Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara Police : કરોડપતિ બુટલેગરને પોલીસ પકડે તે પહેલાં કોણે ભગાડ્યો ?

Vadodara Police : ડ્રાય સ્ટેટ (Dry State) ગુજરાતમાં વર્ષે દહાડે અબજો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ઠાલવે છે. એકાદ-બેની ધરપકડ થાય એટલે  બીજા બુટલેગરો ફૂટી નીકળે છે અને આ બેનંબરી ધંધો પોલીસની રહેમનજરથી ધમધમે છે. Gujarat Police વર્ષે જેટલી રકમનો શરાબ...
vadodara police   કરોડપતિ બુટલેગરને પોલીસ પકડે તે પહેલાં કોણે ભગાડ્યો

Vadodara Police : ડ્રાય સ્ટેટ (Dry State) ગુજરાતમાં વર્ષે દહાડે અબજો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ઠાલવે છે. એકાદ-બેની ધરપકડ થાય એટલે  બીજા બુટલેગરો ફૂટી નીકળે છે અને આ બેનંબરી ધંધો પોલીસની રહેમનજરથી ધમધમે છે. Gujarat Police વર્ષે જેટલી રકમનો શરાબ પકડે છે તેનાથી 10-12 ગણો દારૂ પ્યાસીઓ પી જાય છે. ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ (IMFL) ઠાલવતા મોટા ગજાના બુટલેગરો પૈકીના એક સુનિલ કેવલરામાણી ઉર્ફે અદો (Sunil Kevalramani aka Ado) ને પાસા કરવા માટે રાજસ્થાન ગયેલી વડોદરા પોલીસ (Vadodara Police) ને નિરાશા હાથ લાગી છે. સમગ્ર મામલો જાણવા વાંચો આ અહેવાલ...

Advertisement

કોણ છે બુટલેગર સુનિલ ઉર્ફે અદો ?

સુનિલ કેવલરામાણી ઉર્ફે અદો આ નામ ગુજરાત પોલીસના મોટાભાગના અધિકારીઓ જાણે છે. પાડોશી રાજ્યોમાંથી એકસાઈઝ ચોરી કરી ડુપ્લીકેટ બેચ નંબરનો વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પૈકીનો એક સુનિલ ઉર્ફે અદો સામે અનેક પોલીસ કેસ નોંધાયેલા છે. ગત જાન્યુઆરી મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) વડોદરા શહેરમાંથી સુનિલ ઉર્ફે અદોને દારૂનું કટિંગ કરાવતા રંગે હાથ ઝડપી લીઘો હતો. મૂળ વડોદરાનો વતની સુનિલ ઉર્ફે અદો છેલ્લાં એકાદ દસકથી ગુજરાતમાં ગેરકાયેદ દારૂ સપ્લાય કરી રહ્યો છે. આંગડીયા થકી કરોડો રૂપિયાની હેરફેર કરવાના એક મામલામાં પણ સુનિલ કેવલરામાણીની સંડોવણી છતી થઈ હતી. ગુજરાતમાં ચાલતા કરોડો-અબજો રૂપિયાના વિદેશી દારૂના ધંધામાં ચાલતી હરિફાઈમાં ગેંગસ્ટર મુકેશ હરજાણી (Mukesh Harjani) ની વર્ષ 2016માં ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુનિલ ઉર્ફે અદો સહિતના બુટલેગરો સામે વડોદરા પોલીસે (Vadodara Police) ફરિયાદ નોંધી અને ધરપકડનો દોર આરંભ્યો હતો. પકડાયેલા 11 આરોપીમાં સુનિલ ઉર્ફે અદોનો ભાગીદાર એવો બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી (Vijay Udhwani alias Viju Sindhi) સહિતના 11 ને અદાલતે વર્ષ 2019માં પૂરાવાના અભાવે છોડી મૂક્યા હતા.

Advertisement

વડોદરાની જેલમાં સુનિલને હતી મજા

વડોદરા શહેર (Vadodara City) ના બાપોદા પોલીસ સ્ટેશન (Bapod Police Station) ની હદમાં આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટમાં વિદેશી દારૂના કટિંગનો Team SMC એ ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં રેકોર્ડ બ્રેક કેસ કર્યો હતો. પોણા કરોડથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક, દૂધ વાહન (Milk Van) સહિત 13 વાહનો કબજે કરી સુનિલ ઉર્ફે અદો અને તેના ચાર સાગરીતોની ધરપકડ કરાઈ હતી. ચારેક મહિનાથી કેદ સુનિલ ઉર્ફે અદો વડોદરા જેલ સ્ટાફની કૃપાથી મજા કરતો હતો. ગત માર્ચ મહિનામાં વડોદરા જેલમાંથી મળી આવેલા ત્રણ મોબાઈલ ફોનના મામલામાં પણ સુનિલ ઉર્ફે અદોની સંડોવણી સામે આવતા Vadodara Police એ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુનિલ વડોદરા જેલમાં બેઠાં બેઠાં પોતાનું નેટવર્ક સંભાળતો હોવાનું તેમજ બહાર નીકળવા માટે મળતીયાઓની મદદથી પ્લાન બનાવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement

વડોદરા પોલીસ પકડે તે પહેલાં જ ફરાર

વડોદરામાં જેલવાસ ભોગવી રહેલાં સુનિલ કેવલરામાણી ઉર્ફે અદો સામે Rajasthan એક્સાઈઝ વિભાગે ભૂતકાળમાં એક કેસ નોંધ્યો હતો. જે કેસમાં રાજસ્થાન એક્સાઈઝે ચારેક દિવસ અગાઉ વડોદરા જેલ ખાતેથી સુનિલનો ટ્રાન્સફર વૉરંટથી કબજો મેળવ્યો હતો. સુનિલ ઉર્ફે અદોને એક્સાઈઝ ચોરી (Excise Duty Evasion) ના કેસમાં અદાલતે રાહત આપી હોવાની જાણ થતાં વડોદરા પીસીબી (Vadodara PCB) ની ટીમ આબુ રોડ સબ જેલ (Sub Jail Abu Road) ખાતે પહોંચી ગઈ હતી. સુનિલ ઉર્ફે અદો સામે અટકાયતી કાર્યવાહી માટે ગયેલી પોલીસ ટીમને ગુમરાહ કરી આબુ રોડના જેલ સ્ટાફે નામચીન બુટલેગરને ફરાર થઈ જવામાં મદદ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સુનિલ ઉર્ફે અદો આબુ રોડ જેલ ખાતેથી એક કારમાં બેસીને નાસી છૂટ્યો હોવાની જાણકારી મળતા Vadodara Police નિરાશા સાથે પરત ફરી છે. બુટલેગર સુનિલ કેવલરામાણીએ વડોદરા પોલીસને થાપ આપવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોવાની એક વાત સામે આવી છે.

આ પણ  વાંચો - Altaf Basi : નામચીન ટપોરી અલ્તાફ બાસી કાયદાના સકંજામાં ફસાયો

આ પણ  વાંચો - Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો

આ પણ  વાંચો - Ahmedabad : કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વક્ફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી ?

Tags :
Advertisement

.