Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh Police : મહા તોડકાંડથી SP હર્ષદ મહેતા વાસ્તવમાં હતા અજાણ ?

Junagadh Police : ગુજરાત પોલીસ બેડા (Gujarat Police) માં જુનાગઢ પોલીસ હાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલો કરોડો રૂપિયાના તોડકાંડમાં જુનાગઢ જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની સંડોવણી અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.  જુનાગઢ SOG અને...
03:24 PM Jan 28, 2024 IST | Bankim Patel
Junagadh Police Big Extortion Case in Gujarat

Junagadh Police : ગુજરાત પોલીસ બેડા (Gujarat Police) માં જુનાગઢ પોલીસ હાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલો કરોડો રૂપિયાના તોડકાંડમાં જુનાગઢ જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની સંડોવણી અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.  જુનાગઢ SOG અને જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ (Junagadh Cyber Crime Cell) જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા (Harshad Mehta IPS) ના સીધા તાબામાં આવતી હોવાથી તેમની સ્થિતિ કફોડી બની છે. મહા તોડકાંડની તપાસ Gujarat ATS ને સોંપી દેવાઈ છે. ATS તપાસના મૂળ સુધી ક્યારે પહોંચે છે તે તો આગામી સમય જ બતાવશે.

SP સામે સવાલ ઉઠાવતી ચર્ચાઓ


વાસ્તવમાં SP હર્ષદ મહેતા હતા અજાણ ?

છેલ્લાં કેટલાંક મહિનાઓથી જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના નાક નીચે કરોડો રૂપિયાનો તોડકાંડ ચાલી રહ્યો હતો. સમગ્ર તોડકાંડની રજૂઆત જુનાગઢ રેન્જ ડીઆઈજી (Junagadh Range DIG) નિલેશ જાજડીયા (Nilesh Jajadia IPS) સમક્ષ થયા બાદ બહાર આવે છે. તોડકાંડમાં હર્ષદ મહેતાની સંડોવણી ના હોય તો પણ તેઓ એટલાં જ જવાબદાર હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ કહી રહ્યાં છે. જુનાગઢ જિલ્લા પોલીસ (Junagadh Police) માં થતી ગતિવિધિથી જો SP અજાણ હોય તો તે અતિ ગંભીર બાબત છે. જુનાગઢ પોલીસ હાલ તોડકાંડ અને કસ્ટોડિયલ ડેથના મામલે ભારે વિવાદમાં આવી ગઈ છે.

CM ને કેમ સૂચના આપવી પડી ?

335 બેંક એકાઉન્ટ ગેરકાયેદસર રીતે ફ્રિઝ કરીને કરોડો રૂપિયાનો તોડ કરનારા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓને જુનાગઢ પોલીસ રક્ષણ આપી રહી હતી. જુનાગઢ ખાતે 26 જાન્યુઆરીના રોજ CM ભુપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ની ઉપસ્થિતિ દરમિયાન IPS અધિકારીએ મામલો છંછેડતા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. મુખ્યમંત્રીએ ગુનો નોંધવાની સૂચના આપી ના હોત તો આ મામલાનું પિલ્લુવાળી દેવાયું હોત.

આ પણ વાંચો: Gujarat Police : મહા તોડકાંડમાં CM ની સૂચના બાદ તરલ ભટ્ટ સામે ગુનો નોંધાયો

Tags :
ASI Dipak JaniBank Account FreezeBankim PatelBankim Patel JournalistCyber Crime CellFIRGujarat ATSGujarat FirstGujarat PoliceHarshad Maheta IPSHarshad Mehta IPSJunagadh Cyber Crime CellJunagadh Range DIGJunagadh SOGJunagadh SPManavadar CPINilesh Jajadia IPSPI A M GohilPI T R BhattPI Taral Bhatt
Next Article