ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકારો Malhar Thakar આ અભિનેત્રી સાથે કરશે લગ્ન

ગુજરાતી ફિલ્મો અભિનેતા લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર અને પૂજાએ લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી Malhar Thakar :ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi)લગ્નના...
01:26 PM Nov 06, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
Malhar Thakar

Malhar Thakar :ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi)લગ્નના ( marriage)બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે

પૂજા જોષીએ સોશિયલ મીડિયા શું લખ્યું

લગ્નની જાહેરાત કરતા પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું કે, 'બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.

મ્લહાર અને પૂજા જોષીએ સાથે બે ફિલ્મોમાં કામ કર્યું

ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Tags :
ActorGujarat FirstGujarati moviesMarriagePuja JoshiSocial MediaWebSeries