Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોરર-કોમેડી ફિલ્મ 'Stree 2' એ શાહરુખ-સલમાનની ફિલ્મોને પણ પછાડી!

'સ્ત્રી 2'ની અસાધારણ સફળતા શાહરૂખ-સલમાનની ફિલ્મોની છોડી પાછળ બોક્સ ઓફિસ પર કરી રૂ.600 કરોડની કમાણી Stree 2 Box Office Day 39 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' (Horror-Comedy Film 'Stree 2') બોક્સ ઓફિસ પર કમાલ...
હોરર કોમેડી ફિલ્મ  stree 2  એ શાહરુખ સલમાનની ફિલ્મોને પણ પછાડી
  • 'સ્ત્રી 2'ની અસાધારણ સફળતા
  • શાહરૂખ-સલમાનની ફિલ્મોની છોડી પાછળ
  • બોક્સ ઓફિસ પર કરી રૂ.600 કરોડની કમાણી

Stree 2 Box Office Day 39 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' (Horror-Comedy Film 'Stree 2') બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. રિલીઝના 39 દિવસ પછી પણ, ફિલ્મની સફળતાનો દબદબો યથાવત છે. 'સ્ત્રી 2'એ હિન્દી સિનેમાના અનેક રેકોર્ડ તોડ્યા છે અને સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડનો આંકડો પાર કરી દીધો છે. નાની ફિલ્મ હોવા છતાં, આ ફિલ્મે દરેક મોટું નામ ધરાવતી ફિલ્મોનું સ્થાન લઇને બોક્સ ઓફિસના આંકડાઓમાં દોટ મૂકી છે.

Advertisement

ફિલ્મની કમાણીએ તોડ્યો રેકોર્ડ

ફિલ્મની સફળતા તેના પ્રથમ અઠવાડિયામાં જ જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં તેણે સૌથી મોટો માઈલસ્ટોન અચીવ કર્યો છે. 'SACNL'ના ડેટા મુજબ, 'સ્ત્રી 2'એ 38મા દિવસે 598.90 કરોડ રૂપિયા કમાવ્યા હતા, જ્યારે 39મા દિવસે, રાત્રે 9:30 વાગ્યા સુધી 4.64 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે તેની કુલ કમાણી 603.54 કરોડ થઈ છે. આ સિદ્ધિએ ફિલ્મને 'પઠાણ', 'જવાન' અને 'ગદર 2' જેવી અન્ય બ્લોકબસ્ટર ફિલ્મો કરતા આગળ મૂકી દીધું છે. 'જવાન'એ રૂ. 582 કરોડ અને 'પઠાણ'એ રૂ. 550 કરોડ કમાવ્યા હતા, જ્યારે 'ગદર 2'એ 525 કરોડની કમાણી કરી હતી. 'સ્ત્રી 2'એ બધી મોટી ફિલ્મોના આંકડાઓને તોડી નાખ્યા છે.

Advertisement

ફિલ્મનું બજેટ માત્ર 50 કરોડ રૂપિયા હતું

'સ્ત્રી 2'ની સફળતા નું એક વિશેષ પાસું એ છે કે આ ફિલ્મનું બજેટ માત્ર 50 કરોડ રૂપિયા હતું. 'બિઝનેસ ટુડે'ના રિપોર્ટ મુજબ, આટલા ઓછા ખર્ચે ફિલ્મે 600 કરોડનો આંકડો પાર કરી નાનાં બજેટવાળી ફિલ્મોને નવી દિશા આપી છે. ફિલ્મની મજબૂત સ્ટોરી, શ્રેષ્ઠ દિગ્દર્શન અને શાનદાર અભિનયને કારણે દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવના અભિનય ઉપરાંત, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાણા અને અભિષેક બેનર્જી દ્વારા ફિલ્મમાં રજૂ કરાયેલ કોમેડી અને ડ્રામા મિશ્રણ એ પણ ફિલ્મના સફળતામાં મહત્વનો હિસ્સો છે.

કોણ તોડશે 'સ્ત્રી 2'નો રેકોર્ડ?

'સ્ત્રી 2'એ 600 કરોડની ક્લબમાં સામેલ થતી પહેલી હિન્દી ફિલ્મ બનીને એક નવો બેંચમાર્ક સેટ કર્યો છે. હવે જોવાનું છે કે આ ઐતિહાસિક સિદ્ધિને ટકાવીને રાખશે કે શાહરુખ ખાન, આમિર ખાન, અથવા સલમાન ખાનની આવનારી ફિલ્મો આ રેકોર્ડ તોડે છે?

Advertisement

આ પણ વાંચો:  Famous Youtuber બન્યો પિતા, શેર કરી પોતાના દીકરાની તસવીરો, જુઓ...

Tags :
Advertisement

.