Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : 3.75 કરોડના સોપારી તોડકાંડમાં FIR કરાવવામાં IPS અધિકારીની ભૂમિકા ?

મુન્દ્રા-ગાંધીધામ (Mundra Gandhidham) ભ્રષ્ટ પોલીસ માટે લાખો-કરોડો રૂપિયાના તોડ માટેનું હોટ ડેસ્ટીનેશન (Hot Destination for Extortion) બની ગયું છે. કચ્છના મુંદ્રા-અદાણી (Mundra Adani Port) અને કંડલા પોર્ટ (Kandla Port) પર આયાત થતી અનેક ચીજવસ્તુઓમાં વર્ષે દહાડે અબજો રૂપિયાની ડ્યૂટી ચોરીનું...
kutch   3 75 કરોડના સોપારી તોડકાંડમાં fir કરાવવામાં ips અધિકારીની ભૂમિકા

મુન્દ્રા-ગાંધીધામ (Mundra Gandhidham) ભ્રષ્ટ પોલીસ માટે લાખો-કરોડો રૂપિયાના તોડ માટેનું હોટ ડેસ્ટીનેશન (Hot Destination for Extortion) બની ગયું છે. કચ્છના મુંદ્રા-અદાણી (Mundra Adani Port) અને કંડલા પોર્ટ (Kandla Port) પર આયાત થતી અનેક ચીજવસ્તુઓમાં વર્ષે દહાડે અબજો રૂપિયાની ડ્યૂટી ચોરીનું એક રિતસરનું રેકેટ રાજ્ય-કેન્દ્રની એજન્સીઓની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે. મહિને દહાડે કેન્દ્રીય એજન્સી પોલીસની જેમ એકાદ બે કેસ નોંધીને મીડિયામાં સ્થાન પણ મેળવી લે છે. ગત એપ્રિલ મહિનામાં મુન્દ્રા સોપારી તોડકાંડ બજારમાં આવતા બોર્ડર રેન્જ આઈજી (Border Range IG) જે. આર. મોથલિયા (J R Mothaliya IPS) એ સમગ્ર પ્રકરણ પોતાના દાયરામાં રહે તેવી વ્યવસ્થા ગોઠવી દીધી. શરૂઆતમાં તોડકાંડમાં સામેલ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં અને 6 મહિના બાદ 4 પોલીસકર્મી સહિત 6 સામે ફરિયાદ નોંધવામાં આવી. રાજ્યભરમાં ચર્ચા જગાવનારા તોડકાંડની ફરિયાદ કેમ સંવેદનશીલની યાદીમાં મુકી તેને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તોડકાંડમાં વચેટિયાની ભૂમિકા નિભાવનાર પંકિલ મોહતા (Pankil Mohatta) મુંદ્રા પોલીસ સ્ટેશન (Mundra Police Station) ખાતે હાજર થતાં તેની ધરપકડ કરી બબ્બે વખત એમ કુલ 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે 4 પોલીસવાળા તેમજ સ્વ. IPS એ. કે. જાડેજાના ભાણા શૈલેન્દ્રસિંહ સોઢા ઉર્ફે ભાણુભાને પોલીસ શોધવાનું નાટક કરી રહી છે.

Advertisement

શું છે સમગ્ર મામલો ? : મૂળ મુંબઈના અને ગાંધીધામમાં ભાગીદારીમાં 4ફોક્સ લોજીસ્ટિક પ્રા. કંપની (4Fox Logistics Pvt. Ltd) ચલાવતા અનિલ તરૂણ પંડિત (Anil Pandit) નો પોલીસે ગત એપ્રિલ મહિનામાં 3.75 કરોડનો તોડ કર્યો. મામલો એવો છે કે, કસ્ટમ્સ ક્લિયરન્સનું કામ કરતા અનિલ પંડિત 13 એપ્રિલ 2023ના રોજ મુંબઈ હતા ત્યારે પરિચિત પંકિલ મોહતાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારી સોપારી ભરેલી ગાડી પોલીસે પકડી છે અને ગોડાઉનને સીલ મારે છે. પોલીસ કાર્યવાહી-તપાસથી બચવું હોય તો 5 કરોડ થશે. આ મામલામાં અનિલ પંડિતના મિત્ર પંકજ ઠક્કરે (Pankaj Thakkar) પણ મધ્યસ્થી કરી હતી. અંતે 3.75 કરોડમાં મામલો પતાવવાનું નક્કી થયું. પોલીસ કર્મચારીઓએ અનિલ પંડિતના ગોડાઉન મેનેજર આશિષ પટેલ અને અજીતભાઈને સાંજથી રાત સુધી ગોંધી રાખ્યા. રૂપિયાના હવાલાની ખાતરી મળતા પોલીસે બંને મેનેજરને છોડી મુક્યા હતા. તારીખ 14 એપ્રિલના રોજ પંકિલ પાસેના વ્યવહારના 1.28 કરોડ અને પંકિલના પિતા સુનિલભાઈ પાસે પંકજ ઠક્કરને લેવાના નિકળતા 15 લાખ તેમજ 85 લાખ રોકડા એમ કુલ 2.28 કરોડ, 17 એપ્રિલના રોજ 1 કરોડ અનિલ પંડિતના ભાગીદાર દિનેશ માસ્તરે ચૂકવ્યા હતા. જ્યારે બાકી રહેતા 47 લાખ દિલ્હીથી જે. કે. આંગડીયા (J K Angadia) માં હવાલો કરાવ્યો હતો. અનિલ પંડિતે થોડાક દિવસો બાદ તોડકાંડની અરજી કરતા પંકિલે અનિલને કહ્યું કે, તમારી મેટરમાં શૈલેન્દ્રસિંહ સોઢા ઉર્ફે જ્યોતિભાઈ ઉર્ફે ભાણુભા થકી પતાવટ થઈ છે. 85 લાખ કિરીટસિંહ ઝાલાને અને 1.47 કરોડ એન. આર. આંગડીયા (N R Angadia) માં જ્યોતિ ઉર્ફે ભાણુભાના ખાતામાં જમા કરાવ્યા હોવાનું પંકિલે અનિલ પંડિતને જણાવ્યું હતું. ત્યારબાદ ગાંધીધામની રેડીસન હોટલ (Hotel Radisson Gandhidham) માં અનિલ પંડિત, પંકજ ઠક્કર, મિત્ર જીજ્ઞેશ પ્રજાપતિ, પંકિલ મોહતા અને પંકિલના વકીલ રૂચિત વ્યાસ વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં પંકિલે અરજી પાછી ખેંચી લો, પૈસા પરત આપવાનું કહ્યું હતું. પંકિલે 4Fox Logistics Pvt. Ltd માં RTGS થી 65 લાખ અને 2.32 કરોડ એન. આર. આંગડીયામાંથી પી. એમ. આંગડીયા (P M Angadia) માં હવાલો કરાવ્યો હતો. અનિલ પંડિતના જણાવ્યાનુસાર 13 લાખ રૂપિયા પંકિલ મોહતા પાસેથી લેવાના બાકી છે. પંકિલના પિતા સુનિલભાઈ મોહતા (Sunil Mohatta) હાલ રહેવાસી દુબઈ પોલીસ અને અન્ય એજન્સીઓમાં ઓડિયો ક્લિપ વાયરલ કરી તેમજ લખાણ કરી બદનામી કરતા હોવાથી ફરિયાદ કરી રહ્યાનું અનિલ પંડિતે જણાવ્યું છે.

કોણ છે આરોપી અને શું કલમ લગાવી ? : બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથલિયા (J R Mothaliya IPS) ના સ્કવૉડમાં ફરજ બજાવતા કિરીટસિંહ ઝાલા, ભરત ગઢવી, રણવીરસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલાને ફરિયાદમાં આરોપી દર્શાવ્યા છે. આ ઉપરાંત વચેટીયાની મુખ્ય ભૂમિકા નિભાવનાર પંકિલ મોહતા અને શૈલેન્દ્રસિંહ સોઢા ઉર્ફે જયોતિભાઈ ઉર્ફે ભાણુભા (Shailendra Sodha alias Bhanubha) ને પણ આરોપી બતાવાયો છે. શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભાના મામા બોર્ડર રેન્જના પૂર્વ IG સ્વ. એ. કે. જાડેજા (A K Jadeja IPS) રહી ચૂક્યા છે. મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે IPC 365, 342, 389, 120 B, 114 અને ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ (Prevention of Corruption Act) 7, 8, 12, 13 તથા 13 (2) હેઠળ FIR નોંધાવવામાં આવી છે. ડીસા વિભાગીય પોલીસ અધિકારી (Deesa SDPO) કુશલ ઓઝા (Dr Kushal Oza) ની રૂબરૂમાં આ ચકચારી ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ થરાદ વિભાગીય પોલીસ અધિકારી (Tharad SDPO) એસ. એમ. વારોતરીયા (S M Varotariya) ચલાવી રહ્યાં છે.

Advertisement

ભારે વિલંબ બાદ ફરિયાદ થતાં ચર્ચાઓ ઉઠી : 3.75 કરોડના તોડકાંડની ચર્ચાઓ કચ્છથી ગાંધીનગર સુધી થઈ રહી છે. 6 મહિના માત્ર 13 લાખની બાકી રકમને લઈને એકાએક ફરિયાદ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. આ તોડકાંડમાં કયા IPS અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી છે તે સંત્રી લઈને મંત્રી સુધીના સૌ કોઈ જાણે છે. તોડકાંડમાં વચેટિયાની ભૂમિકા નિભાવનારા પંકિલના પિતા સુનિલ પરષોત્તમભાઈ મોહતાએ વાયરલ કરેલી ઓડિયો ક્લિપ (Viral Audio Clip) અને લેખિત રજૂઆતોના કારણે ફરિયાદીની કંપનીની બદનામી થતી હોવાથી FIR કરવાનું કારણ આપવામાં આવ્યું છે. એક ચર્ચા મુજબ આ મામલો પતાવવા માટે IPS અધિકારીએ સપ્તાહો સુધી મહેનત કરી અને ગાંધીનગરના ફેરા પણ કર્યા. તોડકાડમાં IPS અધિકારી સામે સવાલો ઉભા થયા છે. આ મામલે ફરિયાદ નોંધવા IPS અધિકારીએ અનિલ પંડિતનો ખભો વાપર્યો હોવાની ચર્ચા હાલ શરૂ થઈ છે.

ભાગ - 2 વાંચો આવતીકાલે ACBને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી ?

Advertisement

Tags :
Advertisement

.