Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સની દેઓલે 'ગદર 2'માં જે ન કર્યું, તે 'જાટ'માં કરશે, શાહરૂખ-રણબીર, બધાને છોડશે પાછળ

સની દેઓલ 'જાટ' નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે આ વર્ષે રિલીઝ થવાની છે. દિગ્દર્શક ગોપીચંદ માલિની આ ફિલ્મને સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવવા માંગે છે. સની દેઓલ આ ફિલ્મમાં કંઈક એવું કરવા જઈ રહ્યો છે, જે 'ગદર 2'માં પણ નહોતું બન્યું.
સની દેઓલે  ગદર 2 માં જે ન કર્યું  તે  જાટ માં કરશે  શાહરૂખ રણબીર  બધાને છોડશે પાછળ
Advertisement
  • આ વર્ષે રિલીઝ થશે ફિલ્મ 'જાટ'
  • આ ફિલ્મ દિગ્દર્શક ગોપીચંદ માલીનેની બનાવી રહ્યા છે
  • આ ફિલ્મમાં ચાર સ્ટંટ ડિરેક્ટર્સને સામેલ કરવામાં આવ્યા છે

Sunny Deol's film 'Jat' : વર્ષ 2023માં રિલીઝ થયેલી 'ગદર 2' પછી સની દેઓલ કોઈ ફિલ્મમાં દેખાયો નથી. જોકે, આ વર્ષે તે 'જાટ' નામની ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શક ગોપીચંદ માલીનેની બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે નિર્માતાઓએ એક મોટી યોજના બનાવી છે. આ ફિલ્મમાં ચાર સ્ટંટ ડિરેક્ટર્સને સામેલ કરવામાં આવ્યા છે.

કોણ કોણ છે ડિરેક્ટરો

તે ચાર ડિરેક્ટરોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. દિગ્દર્શકો અનલ આરાસુ, રામ લક્ષ્મણ, નાગ વેંકટ નાગા અને પીટર હેન છે. આ ફિલ્મમાં કારનો પીછો કરવાનુ એક દ્રશ્ય છે, જેની કોરિયોગ્રાફીની જવાબદારી પીટર સંભાળી રહ્યા છે. પોલીસ સ્ટેશનની અંદર એક લડાઈનો દ્રશ્ય પણ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દ્રશ્યમાં સની હાથમાં પીંછું પકડીને જોવા મળશે. નાગ વેંકટે આ દ્રશ્ય ડિઝાઇન કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને સિક્વન્સ હૈદરાબાદમાં શૂટ કરવામાં આવ્યા છે.

Advertisement

સની દેઓલ 6 વિલનો સાથે લડશે

આ ફિલ્મમાં એક બીજો ફાઇટ સિક્વન્સ પણ છે, જે એક જહાજ પર ફિલ્માવવામાં આવ્યો હતો. સ્ટંટ ડિરેક્ટર રામ લક્ષ્મણને આ સિક્વન્સની જવાબદારી મળી છે. આ ફિલ્મમાં સની દેઓલ એક આર્મી મેનની ભૂમિકામાં જોવા મળશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

આ પણ વાંચો :  ચૂમ દરંગ બાદ આ સ્પર્ધકને બહાર કાઢવામાં આવશે! જાણો ટોપ 3 માં કોણ છે?

કોણ કોણ છે વિલન

એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું કે, આ ફિલ્મમાં સની એક કે બે નહીં પણ છ વિલનો સામે લડશે. સનીએ 'ગદર 2'માં પણ આવું કર્યું ન હતું અને ન તો તેણે આ પહેલા કોઈ અન્ય ફિલ્મમાં આવું કર્યું છે. વિલનોના નામ રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ, અજય ઘોષ, દયાનંદ શેટ્ટી, જગપતિ બાબુ અને બબલુ પૃથ્વીરાજ છે.

'જાટ' આ મહિને રિલીઝ થશે

ફક્ત 'ગદર 2' જ નહીં, આ પહેલા ક્યારેય કોઈ ફિલ્મમાં આવું બન્યું નથી, પછી ભલે તે શાહરૂખ ખાનની 'જવાન' હોય કે રણબીર કપૂરની 'એનિમલ'. આ ફિલ્મ સાથે સની બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે તે હવે જોવાનું બાકી રહ્યું. આ ફિલ્મ આ વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. જોકે, અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો : સેટ પર મોટી દુર્ઘટના: અર્જુન કપૂર-જેકી સહિત અનેક સ્ટાર થયા ઘાયલ

Tags :
Advertisement

.

×