Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાહુબલી પ્રભાસ સામે રણચંડી બની Stree 2, સિનેમાઘરોમાં આપી માત

Stree 2 એ આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી 2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડ કમાયા Stree 2 Film Collection: ભારતીય સિનેમાઘરોમાં વર્ષો બાદ કોઈ હોરર ફિલ્મ...
બાહુબલી પ્રભાસ સામે રણચંડી બની stree 2  સિનેમાઘરોમાં આપી માત
  • Stree 2 એ આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી

  • 2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની

  • Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડ કમાયા

Stree 2 Film Collection: ભારતીય સિનેમાઘરોમાં વર્ષો બાદ કોઈ હોરર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. તેની પાછળનું કારણ છે કે... આ ફિલ્મમાં જે ભૂત છે, તે એક સ્ત્રી છે. અને આ ભૂતિયા સ્ત્રી એટલી સુદર છે કે, દરેક વ્યક્તિ ઈચ્છે છે તેને આ ભૂત વળગી જાય. તો આ ભૂતિયા સ્ત્રીનું નિર્માણ નિરેન ભટ્ટે કર્યું છે. તે ઉપરાંત ફિલ્મમાં સ્ત્રાના પાત્રને શ્રદ્ધા કપૂરે અભિનય દર્શાવ્યો છે. ત્યારે હાલમાં દરેક સિનેમાઘરોમાં Stree 2 લોકોને મનમોહિત કરી છે. તેની સાથે Stree 2 Box Office પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.

Advertisement

Stree 2 એ આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી

તો શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવના અભિનય હેઠળ બનાવવામાં આવી ફિલ્મ Stree 2 એ દિલ્હી, મુંબઈ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આવેલા સિનેમાઘરોને હાઉસફૂલ કરી રહી છે. ત્યારે તાજેતરમાં Stree 2 ની સફળતા માટે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પાર્ટીમાં Stree 2 ના દરેક કલાકારો ઉપરાંત વિવિધ બોલીવૂડ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આજરોજ Stree 2 નો સિનેમાઘરોમાં 7 મો દિવસ હતો. અને આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી. તે સાથે Stree 2 એ હિન્દી સિનેમામાં કુલ 275 કરોડથી વધુની કમાણી કરી છે.

આ પણ વાંચો: મંડી ક્વીન કંગનાએ બંગાળના મુખ્યમંત્રી પાસે મદદની ગુહાર લગાવી

Advertisement

2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની

Stree 2 એ સિનેમાઘરમાં બ્રહ્માસ્ત્ર, કલ્કી, મેદાન, ફાઈટર જેવી અનેક ફિલ્મનો રેકોર્ડ બ્રેક કર્યા છે. તે સાથે Stree 2 એ દુનિયાભરમાં કુલ 400 કરોડથી વધુની કમાણી કરી છે. ત્યારે વર્ષ 2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની ગઈ છે. જ્યારે Kalki 2898 AD ની હિન્દી સિનેમામાં કમાણી કુલ 285 કરોડ હતી. જ્યારે તેની સરખામણીમાં આંકડો Stree 2 એ માત્ર એક સપ્તાહમાં પાર કર્યો છે. ત્યારે પહેલી કોઈ એવી ફિલ્મ છે, જેણે આટલા ટૂંકાગાળામાં બાહુબલી પ્રભાસને સિનેમાઘરોમાં ટક્કર આપી હોય.

Advertisement

Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડ કમાયા

વર્ષ 2024 માં સૌથી મોટી ભારતીય ફિલ્મ Kalki 2898 AD છે. Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડની કમાણી કરી હતી. જેણે શાહરૂખાનની ફિલ્મ જવાન અને પઠાણ જેવી ફિલ્મનોના લાઈફ ટાઈમ કલેક્શનને પણ માત આપી હતી. આ પછી તેલુગુ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ હનુમાન 350 કરોડ ગ્રોસ કલેક્શન સાથે બીજા સ્થાને છે. પરંતુ હવે Stree 2 પણ આ વર્ષની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આશા છે કે Stree 2 આ સપ્તાહના અંતે રૂ. 500 કરોડ સુધી પહોંચી જશે.

આ પણ વાંચો: કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો

Tags :
Advertisement

.