Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MAHARAJA FILM : તમિલ ભાષામાં કરી 100 કરોડની કમાણી, ઠેર ઠેર ફિલ્મની ભારે પ્રસંશા; હવે હિન્દીમાં OTT ઉપર આવવા છે તૈયાર

ઘણી ફિલ્મો અત્યારના સમયમાં એવી આવતી હોય છે કે જેને શરૂઆતમાં તો લોકો IGNORE કરતાં હોય છે, પરંતુ આગળ જતા ફિલ્મની વધતી જતી પ્રશંસા અને WORD OF MOUTH ની પબ્લિસિટીના કારણે તેની લોકપ્રિયતા વધે છે. આવું જ બન્યું છે વિજય...
maharaja film   તમિલ ભાષામાં કરી 100 કરોડની કમાણી  ઠેર ઠેર ફિલ્મની ભારે પ્રસંશા  હવે હિન્દીમાં ott ઉપર આવવા છે તૈયાર

ઘણી ફિલ્મો અત્યારના સમયમાં એવી આવતી હોય છે કે જેને શરૂઆતમાં તો લોકો IGNORE કરતાં હોય છે, પરંતુ આગળ જતા ફિલ્મની વધતી જતી પ્રશંસા અને WORD OF MOUTH ની પબ્લિસિટીના કારણે તેની લોકપ્રિયતા વધે છે. આવું જ બન્યું છે વિજય સેતુપથીની ફિલ્મ MAHARAJA સાથે. આ ફિલ્મને 14 જૂન, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને પ્રેક્ષકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મને જોકે હિન્દી ભાષામાં ડબ કરી તે સમયે રીલીઝ ન હોતી કરવામાં આવી, પરંતુ તો પણ ફિલ્મે પોતાની જ ભાષામાં ધમાકેદાર કમાણી કરીને 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. ફિલ્મને મળતા આ પ્રતિસાદના કારણે હિન્દીમાં પણ લોકોને આ ફિલ્મ જોવાની ખૂબ ઈચ્છા હતી. હવે આ લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મ હવે OTT ઉપર આવવા માટે તૈયાર છે.

Advertisement

MAHARAJA ફિલ્મ NETFLIX ઉપર આવશે

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

MAHARAJA ફિલ્મના મેકર્સ દ્વારા હવે તેના OTT ઉપર આવવાની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ ફિલ્મ NETFLIX ઉપર 12 જુલાઈ, 2024 ના રોજ આવવા માટે તૈયાર છે. જે લોકો તેને થિયેટરમાં જોવાનું ચૂકી ગયા છે તેમના માટે ઘરે આરામથી ફિલ્મ જોવાની આ એક સારી તક છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી જેવી બહુવિધ ભાષાઓમાં પણ રિલીઝ થશે.

Advertisement

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વિજય સેતુપતી

MAHARAJA ફિલ્માં મુખ્ય ભૂમિકામાં વિજય સેતુપતી છે. નિતિલન સમીનાથને ફિલ્મનું નિર્દેશન કર્યું છે. વધુમાં આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ, નટ્ટી (નટરાજા), ભારતીરાજા, અભિરામ અને અન્ય લોકો ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. તેનું નિર્માણ સુધન સુંદરમ અને જગદીશ પલાનીસામી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સંગીત અજનેશ લોકનાથ દ્વારા આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Bollywood-સ્ટાર્સની કારોડોમાં ફી ઉપરાંત બિન જરૂરી ખર્ચ

Tags :
Advertisement

.