ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા

સાગઠીયા જેવો ભ્રષ્ટાચારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારી Asst TDO ના ઘરેથી મળી આવ્યા રોકડા 73 લાખ રોકડ સાથે 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ પણ મળ્યા દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ચકાસણી અને તપાસ યથાવત હજી પણ કરોડોની બેનામી સંપત્તિ...
10:05 PM Aug 01, 2024 IST | Bankim Patel
Team ACB arrest AMC Officer Harshad Bhojak
  1. સાગઠીયા જેવો ભ્રષ્ટાચારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં
  2. ભ્રષ્ટાચારી Asst TDO ના ઘરેથી મળી આવ્યા રોકડા 73 લાખ
  3. રોકડ સાથે 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ પણ મળ્યા
  4. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ચકાસણી અને તપાસ યથાવત
  5. હજી પણ કરોડોની બેનામી સંપત્તિ મળવાની આશંકા

ACB : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે, રાજકોટ-સુરત-વડોદરા-ભાવનગર-ગાંધીનગર-જામનગર-જૂનાગઢ બધે કાગડા કાળા જ છે. "પકડાય તે ચોર બાકી શાહુકાર" આ કહેવત વાસ્તવમાં તમામ ભ્રષ્ટાચારી બાબુઓને લાગુ પડે છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓમાં સૌથી વધુ કાયદાના ઘેરામાં કોઈ આવ્યું હોય તો તે છે મનસુખ સાગઠીયા. આવો જ એક મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર (Asst TDO) હર્ષદ ભોજક વચેટિયા થકી 20 લાખની લાંચ લેતા Team ACB ના હાથે ઝડપાયો છે. હર્ષદ ભોજક અને સરકાર માન્ય એન્જિનિયર હાલ ગુજરાત એસીબી (Gujarat ACB) ની ધરપકડ કરી ભ્રષ્ટાચારનો દલ્લો શોધી કાઢવા અધિકારીઓએ પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ AMC ના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Asst TDO ના ઘરેથી મળી આવ્યા રોકડા 73 લાખ

આ પણ વાંચો: IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

ACB ને શું મળી હતી ફરિયાદ ?

ગુજરાત Anti Corruption Bureau પાસે અમદાવાદના એક નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર (Ahmedabad City) માં રહેલી વડિલોપાર્જિત જમીનમાં આવેલી દુકાનો-મકાનો AMC દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશન બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા એસીબીના ફરિયાદી અને મકાન-દુકાનના ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો હુકમ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ખાતે જરૂરી પૂરાવા રજૂ કરવા જરૂરી હતા. ACB ના ફરિયાદીએ Akshar Space Infrastructure ના આશિષ કનૈયાલાલ પટેલ (સરકાર માન્ય એન્જિનિયર) નો સંપર્ક કર્યો હતો. આશિષ પટેલે ફરિયાદીને હર્ષદ ભોજકની મુલાકાત કરાવી હતી. કામ પેટે સૌ પ્રથમ હર્ષદ ભોજકે 50 લાખ માગ્યા હતા અને આશિષ પટેલના 10 લાખ અલગથી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા નક્કી થયા હતા, પરંતુ ફરિયાદીએ રકમ આપતા પહેલાં ACB ના અધિકારીઓનો સંપર્ક કરી લીધો હતો.

આ પણ વાંચો: Corruption : મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા ખાણ-ખનિજ વિભાગના અધિકારી ACB ના શરણે

કેવી રીતે આરોપીઓને ઝડપ્યા ?

રૂપિયા 20 લાખ ભરેલી બેગ લઈને ACB ના ફરિયાદી અમદાવાદના આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની સામે આવેલા રત્ના બિઝનેસ સ્કવેર ખાતે પહોંચ્યા હતા. રત્ના બિઝનેસ સ્કવેર ખાતે અક્ષર સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રકચરની ઑફિસમાં બેસેલા આશિષ પટેલને ફરિયાદીએ 20 લાખ રૂપિયા આપ્યા હતા. 20 લાખ રૂપિયાના બંડલ ગણ્યા બાદ આશિષ પટેલે એએમસી પૂર્વ ઝોન (East Zone AMC) ના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને ફોન કરી લાંચ સંબંધિત વાતચીત કરી હતી. લાંચ સ્વીકારી હોવાનો સંદેશો મળતા ACB ની બે જુદીજુદી ટીમે આશિષ પટેલ અને હર્ષદ ભોજકને ઝડપી લઈ વિધિવત ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?

ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગમાં સન્નાટો

અમદાવાદ શહેરના 48 વૉર્ડ પૈકી એકપણ વૉર્ડ એવો બાકી નહીં હોય જ્યાં એએમસી એસ્ટેટ વિભાગ (Estate Department AMC) ની મહેરબાનીથી ગેરકાયદેસર બાંધકામ નહીં થયું હોય. ગુજરાત ACB એ કરેલી કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસ્ટેટ વિભાગના નાનાથી માંડી મોટા અધિકારીઓ હાલ કોઈની સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. એક ચર્ચા એવી પણ છે કે, ભ્રષ્ટાચારી હર્ષદ ભોજક (Harshad Bhojak AMC) સાથે સંકળાયેલા કેટલાંક બાબુઓ ભ્રષ્ટાચારના પૂરાવા સગેવગે કરવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

Tags :
ACBAhmedabad CityAhmedabad Municipal CorporationAkshar Space InfrastructureAMCAnti Corruption BureauAsst TDOBankim PatelEast Zone AMCEstate Department AMCGujarat ACBGujarat FirstHarshad Bhojak AMCJournalist BankimTeam ACB
Next Article