શાહરુખની DUNKI નીકળી TIGER 3, SALAAR અને ANIMAL થી આગળ, વાંચો અહેવાલ
વર્ષ 2023 માં શાહરૂખ ખાને એક જ વર્ષમાં બે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર 1000 કરોડ કમાવનારી ફિલ્મો આપી છે. 'જાન્યુઆરીમાં પઠાણ'થી કમબેક કરનાર કિંગ ખાને 'જવાન'થી વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. 2 નવેમ્બરે, સુપરસ્ટાર શાહરૂખ ખાનના 58માં જન્મદિવસ પર, નિર્માતાઓએ તેની આગામી ફિલ્મ 'ડિંકી'નું પ્રથમ ટીઝર રિલીઝ કર્યું હતું.
IMDb પર DUNKI વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મ
#EXCLUSIVE: Dunki Beats Tiger 3, Salaar And Animal To Emerge Most Awaited Film On IMDB!
Link to read: https://t.co/4J0k3btQ0p#dunki #srk #shahrukhkhan #shahrukh #jawan #Pathaan #tiger3 #salmankhan #Animal #RanbirKapoor @iamsrk @BeingSalmanKhan @yrf @jiostudios pic.twitter.com/rYSNLox4VM
— Box Office Worldwide (@BOWorldwide) November 5, 2023
IMDb પર, 'Dinky' 22.1% વોટ સાથે વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મ છે. આ દ્વારા શાહરુખ ખાને સલમાન ખાનની 'ટાઈગર 3'ને પાછળ છોડી દીધી છે, જે 21.5% વોટ સાથે બીજા સ્થાને છે. રણબીર કપૂરની 'એનિમલ' 15% વોટ સાથે ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે, ડંકીને હજુ રિલીઝ થવામાં હજી ઘણી વાર છે અને 'ટાઈગર 3' ફક્ત ગણતરીના દિવસમાં રિલીઝ થઈ રહી છે.
શાહરૂખના જન્મદિવસે આવ્યું હતું ફિલ્મનું પહેલું ટીઝર
શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'નો ડ્રોપ 1 તેના જન્મદિવસના અવસરે રિલીઝ થયો હતો, અને તેને ચાહકો અને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ડ્રોપ 1 ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રથમ 24 કલાકમાં 72 મિલિયન વખત જોવામાં આવ્યું હતું, જે તેને અત્યાર સુધીના સૌથી વધુ જોવાયેલા ભારતીય ફિલ્મ ટીઝરોમાંનું એક બનાવે છે.
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023
ટીઝરને પ્રથમ 24 કલાકમાં યુટ્યુબ પર અંદાજે 36.80 મિલિયન વ્યુઝ મળ્યા હતા. હાલમાં, તેને 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. તે પ્રથમ 24 કલાકમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ બોલિવૂડ ફિલ્મનું ટીઝર છે. એકંદરે, તે સમાન સમયગાળા દરમિયાન યુટ્યુબ પર ભારતમાં 5મું સૌથી વધુ જોવાયેલ ટીઝર છે.
આ પણ વાંચો -- આ ગુજરાતી બાળ કલાકાર ભજવશે અટલ બિહારી વાજપેયીનું પાત્ર, વાંચો અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે