Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Free માં જોવા માંગો છો શાહરૂખની ફિલ્મ ‘Jawan’ ?

શાહરૂખની ફિલ્મ Jawan નો ક્રેઝ કેટલો છે તે સોશિયલ મીડિયામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. પઠાન બાદ શાહરૂખની જવાન ફિલ્મ પર પણ તેના ફેન્સ પ્રેમ વરસાવશે તેવું હાલના માહોલને જોઇ સમજી શકાય છે. ત્યારે ફિલ્મની ટિકિટોનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ થઈ રહ્યું...
02:49 PM Sep 03, 2023 IST | Hardik Shah

શાહરૂખની ફિલ્મ Jawan નો ક્રેઝ કેટલો છે તે સોશિયલ મીડિયામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. પઠાન બાદ શાહરૂખની જવાન ફિલ્મ પર પણ તેના ફેન્સ પ્રેમ વરસાવશે તેવું હાલના માહોલને જોઇ સમજી શકાય છે. ત્યારે ફિલ્મની ટિકિટોનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મ 7મી સપ્ટેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને SRKના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જીહા, 60 દેશોના 300 શહેરોમાં 85,000 ચાહકો શાહરૂખ ખાનની 'જવાન' ફ્રીમાં જોઈ શકશે.

આયોજન શાહરૂખ ખાનની ફેન ક્લબ દ્વારા

હવે તમે વિચારતા હશો કે આવું કેવી રીતે બની શકે ? જે ફિલ્મની રાહ મોટી સંખ્યામાં જોવાઈ રહી છે તેને ફ્રી માં જોવું શક્ય બની શકે ખરું ? તો જવાબ છે હા. આ આયોજન શાહરૂખ ખાનની ફેન ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શાહરૂખ ખાન યુનિવર્સ ફેન ક્લબ દ્વારા ભારતના 300 થી વધુ શહેરોમાં જવાનના ઘણા શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે કહે છે કે તે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે 85,000 ચાહકોની સહભાગિતાની અપેક્ષા રાખે છે.

SRK ફેન ક્લબે ચાહકો માટે ટિકિટ બુક કરાવી

સાથે જ તે કહે છે કે 'અમે 'જવાન' (શાહરૂખ ખાન જવાન)ને દેશભરમાં ઉજવણી સાથે આવકારવાની યોજના બનાવી રહ્યા છીએ. બીજી તરફ 'જવાન'ના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો શનિવારે ફિલ્મના એડવાન્સ બુકિંગમાં 80 હજારથી વધુ ટિકિટ વેચાઈ હતી, જે રવિવાર સુધી 3 લાખ સુધી પહોંચી ગઈ હતી, જે સતત વધી રહી છે.

શાહરૂખે જવાન ફિલ્મ માટે કેટલી ફી લીધી

થોડા વર્ષો પહેલા સુધી, શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકતી ન હતી અને આવી સ્થિતિમાં તેણે 2018માં ઝીરો પછી લાંબો બ્રેક લીધો હતો. ઝીરો પછી, શાહરૂખ ખાન વર્ષ 2023 માં ફિલ્મ પઠાનમાં દેખાયો અને તેના જબરદસ્ત કમબેકે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. પઠાન પછી હવે દરેક જવાન માટે ઉત્સાહિત છે. એક અહેવાલ મુજબ શાહરૂખ ખાનને આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા મળ્યા છે.

55% શોમાં 40 કરોડ રૂપિયાની ઓપનિંગ

જવાન ફિલ્મને લઇને ભારે ક્રેઝ છે. ટ્રેડ વિશ્લેષકો આશાવાદી છે કે જવાન સિનેમેટિક ઇતિહાસમાં સૌથી વધુ ઓપનિંગ લઈ શકે છે. એવી અપેક્ષા છે કે પહેલા દિવસે જવાનનું કલેક્શન લગભગ 75 કરોડ રૂપિયા હોઈ શકે છે. Sacnilk ના એક મીડિયા રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી માત્ર 55% શો જ જવાન માટે ઓપનિંગ ડે પર ખુલ્લા છે. આટલા બધા શો સાથે પણ માત્ર પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગ 40 કરોડ રૂપિયાની આસપાસ હશે.

આ પણ વાંચો - Pathaan બાદ બોલિવૂડમાં ગદર મચાવશે શાહરૂખની Jawan, Trailer માં જોવા મળ્યો કિંગ ખાનનો દમ

આ પણ વાંચો – જવાનની રિલીઝ પહેલા Shah Rukh Khan પહોંચ્યો માતા વૈષ્ણો દેવીના દર્શને, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
JawanJawan MovieJawan Movie FreeShah Rukh KhanShahrukh Fan Clubshahrukh khan
Next Article