Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024 : આવતીકાલે રાજકોટમાં સૌથી મોટો કૉન્ક્લેવ, આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર, અહીં જોઈ શકાશે LIVE

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે એક ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટા કૉન્ક્લેવ 2024 નું (Gujarat First Conclave 2024) આયોજન કરવામાં આવ્યું...
gujarat first conclave 2024   આવતીકાલે રાજકોટમાં સૌથી મોટો કૉન્ક્લેવ  આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર  અહીં જોઈ શકાશે live

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે એક ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટા કૉન્ક્લેવ 2024 નું (Gujarat First Conclave 2024) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત આવતીકાલે એટલે કે 25 એપ્રિલ 2024 ના રોજ સવારે 8.55 કલાકથી થશે. 'Gujarat First Conclave 2024' કાર્યક્રમના મંચ પર દિવસભર રાજ્યની વિવિધ જાણીતી અને લોકપ્રિય રાજકીય હસ્તીઓ આવશે અને તમામ સવાલના જવાબ આપશે.

Advertisement

આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર

'Gujarat First Conclave 2024' વિશેષ કાર્યક્રમમાં હેમાંગ રાવલ (Hemang Rawal), નિદિત બારોટ (Nidit Barot), ધનસુખ ભંડેરી (Dhansukh Bhanderi), રામ મોકરીયા (Ram Mokaria), મુકેશ દોશી (Mukesh Doshi), રાજુ ધ્રૂવ (Raju Dhruv), મોહન કુંડારીયા (Mohan Kundaria), પરેશ ધાનાણી (Paresh Dhanani), લલીત કગથરા (Lalit Kagathara), લેખક જય વસાવડા (Jay Vasavada), ઉદય કાનગડ (Udaya Kanagad), ઇન્દ્રનિલ રાજ્યગુરુ (Indranil Rajguru), પ્રતાપ દુધાત (Pratap Dudhat), જયમીન ઠાકર (jaymin Thakkar) સહિતની હસ્તીઓ રૂબરૂ થશે.

વિશેષ કાર્યક્રમ 'Vission Rajkot' અને 'પત્રકાર પંચાત' નું આયોજન

ઉપરાંત, આવતીકાલે બપોરે 2 થી 2.30 વાગ્યા સુધી વિશેષ કાર્યક્રમ 'Vission Rajkot' નું પ્રસારણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD શ્રી જાસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ચેનલ હેડ ડો. વિવેક ભટ્ટ (Dr. Vivek Bhatt) ખાસ ઉપસ્થિત રહેશે. જયારે, સાંજે 5 વાગ્યાથી 5.30 કલાકે કાર્યક્રમ 'પત્રકાર પંચાત' યોજાશે. આવતીકાલના આ તમામ કાર્યક્રમોને દર્શકો ગુજરાત ફર્સ્ટની ટીવી ચેનલ અને યૂટ્યુબ ચેનલ પરથી LIVE નીહાળી શકશે.

Advertisement

આવતીકાલના કાર્યક્રમોનો સમય અને મહેમાનોમાં યાદી :

Advertisement

Gujarat First ના વિશેષ કાર્યક્રમનું LIVE પ્રસારણ જોવા કરો ક્લિક 

Tags :
Advertisement

.