SALAAR PART 2 : જલ્દી જ આવશે SALAAR નો ભાગ 2, જાણો વિગત
Mસુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'SALAAR' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. KGF 2 ના ફેમ ડાઇરેક્ટર પ્રશાંત નીલની આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે. તેટલા માટે જ આ ફિલ્મને ખૂબ જ સારી શુરૂઆત પણ મળી હતી. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. ટૂંક સમયમાં વિશ્વભરમાં 650 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવા જઈ રહી છે. આ ફિલ્મની સીધી ટક્કર શાહરૂખ ખાનની DUNKI સાથે હતી. એક તરફ DUNKI નો વિષય પ્રભાસની એક્શન ફિલ્મ કરતાં ઘણો અલગ હતો. એટલે માટે જ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરવામાં સફળ રહી હતી.
જલ્દી જ આવશે SALAAR PART : 2

SALAAR
સલારની સફળતા બાદ દર્શકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ પ્રભાસે સલાર 2 ની ટાઈમલાઈન વિશે ખુલાસો કર્યો છે. પ્રભાસે તાજેતરમાં એક વાતચીતમાં સલાર 2 વિશે વાત કરી. જેનું શીર્ષક SALAAR : PART 2 - SHAURYANG PARVA રાખવામાં આવ્યું છે. જે આપણને પહેલા ભાગના અંતમાં જાણવા મળે છે. સલાર ભાગ 1 ની સફળતા પછી, તેણે નક્કી કર્યું છે કે તે ચાહકોને ફિલ્મના આગળના ભાગ માટે વધુ રાહ જોશે નહીં. આ વાતચીત દરમિયાન પ્રભાસ સાથે પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન પણ હાજર હતા.
'SALAAR : PART 2 ની વાર્તા પહેલેથી જ તૈયાર છે' - પ્રભાસ

SALAAR
સલારના ભાગ 2 વિશે, પ્રભાસે કહ્યું, 'વાર્તા પહેલેથી જ તૈયાર છે, અને અમે ટૂંક સમયમાં ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેનો ઉદ્દેશ્ય ફિલ્મને શક્ય તેટલી વહેલી તકે દર્શકો સમક્ષ રજૂ કરવાનો છે. હું જાણું છું કે મારા ઘણા ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમે ટૂંક સમયમાં સલાર ભાગ 2 સંબંધિત માહિતી જાહેર કરીશું.
આ રીતે ફિલ્મોની પસંદગી કરે છે પ્રભાસ

PRABHAS
આ સાથે બાહુબલી એક્ટર પ્રભાસે કહ્યું, 'મારો એકમાત્ર ધ્યેય મારા કામથી વિશ્વભરના વધુમાં વધુ લોકોનું મનોરંજન કરવાનો છે. હું જે પણ ફિલ્મો પસંદ કરું છું તેની પાછળનો આ પ્રાથમિક વિચાર છે. સલાર એક મજબૂત ફિલ્મ છે, અને આગામી પ્રોજેક્ટ એક હોરર ફિલ્મ છે. હું વિવિધ શૈલીઓ શોધવા માંગુ છું જેથી દર્શકોનું મનોરંજન થઈ શકે અને હું આશા રાખું છું કે તેઓ મારી ભાવિ ફિલ્મોને એટલો જ પ્રેમ કરશે જેટલો તેમણે SALAAR ને પ્રેમ કર્યો છે.
આ પણ વાંચો -- FIGHTER : રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સહિતના કલાકારોએ ‘ફાઇટર’ માટે કેટલા રૂપિયા લીધા?