવી છે. પિતા-પુત્રના સંપર્કો ભાજપના નેતાઓથી લઈને IAS, IPS, IRS અધિકારીઓ સાથે છે. એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા (ATS-DRI Raid) ની રાતથી મહેન્દ્ર અને મેઘ ભૂર્ગભમાં ઉતરી ગયા છે અને બંનેએ દેશ છોડી દીધો હોવાના સમાચાર છે. પાલડી ગોલ્ડ કેસ (Paldi Gold Case) ના દરોડાને લઈને અનેક વાતો હવે સામે આવી રહી છે.
ATS-DRI Raid સમયે મહેન્દ્ર મુંબઈના બારમાં બેઠો હતો
100 થી 400 કિલો સોનું અમદાવાદ પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફલેટ નંબર 104માં પડ્યું છે તેવી બાતમી એટીએસના ડીવાયએસપી એસ. એલ. ચૌધરી (DySP S L Chaudhari) ને મળી હતી. મોટી માત્રામાં ગોલ્ડ હોવાની વાત સામે આવતા એટીએસની ટીમે DRI નો સંપર્ક કર્યો હતો અને તારીખ 17 માર્ચની બપોરે અઢીએક વાગે ઑપરેશન ગોલ્ડ (Operation Gold) શરૂ કર્યું હતું. બંધ ફલેટની ચાવી આવી જતા પંચો રૂબરૂ પ્રવેશ કરીને સર્ચ શરૂ કરાયું હતું. એક તરફ શેરબજાર બંધ થાય છે અને બીજી તરફ ATS-DRI Raid ની કામગીરી. બજાર બંધ થતાં મહેન્દ્ર શાહ Mumbai ના અંધેરીમાં આવેલા એક બારમાં બેસીને મોબાઈલ ફોન થકી તમામ હકિકતો મેળવતો હતો. ATS-DRI Raid દરમિયાન મહેન્દ્ર શાહે એક કંપનીના પ્રમોટર સાથે સાંજે બારમાં જ મીટિંગ કરી હતી.
સાહેબ પહોંચે છે, આપણા જ છે : મહેન્દ્ર
વર્ષોથી ખોખા કંપનીઓના શેરને બે આંકડામાંથી ત્રણ કે ચાર સુધી પહોંચાડી દેનાર Market Operator Mahendra Shah નો પુત્ર મેઘ શાહ પણ બાપના રસ્તે ચાલ્યો છે. બાપ-બેટાએ ભેગા મળીને અસંખ્ય લોકોને લાખો/કરોડો રૂપિયામાં સૂવડાવી દીધા છે. ફાંકા મારવામાં અવલ્લ એવા મહેન્દ્ર શાહે ATS-DRI Raid ની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક 'સાહેબ' વિશે સૂચક વાત કરી હતી. સાહેબ પહોંચે છે, આપણા જ છે તેમ કહીને દરોડામાં ઉની આંચ નહીં આવે તેવો સંકેત આપ્યો હતો. એક ચર્ચા અનુસાર મેઘ શાહ દરોડામાં સામેલ અધિકારીઓ પૈકી એકની સાથે મિત્રતા ધરાવે છે. અનેક લાલચુ નેતાઓ, મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓ, ગુજરાતના આઈએએસ-આઈપીએસ અધિકારીઓ લાખના કરોડ કરવા માટે મહેન્દ્ર અને મેઘ શાહનો સંપર્ક કરે છે. Scamster Mahendra Shah અને મેઘ શાહના અનેક મોટા માથાઓ સાથે સંપર્ક હોવાની વાતો જગ જાહેર છે.
દરોડામાં કયા-કયા સાહેબો હતા સામેલ ?
ATS-DRI Raid માં ડીવાયએસપી શંકર એલ. ચૌધરી, પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ (PI Nikhil Brahmbhatt), પીઆઈ અજીતસિંહ ચાવડા (PI Ajitsinh Chavda) તેમજ ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર નિતેશ પથોડે (Nitesh Pathode IRS) સહિતના અધિકારી/કર્મચારીઓ સામેલ હોય છે. Gujarat First ની ટીમ દરોડાના સ્થળ પર સૌ પ્રથમ પહોંચી હતી અને ATS-DRI Raid ના તમામ સમાચાર મોડીરાત સુધી દર્શાવ્યા હતા. રેડ દરમિયાન હાજર અધિકારીઓમાં વર્ષ 2001ની બેચના એસ. એલ. ચૌધરી, વર્ષ 2008 બેચના પીઆઈ બ્રહ્મભટ્ટ, વર્ષ 2010 બેચના પીઆઈ ચાવડા તેમજ Directorate of Revenue Intelligence ઝોનલ યુનિટના નિતેશ પથોડે સામેલ હતા. Gujarat ATS ના ત્રણ અધિકારીઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) નોકરી કરી ચૂક્યાં છે. જ્યારે વર્ષ 2016ની બેચના IRS Nitesh Pathode અગાઉ મુંબઈ કસ્ટમ્સમાં ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો : Gun Licence Scam નો સુરેન્દ્રનગર એસઓજીએ કર્યો પર્દાફાશ, 25 હથિયારો અને 21 ગન લાયસન્સ જપ્ત