Anurag Kashyap ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મને CBFC તરફથી મળી મંજૂરી
- ફિલ્મ જોશી-અભ્યંકરની સીરિયલ મર્ડર પર આધારિત
- લોકો Film Paanch ને સિનેમાઘરોમાં જોવા માટે આતુર
- Film Paanch આખરે 22 વર્ષ બાદ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે
Anurag Kashyap Film Paanch : film director and actor Anurag Kashyap પોતાની વિવાદાસ્પદ ફિલ્મોને કારણે અનેકવાર મુશ્કેલીમાં મૂકાતા હોય છે. તે ઉપરાંત તેમની Anurag Kashyap ની અનેક ફિલ્મોને CBFC દ્વારા સર્ટિફિકેટ હજુ સુધી આપવામાં આવ્યા નથી. જેના કારણે દશકો પહેલા બનેલી ફિલ્મો પણ હજુ સુધી રિલીઝ થઈ નથી. પરંતુ તાજેતરમાં CBFC એ Anurag Kashyap ની એક ફિલ્મને પરવાનગી આપી છે.
Film Paanch આખરે 22 વર્ષ બાદ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે
Anurag Kashyap ની સૌથી વિવાદાસ્પદ અને પ્રતિબંધિત Film Paanch ને લીલી ઝંડી મળી છે. ત્યારે ફિલ્મને રિલીઝ માટે મંજૂરી મળી ગઈ છે. તો વર્ષ 2002 માં બનેલી Film Paanch આખરે 22 વર્ષ બાદ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે. એક ખાનગી ઈન્ટરવ્યુમાં તુતુ શર્માએ CBFC તરફથી ક્લિયરન્સ મળવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું-Film Paanch ને આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ કરાશે. જોકે હું તેને છ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છું.
આ પણ વાંચો: Kantara Chapter 1 ને રિલીઝ પહેલા લાગ્યો ઝડકો, ફિલ્મના 20 આર્ટિસ્ટનો જીવ....
. @anuragkashyap72’s directorial debut #Paanch will FINALLY release in cinemas next year. Producer #TutuSharma confirms. The process of restoring has already started. @kaykaymenon02 @TejuKolhapure #AdityaSrivastava @urfvijaymaurya #JoyFernandes @SaxenaSharat @realvijayraaz pic.twitter.com/BoDAzvK7nz
— CinemaRare (@CinemaRareIN) November 25, 2024
લોકો Film Paanch ને સિનેમાઘરોમાં જોવા માટે આતુર
જ્યારે Film Paanch પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને નેગેટિવિટી થોડી વધી ગઈ હતી. તે પછી અમારે કેટલાક વધુ પડકારોનો સામનો કરવો પડ્યો. જેના કારણે Film Paanch ને રિલીઝ કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે પણ લોકો Film Paanch ને સિનેમાઘરોમાં જોવા માટે આતુર છે.
ફિલ્મ જોશી-અભ્યંકરની સીરિયલ મર્ડર પર આધારિત
જોકે Anurag Kashyap ના નિર્દેશનમાં બનેલી Film Paanch માં 1976-77 માં પુણેમાં જોશી-અભ્યંકરની સીરિયલ મર્ડર પર આધારિત છે. તો Film Paanch માં સંવેદનશીલ વિષય, ભાષા અને હિંસાને કારણે CBFC દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કેકે મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્ય અને તેજસ્વિની કોલ્હાપુરે પણ ફિલ્મનો એક ભાગ હતા. તો 22 વર્ષ બાદ ફિલ્મને CBFC તરફથી મંજૂરી મળી ગઈ છે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો: Cillian Murphy એ પરિવારની યાદમાં ખરીદ્યું 105 વર્ષ જૂનું થિયેટર