Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Police કમિશનર મલિકે 28 વર્ષ જૂના સૉફ્ટવેરને હટાવ્યું

Ahmedabad Police : ગુજરાત પોલીસ (Gujarat Police) ભલે ટેક્નોસેવી હોવાનો દાવો કરતી હોય, પરંતુ આજે પણ અનેક શહેર-જિલ્લા પોલીસ બાબા આદમના જમાનાના સૉફ્ટવેર વાપરી રહ્યાં છે. અમદાવાદ પોલીસની પણ બે મહિના અગાઉ આવી જ સ્થિત હતી. નિવૃત્ત થઈ ચૂકેલા પોલીસ...
ahmedabad police કમિશનર મલિકે 28 વર્ષ જૂના સૉફ્ટવેરને હટાવ્યું

Ahmedabad Police : ગુજરાત પોલીસ (Gujarat Police) ભલે ટેક્નોસેવી હોવાનો દાવો કરતી હોય, પરંતુ આજે પણ અનેક શહેર-જિલ્લા પોલીસ બાબા આદમના જમાનાના સૉફ્ટવેર વાપરી રહ્યાં છે. અમદાવાદ પોલીસની પણ બે મહિના અગાઉ આવી જ સ્થિત હતી. નિવૃત્ત થઈ ચૂકેલા પોલીસ કમિશનરો જેનાથી પરેશાન હતા તે 28 વર્ષ જૂના ડેટા બેઝ સૉફ્ટવેરને હટાવી જી. એસ. મલિકે (G S Malik) વેબ એપ્લિકેશન (Web Application) નો ઉપયોગ શરૂ કરાવ્યો છે. Ahmedabad Police કમિશનરનો આ નિર્ણય હજારો કર્મચારીઓ માટે કેવી રીતે ફાયદારૂપ સાબિત થશે. વાંચો આ અહેવાલમાં...

Advertisement

નવા સૉફ્ટવેરથી સમસ્યાઓનો અંત, અનેક ફાયદા

તમને જાણીને નવાઈ લાગશે કે, ટેક્નોલૉજીની વાતો કરતી ગુજરાત પોલીસમાં ગાંધીનગર રેન્જ (Gandhinagar Range) પંચમહાલ રેન્જ (Panchmahal Range) રાજકોટ રેન્જ (Rajkot Range) અને તમામ SRP ગ્રુપને બાદ અન્ય રેન્જ અને કમિશનરેટમાં બાબા આદમના જમાનાનું પગાર-નાણા ચૂકવણી સૉફ્ટવેર વપરાય છે. અમદાવાદ શહેર પોલીસે બે મહિના અગાઉ વર્ષ 1996થી વપરાતા Microsoft Access માં બનેલા ડેટા બેઝ સૉફ્ટવેરને તિલાંજલી આપી નવી વેબ એપ્લીકેશન અપનાવી છે. પોલીસ સ્ટેશન-બ્રાંચ કક્ષાએ પગાર બિલ, રજા પગાર સહિતની નાણા ચૂકવણીની કૉમ્પ્યુટરમાં એન્ટ્રી કર્યા બાદ ફરીથી તે હજારો એન્ટ્રી અમદાવાદ પોલીસ કમિશરનર કચેરી ખાતાની એકાઉન્ટ શાખા (Account Branch) માં કરવી પડતી હતી. અત્રે નોંધનીય છે કે, Ahmedabad Police માં પંદરેક હજાર અધિકારી-જવાનો હાલ ફરજ બજાવી રહ્યાં છે. રજા પગારના બિલ બનાવવામાં થતો વિલંબ હવે અટકશે. આ ઉપરાંત પગાર બીલ, નાણા ચૂકવણી તેમજ ફોર્મ 16 સહિતની કામગીરી આસાન બની રહેશે અને સુધારા માટે કચેરીઓના ધક્કા ખાવાનો અંત આવશે.

ખુદના E Mail ID પર મળશે પે સ્લીપ

અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) નવા સૉફ્ટવેરનો બે મહિનાથી ઉપયોગ શરૂ કરી દીધો છે. નવી વેબ બેઝ એપ્લિકેશનના કારણે આગામી દિવસોમાં પોલીસ અધિકારી-જવાનોને પગાર સ્લીપ ખુદના ઈ-મેઈલ આઈડી પર જ મળી જશે. અગાઉ પગાર સ્લીપ બબ્બે મહિનાના વિલંબ બાદ (મે મહિનાની સ્લીપ જુલાઈ-ઑગસ્ટમાં મળતી) સ્થાનિક પોલીસ સ્ટેશન-બ્રાંચના ઈ-મેઈલ પર આવતી હતી.

Advertisement

મોટાભાગનો સ્ટાફ તફાવતની રકમ જોતો નથી

ડેટા એન્ટ્રી અથવા નાણાકીય ગણતરીમાં થયેલી ભૂલના કારણે વર્ષોથી અનેક પોલીસ અધિકારી-જવાનોને નાની મોટી રકમનું નુકસાન આવતું હતું. હજારો કર્મચારીઓ પે સ્લીપ (Pay Slip) નો અભ્યાસ નહીં કરતાં હોવાથી નુકસાન પણ ભોગવી ચૂક્યાં છે. મોટાભાગે તો નુકસાન થયું હોવાની જાણ પણ નથી થઈ અને થઈ તો લાંબા વિલંબ બાદ. બિલોની રકમમાં આવતી ભૂલ પે સ્લીપ મળે તો જ જાણી શકાય અને મોટાભાગના જવાનો જરૂરિયાત સિવાય તે મેળવવા પ્રયાસ પણ નથી કરતા.

Advertisement

નિવૃત્ત કર્મીએ CP ને નવા સૉફ્ટવેરથી અવગત કર્યા

વર્ષ 1999-2000માં જ્ઞાનેન્દ્રસિંઘ મલિક (Gyanender Singh Malik) સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હતા ત્યારે એકાઉન્ટ શાખામાં કામ કરતા એક કર્મચારી બે મહિના અગાઉ મળવા આવ્યા હતા. Ahmedabad Police કમિશનરની શુભેચ્છા મુલાકાતે આવેલા નિવૃત્ત કર્મચારી સાથે મલિકે પોલીસના પગાર બિલ, TDS કપાતમાં થતી ભૂલો સહિતની સમસ્યાઓની ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન નિવૃત્ત કર્મચારીએ ગાંધીનગર જિલ્લા પોલીસે બનાવેલા લેટેસ્ટ સૉફ્ટવેરની જાણકારી મલિકને આપી હતી.

અમદાવાદ પોલીસે ગાંધીનગરના ASI ને તેડાવ્યાં

પગાર બિલ સહિતની નાણાકીય ચૂકવણી માટે ગાંધીનગર જિલ્લા પોલીસ (Gandhinagar Police) માં વર્ષ 2016થી ઈન્ટરનેટ બેઝ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. Gujarat Police માં સૌ પ્રથમ અદ્યતન સૉફ્ટવેર ગાંધીનગર પોલીસના જવાને બનાવ્યું હોવાની જાણકારી મળતા Ahmedabad CP એ ચિરાગ ચૌધરી તાત્કાલિક અમદાવાદ બોલાવ્યા હતા. પોલીસ કમિશનર મલિકની ઉપસ્થિતિમાં એએસઆઈ ચિરાગ ચૌધરી (Chirag Chaudhari ASI) તેમજ કમિશનર કચેરીના એકાઉન્ટ શાખાના અધિકારી-કર્મચારીની ચર્ચા થઈ અને જી. એસ. મલિકે સૉફ્ટવેરનો અમલ કરવા આદેશ કરી દીધો. અત્રે નોંધનીય છે કે, ચિરાગ ચૌધરીને પોલીસ કમિશનરે Good Service Task બદલ 3 હજારનું રોકડ ઈનામ આપી સન્માનિત કર્યા હતા.

ચિરાગ ચૌધરીએ કેમ બનાવ્યું વેબ બેઝ સૉફ્ટવેર ?

દર મહિને પગાર બિલ સહિતની નાણા ચૂકવણીમાં 200 થી 300 સુધારા આવતા હોવાથી તત્કાલિન કૉન્સ્ટેબલ ચિરાગ ચૌધરી અને તેમના સાથી કર્મચારીઓ સુધારા અને ધક્કા ખાવાથી પરેશાન હતા. અનેક પોલીસ કર્મચારીઓને થતાં નુકસાન અને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાથી ચિરાગભાઇએ ડેટા બેઝ એપ્લિકેશનના સ્થાને નવી Web Application બનાવવાનો વર્ષ 2015માં નિર્ણય કર્યો હતો. પ્રોગ્રામિંગની જાણકારી ધરાવતા ચિરાગ ચૌધરીએ એપ્લીકેશન બનાવવા કલાસીસ પણ કર્યા અને રાતોના ઉજાગરા પણ. હેડ કૉન્સ્ટેબલ તરીકે બઢતી મળતા તેમની બદલી સાબરકાંઠા જિલ્લામાં થઈ. જો કે, તેમને ગાંધીનગર પરત લાવવામાં આવ્યા અને 2016માં ગુજરાત પોલીસ પે બીલ એપ્લિકેશન (Gujarat Police Pay Bill Application) બની ગઈ હતી. ગાંધીનગર રેન્જના તત્કાલિન આઈજી મનોજ શશીધરે (Manoj Shashidhar) મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આ એપ્લિકેશન અમલી બનાવી હતી. મનોજ શશીધરની બદલી ગોધરા-પંચમહાલ રેન્જમાં થતાં ત્યાં પણ તેને અમલમાં લાવ્યા હતા.

આ પણ વાંચો:  Palitana Jain Tirth : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સહિત જૈન આગેવાનને બદનામ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.