શું Vijay Sethupathi એ ફિલ્મ Maharaja માટે એક રૂપિયાની ફી નથી લીધી?
Vijay Sethupathi એ આ ફિલ્મ માટે કેટલી ફી લીધી છે?
એક રૂપિયો પણ ફિલ્મ નિર્માતા પાસેથી લીધો નથી
નફામાં પોતાનો હિસ્સો અમુક પ્રતિશત નક્કી કર્યો હતો
Actor Vijay Sethupathi: સાઉથના લોકપ્રિય અભિનેતા Vijay Sethupathi ની ફિલ્મ Maharaja દર્શકોના હ્રદયમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 જુલાઈના રોજ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મની લોકપ્રિયતા દિવસે અને દિવસે વધી રહી છે. આ ફિલ્મ જોયા પછી દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિને આ ફિલ્મ જોવાનું અચૂક કહી રહ્યો છે. આ ફિલ્મને નામના વિના પ્રમોશન મળી રહી છે. આ ફિલ્મને સાઉથ સાથે દેશના દરેક પ્લેટફોર્મ પર પ્રશંસા મળી રહી છે.
Vijay Sethupathi એ આ ફિલ્મ માટે કેટલી ફી લીધી છે?
જોકે Vijay Sethupathi ની ફિલ્મ Maharaja IMDB પર 8.7 ની રેટિંગ આપવામાં આવી છે. Vijay Sethupathi એ ફિલ્મમાં એવો અભિનય કર્યો છે, જે જમાનાઓ સુધી યાદ રાખવામાં આવશે. આ ફિલ્મની ખાસ વાત તેના Climax માં રહેલી છે. કારણે કે... આ ફિલ્મનો Climax દર્શકોના હ્રદય સાથે મગજને પણ હચમાચાવી નાખે છે. જોકે Maharaja ફિલ્મની વાર્તા એક Korean Movie Oldboy થી મળતી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે Vijay Sethupathi એ આ ફિલ્મ માટે કેટલી ફી લીધી છે? તેમની ફી વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
If Sriram Raghavan ever adapted a Korean film and took Priyadarshan on board for building situational chaotic plot points in it with slapstick dialogues, what you will get is #Maharaja - a film built to purely entertain & thrill. pic.twitter.com/BqW7Sl2DqN
— Vikram Grewal (@vikramgrawol) July 28, 2024
આ પણ વાંચો: KRITI SANON ની તેના કરોડપતિ BOYFRIEND સાથે તસવીરો થઈ વાયરલ
એક રૂપિયો પણ ફિલ્મ નિર્માતા પાસેથી લીધો નથી
ફિલ્મ Maharaja એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મ Maharaja વર્ષ 2024 ની પહેલી તમિલ ફિલ્મ છે જેણે 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. જોકે દેશમાં અમુક અભિનેતાની આટલી હોય છે. પરંતુ ફિલ્મ Maharaja નું બજેટ ઓછું હોવાને કારણે વિજય સેતુપતીએ ફી કેટલી હેશ તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફિલ્મમાં કામ કરવા બદલ વિજય સેતુપતીએ એક રૂપિયો પણ ફિલ્મ નિર્માતા પાસેથી લીધો નથી.
નફામાં પોતાનો હિસ્સો અમુક પ્રતિશત નક્કી કર્યો હતો
હા, આ વાત સાચી છે કે અભિનેતાએ આ સુપરહિટ ફિલ્મનું શૂટિંગ મફતમાં કર્યું હતું. જો કે એ વાત પણ સાચી છે કે ફિલ્મની ફી ન લેવાથી તેને કોઈ નુકશાન થયું નથી. વાસ્તવમાં, અભિનેતાએ ફિલ્મ માટે તેની ફી ન લીધી હોવા છતાં, તેમણે ફિલ્મનો નફામાં પોતાનું હિસ્સો નક્કી કર્યો હતો. તે ઉપરાંત અભિનેતા વિજય સેતુપતીએ OTT પર જ્યારે ફિલ્મ Maharaja ને રિલીઝ કરવામાં આવશે, ત્યારે પણ જે નફો થશે. તેમાં પોતાનો હિસ્સો અમુક પ્રતિશત નક્કી કર્યો હતો.
આ પણ વાંચો: કોણ છે BOLLYWOOD નો સૌથી RICH ACTOR? જુઓ કોની પાસે કેટલી મિલકત