ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Police : અઢી દાયકા બાદ છેતરપિંડીના કેસમાં ફરિયાદ, કોના લાભાર્થે ?

Ahmedabad Police : સામાન્ય ચોરી કે ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ચપ્પલ નહીં પગના તળીયા ઘસાઈ ગયા હોવાના અનેક દાખલાઓ છે. FIR નોંધવવા માટે હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્વારા ખખડાવવામાં આવ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ છે....
11:03 AM Feb 10, 2024 IST | Bankim Patel
Ahmedabad Rural Police registered complaint without due process

Ahmedabad Police : સામાન્ય ચોરી કે ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને ચપ્પલ નહીં પગના તળીયા ઘસાઈ ગયા હોવાના અનેક દાખલાઓ છે. FIR નોંધવવા માટે હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્વારા ખખડાવવામાં આવ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ છે. મિલકત સંબંધી ફરિયાદ નોંધવામાં પોલીસને જરા સરખો રસ નથી. કારણ કે, તેમાં પોલીસ અધિકારીને કોઈ ગેરકાયદેસર લાભ નથી મળતો. બીજી તરફ છેતરપિંડીની ફરિયાદ (Fraud Case) નોંધવા માટે પોલીસ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં તપાસ રાખવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ જગ જાહેર વાત છે અને તેની જાણ સંત્રીથી લઈને ગૃહ વિભાગ (Home Department) ના મંત્રી સુધી સૌ કોઈને છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Police) આવી જ એક છેતરપિંડીની ફરિયાદને લઈને વિવાદમાં આવી છે.

વર્ષ 1998માં ગુનો બન્યો, FIR વર્ષ 2024માં
અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station) માં ગત જાન્યુઆરી મહિનાના અંતમાં મધરાતે નોંધાયેલી એક ફરિયાદ વિવાદનું કેન્દ્ર બની છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર. એ. જાદવે (PI R A Jadav) IPC 406, 420, 465, 467, 468, 471 અને 120 બી હેઠળ એક પટેલ દંપતિ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર વર્ષ 1998ની તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ગુનો બન્યો છે. સાણંદ ખાતે આવેલી સવિતાબહેન ગોવિંદભાઈ પટેલની વડિલોપાર્જિત જમીનમાં વિવાહીત પુત્રી ગોવિંદાબહેન નંદુભાઈ પટેલે તારીખ 3 ફેબ્રુઆરી 1997ના રોજ સહ ભાગીદાર તરીકે નામ નોંધાવ્યું હતું. ત્યારબાદ ગોવિંદાબહેન અને તેમના પતિ નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે એક વર્ષ બાદ 1998માં સવિતાબહેનનું નામ કમી કરાવી સહ ભાગીદાર તરીકે નંદુભાઈનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવી દીધું હતું. આ વાત સામે આવતા વર્ષ 2015માં મિરઝાપુર કોર્ટ (Mirzapur Court) માં જમીનના માલિક અને સવિતાબહેનના પુત્રો અનંતભાઈ તથા કિરણભાઈએ દાવો પણ દાખલ કરાવ્યો હતો. વર્ષ 2017માં સાણંદ કોર્ટ (Sanand Court) માં નવો દાવો દાખલ થયો. છેતરપિંડીના આ કેસના ફરિયાદી નિતીનભાઈ પ્રજાપતિ છે. અનંતભાઈ અને કિરણભાઈ USA ખાતે રહેતા હોવાથી નિતીનભાઈને જમીનના કેસ લડવા માટે પાવર ઑફ એર્ટની આપેલી છે.

બારોબાર ફરિયાદ નોંધી દેવાઈ
Ahmedabad Police એ 26 વર્ષ અગાઉ થયેલા ગુનાની ફરિયાદ નોંધતા વિવાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે જમીન માલિકીના વિવાદમાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) માં પ્રાથમિક તપાસ કરવામાં આવે છે તેમજ આક્ષેપિતના નિવેદન નોંધવા તેમજ પૂરાવા રજૂ કરવા માટે સમય અપાય છે. જો કે, આ કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી PI R A Jadav એ રાતોરાત ગુનો નોંધી દીધો છે.

અદાલતે Ahmedabad Police ની ટીકા કરી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ (Ahmedabad Rural Court) માં જ્યારે સમગ્ર મામલો પહોંચ્યો ત્યારે અદાલતે પોલીસના વલણની ટીકા કરી છે. FIR માં દર્શાવાયેલા આરોપી ગોવિંદાબહેન નંદુભાઈ પટેલ અને તેમના પતિ નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પૈકી ગોવિંદાબહેન વર્ષ 2022માં મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય આરોપી નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ઉંમર 74 વર્ષ છે. નંદુભાઈ પટેલે અદાલતમાં જામીન અરજી કરતા તેમને કાયમી જામીન પર મુક્ત કરવા આદેશ કરાયો છે.

કોના લાભાર્થે નોંધાઈ FIR ?
યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી નોંધવામાં આવેલી  FIR માં મોટો આર્થિક વ્યવહાર થયો હોવાની ચર્ચા છે. કિંમતી જમીનની માલિકી હક્કના વિવાદમાં Ahmedabad Police ના ઉચ્ચ અધિકારી અને પોલીસ ઈન્સ્પેક્ટરે કેમ બારોબાર ગુનો નોંધ્યો તેની પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ફરિયાદ નોંધવા પાછળ ખુદનો અને પારકાનો એમ બંનેનો લાભ હોવાની પણ ચર્ચા છે.

આ પણ વાંચો-GUJARAT POLICE : IPS અધિકારીઓની બઢતી-બદલીનું કોકડું ક્યાં ગુચવાયું ? જાણો

 

Tags :
Ahmedabad PoliceAhmedabad Rural CourtAhmedabad Rural PoliceAhmedabad Rural SPBankim PatelBankim Patel JournalistFIRFraud CaseGujarat FirstGujarat High CourtGujarat PoliceHome DepartmentMirzapur CourtPI R A JadavSanand CourtSanand Police StationSIT
Next Article